સર્જનહારે દુનિયાની દરેક ભૌતિક વસ્તુને એના મૂળ સ્વરૂપે તો ઊર્જા તરીકેજ આપણા માટે મૂકી છે તેના માટે વિજ્ઞાનને ઈસ્લામિક દ્રષ્ટિકોણ થી સમજવું જરૂરી છે..!!
આપણો દરેક વિચાર આપણી અદ્રશ્ય હકીકત છે જો આપણે એમ વિચારીએ કે અલ્લાહ ની નજર આપણાં દરેક કૃત્યો પર છે છતાંય આપણે ગુનાહિત પ્રવૃતિઓ અને અલ્લાહ તરફથી મનાઈ ફરમાવેલ કાર્યો કરતાં રહીએ તો અલ્લાહની નજરમાં આપણાંથી મોટો પાંખડી કોઈ નથી આવા કાર્યો થકી સૌ પ્રથમ આપણે પોતાની જાતનેજ છેતરીએ છીએ તો શું ? આપણી ગણના મુસલમાન તરીકે શક્ય છે ?
જ્ઞાન અને વિજ્ઞાન ની દ્રષ્ટિએ જોઈએ તો જેવું રોમટીરીયલ તેવા વિચારો અને જેવા વિચારો તેવો અભિગમ જેવો અભિગમ તેવા નિર્ણયો જેવા નિર્ણય તેવું કાર્ય જેવું કાર્ય તેવું પરિણામ હવે જો જ્ઞાન અને વિજ્ઞાન ની દ્રષ્ટિએ મુસ્લિમ સમુદાયને પ્રગતિના પંથે લઈ જવો હોય તો વર્તમાન સમયમાં ક્યાં સામાજીક નીતિનિયમો બદલવાની જરૂર છે ?
શું ? આપણા સમુદાયમાં સિધ્ધાંત વાદી લોકો હયાત છે ? અને જો છે તો કેમ દેખાતા નથી શું અદ્રશ્ય થઈ કાર્ય કરવા નું પસંદ કરે છે ? ખરેખરતો ઉપરોક્ત તમામ ની એક પ્રકારની મજબૂરી છે એવું નથી કે મુસ્લિમ સમુદાયમાં સારા માણસો નથી પણ વાસ્તવિકતા કંઈક અંશે અલગ અને તે સમજવી જટિલ છે.
હું વાત ને આગળ વધાવતા પહેલા સંત કબીરજી ના દોહાની એક પંક્તિ અહીંયા મુકવા માંગુ છું કે "એક એસા ભી કલયુગ આએગા હંસ ચુનેગા દાના દુનકા કૌવા મોતી ખાએગા" બસ આજ સિધ્ધાંત જો અહીંયા સત્ય રીતે લાગુ કરવામાં આવે તો દા.ત ચૂંટણી દરમિયાન ચવાણું વહેંચનાર અને પોલીસ સ્ટેશનમાં તોળપાણી કરનાર બેનર અને ઝંડા લગાડનાર સૌથી વધુ કોઈ સમુદાયમાં હોય તો તે મુસ્લિમ અને જેની ગુજરાતમાં કોઈ પોતાની પાર્ટી ઊભી કરવાની ક્ષમતા નથી અને દરેક ગામ કસબા કે શહેર માં જો કોઈ વ્યક્તિ સમાજનાં સારા કાર્ય માટે રચનાત્મક અભિગમ અપનાવી પાર્ટી કે એનજીઓ ની રચના કરવા ની વાત પણ મૂકે તો આવા કહેવાતા અને ખોટકાયેલા સમજમાટે જીવતી લાશો સમાં તેમનાં આકાઓ ને રાજી કરવા વર્તમાન સમયમાં મીર જાફર અને મીર સાદિક ના લકબ વાળા આવા સમયે સારા વ્યક્તિઓને ફસાવવાના અને બદનામ કરવાના નિતનવા શકુંની પ્રયાસો કરતાં હોય છે તે પણ આજનાં આધુનિક યુગમાં મુસ્લિમ સમુદાયમાં ચિંતા નો વિષય છે.
આજે દુઃખ થાય છે કે આપણો સમુદાય ખુદ પોતાનો વજૂદ ખત્મ કરવા નિમિત્ત બની રહ્યો છે બીજા ને દોસ આપી શું ફાયદો આજે દુનિયામાં ઈસ્લામનું ઓજસ ફેલાવનાર આપણા વડવાઓ જેમણે ભારત ભરમાં ઉમદા સ્થાપત્ય કલાં ના નમૂના સમાન એતિહાસિક ઈમારતો નું નિર્માણ કર્યું હતું જેમાં તાજ મહલ લાલા કિલ્લો કુતુબ મીનાર હુમાયું નો મકબરો દિલ્હી ની જામાં મસ્જિદ જેવી અનેક ઈમારતો નું નિર્માણ કરનાર કોમને આજે પોતાનાં અસ્તિત્વ ની લડાઈ લડવા માટે મજબૂર કરી દેવામાં આવી હોય તો આપણે સૌ કોઈએ આપણી ભૂલોના સરવાળા બાદબાકી કરવાનો પ્રયત્ન કરી આવી વિકટ અને સંઘર્ષમય પરિસ્થિતિમાં આપણે સૌ કોઈ એ સાથે મળી સહિયારા પ્રયાસ રૂપે આર્થિક સામાજીક અને રાજનેતિક સમસ્યાઓના સમાધાન માટે ચિંતન મંથન કરી યોગ્ય માર્ગ સોધવાનો હવે સમય પાકી ગયો છે.
યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો દિવસે દિવસે આપણા સમાજની પરિસ્થિતિ વિકટ બનતી રહેશે સમાજને જેટલું નુકસાન ખોટા માણસો થકી થઈ રહ્યું છે તેના કરતાં અનેક ગણું નુકશાન સાચાં માણસો ના મૌન ધારણ કરવાથી થઈ રહ્યું છે એટલે સમાજનાં બુદ્ધિજીવી અને શિક્ષિત યુવાઓને ફરી એકવાર વિનંતી કરું છું કે હવે ચુપકી તોડો અને ખોટાઓ ને ખુલ્લા પાડો સાચા ઓ ને સાથ સહકાર અને સહયોગ આપો જેથી સમાજમાં સામાજીક બદલાવ લાવી શકાય નહિતર આવનાર પેઢી ક્યારેય આપણને સૌને માફ કરશે નહીં કે એકવીસમી સદી અને આધુનિક યુગમાં પ્રવેશ કરવા છતાં અમારા પૂર્વજોએ અમારા માટે કોઈ યોગ્ય પ્લેટફોર્મ ઉભું કર્યું નહી એટલેજ આજે અમને "પંચરવાળી" કોમ નું બિરુદ આપવમાં આવી રહ્યું છે...!!
શકીલ સંધી...!!