Followers

Thursday, 13 August 2020

એક સંબંધીનું માત્ર 9 દિવસનું 1,75,000 કરતા વધુ બિલ આવ્યું. મેં એમને પૂછ્યું કે કેમ આટલું મોટું બિલ ?

કોવિડ-19ની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા એક સંબંધીનું માત્ર 9 દિવસનું 1,75,000 કરતા વધુ બિલ આવ્યું. મેં એમને પૂછ્યું કે કેમ આટલું મોટું બિલ ? તમારે વેન્ટિલેટરની જરૂર પડી હતી ? તમારે આઇસીયુંમાં રહેવું પડેલું ? 

મને કહે ના એવું કશું નહોતું. મને એવી કોઈ ખાસ તકલીફ નહોતી. હોસ્પિટલ તરફથી માત્ર સામાન્ય દવા, ઇન્જેક્શન અને ચા-નાસ્તો તથા ભોજન મળતું હતું. મને થયું આટલામાં કાંઈ રોજના 20000 જેવો ખર્ચો થોડો થાય ? મેં કહ્યું તમારું બિલ મોકલો. એમણે મને બિલ મોકલ્યું. 

બિલ જોઈને હું ચોંકી ગયો. એક દિવસમાં ડોક્ટરની 2 વિઝિટ બતાવી હતી અને દરેક વિઝિટનો ચાર્જ 2000 હતો એટલે કે રોજની વિઝટના જ 4000. તેમજ રોજનો પીપીઈ કીટનો ચાર્જ 3000 હતો. 4000ના વિઝિટ ચાર્જ અને 3000ના પીપીઈ કીટ ચાર્જ સામે પણ વાંધો ન હોય કારણકે જે ડોક્ટર પોતાનો જીવ જોખમમાં મૂકીને સારવાર કરે એને ઊંચો ચાર્જ લેવાનો પૂરો અધિકાર છે પણ બિલ જોતા સ્પષ્ટ દેખાયું કે દર્દીઓ સાથે છેતરપીંડી કરવામાં આવે છે.

પાકી ખાતરી કરવા માટે એ જ હોસ્પિટલના બીજા દર્દીઓના બિલ પણ મંગાવ્યા અને બધા જ દર્દીઓના બિલમાં આ ચાર્જ હતા. હવે જરા વિચારો એક હોસ્પિટલમાં 30 દર્દી દાખલ હોય તો બધા દર્દીઓ માટે જેટલી વાર વિઝીટમાં આવે એટલી વાર જુદી-જુદી  પીપીઈ કિટ વપરાતી હશે ? એક કિટ પહેરી એક દર્દીને તપાસવાનો પછી કીટ બદલી નાંખવાની અને બીજી કીટ પહેરી બીજા દર્દીને તપાસવા જવાનો. આવું શક્ય જ નથી કારણકે પીપીઈ કીટ બદલવાનો સમય ગણો તો આખો દિવસ પીપીઈ કીટ બદલવામાં જ જાય.

વાસ્તવમાં એક કીટ પહેરીને જ બધા દર્દીની તપાસ થાય. મતલબ કે ખર્ચો એક કીટનો કરવાનો પણ વસુલ બધા જ દર્દીઓ પાસેથી કરવાનો. ખર્ચો એક કીટનો થાય અને આવક 30 કીટની. ચાલે છે ને ગઝબનો ખેલ.

કોરોનાના આ કપરા કાળમાં ડોક્ટરો ભગવાન બનીને લોકોની સેવા કરે છે એ વાત સૌ સ્વીકારે જ છે અને આવા કોરોના યોદ્ધાઓને વંદન. પણ સાથે સાથે આ રીતે મજબૂર લોકોને લૂંટવાનું કામ કરતા ડોકટરોને એનો અંતરાત્મા નહીં ડંખતો હોય ? સરકારશ્રી દ્વારા સિવિલમાં મફત સારવાર મળે છે એટલે જેને પોસાતું હોય એ જ ખાનગી હોસ્પિટલમાં આવે એવું ન હોય કેટલાક સામાન્ય લોકોની પણ મજબૂરી હોય જેનો ગેરલાભ ઉઠાવવાનો ન હોય. 

વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં સરકાર સાથે ખભે ખભો મિલાવીને સહકાર આપતી ખાનગી હોસ્પિટલોને સલામ છે પણ જ્યાં આવું થતું હોય એમણે પોતાના અંતરાત્માને પૂછવું જોઈએ કે આ યોગ્ય છે ? મારો કાનુડો મારા આવા કામથી રાજી થશે ? 

જન્માષ્ટમી ચિંતન.

Shailesh Sagapariya 
Rajkot

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...