*યુસુફ ચુડલી……*✍
CAB(Citizen Amendment Bill) ને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. ત્યારે કહેવાતા કેટલાક ઓથમિરો અભણ નેતાઓ ની અવિરત સોહબત થકી પ્રાપ્ત કરેલ પોતાની અદ્ભૂત દીવ્યદ્રષ્ટ્રી થી પોતાની જાતને મહાન ફીલોસોફર સાબિત કરવા મુસ્લિમો ને જ કોસ્વા ચાલું કરી દીધા. મુસ્લિમોને આ બીલ થી તદ્દન અજાણ જણાવી વણમાગી સલાહો આપવા માંડ્યા છે ત્યારે મારે એમને એટલું જ કહેવાનું થાય છે કે આવી સલાહો આપવા કરતા તમે જે રાજકીય પક્ષ ના ઠેકેદાર છો એમની પર દબાવ બનાવો કે, જુઓ તમે આજ સુધી મુસ્લિમો નો વોટ બેન્ક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે તમે ત્રણ તલાક બિલ વખતે રાજ્યસભા માથી વોક આઉટ કરીને આડકતરી રીતે સપોર્ટ કરવા ના બદલે તમામ સભ્યો ને હાજર રહેવા ની વ્હીપ જાહેર કરી આ બીલની વિરૂદ્ધ મતદાન કરવું પડશે. બાકી મુસ્લિમો આ બાબતે જાગૃત છે જ અને બનતા પ્રયાસો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ક્યાંક નથી થયું તો તેમાં પાંગળી અને અભણ નેતાગીરી જ જવાબદાર છે. હવે રહી વાત સીટીઝન એમેન્ટમેન બીલ ની તો ત્રણ તલાક બીલની જેમ આ બિલથી પણ મુસ્લિમોને વધારે કાંઇ ફરક પડવાનો નથી. બલ્કે મુસ્લિમ કરતા વધારે અન્ય લોકો ને આ ની વિપરીત અસર પડવાની છે.
આ વાત ને સમજવા પહેલા એક બાબત જાણી લો ભાજપ પાસે સત્તા પર રહેવા હવે કોઈ મુદ્દો રહ્યો નથી, જેમકે વિકાસ ની વાતો પોકળ સાબિત થઈ તો નોટબંધી અને જીએસટી એ દેશના હજારો લોકો ને બેરોજગાર બનાવી દીધા તો વળી મોંઘવારી ચરમસીમાએ છે. હવે ભક્તોને ખુશ કરવા ત્રણ તલાક લાવ્યા પરંતુ એનાથી મુસ્લિમો ને કોઈ ફરક પડ્યો નહી. વાહ વાહ મેળવવા લાવેલા ટ્રાફિક નિયમમાં પણ ઊંધે માથે થયા છતાં લોકો એ વિરોધ કર્યો. હવે રામ મંદિર નો મુદ્દો પણ રહ્યો નથી. તો સત્તા પર રહેવા કરવું તો શું કરવું એટલે આવી આડકતરીઓ ચાલું કરી છે. પરંતુ ઈન્શાહઅલ્લાહ જે રીતે નોટબંધી અને જીએસટી મા મુસ્લિમ વિરોધી ભાજપ સરકાર ખોટી સાબિત થઈ તેનાથી પણ વધારે ખતરનાક પરિણામો CAB ના આવશે. બસ મુસ્લિમો એ ધિરજ અને દુઆઓ ની સાથે કાનુની અને રાજકીય લડત આપવા ની જરૂર છે. આ વખતે એનઆરસીનો ફિયાસ્કો થાય બાદ આ બિલ રાજકીય રીતે પણ ભાજપ માટે બહુ જરૂરી બની ગયું છે.
ભાજપ અને આરએસએસ વર્ષોથી એક ટોણુ મારતું કે આસામમા 50 લાખ બંગાળી ઘુસપેટીયાઓ છે. અને આ મુદ્દો લઈ મુસ્લિમોને ટાર્ગેટ કરવા થોડા સમય પહેલાં ભારતમાં રહેલા ગેરકાયદેસર ઘૂસણખોરોને અલગ તારવવા માટે નેશનલ સિટિઝનશીપ રજિસ્ટર બનાવવાની કવાયત શરૂઆતી કરી. પરંતુ , આસામ મા આ કવાયત હાથ ધરતા આખરે 20 લાખ લોકો NRC મા ના આવ્યા જેમા ફક્ત 6 લાખ મુસ્લિમો રહ્યા બાકી ના 14 લાખ ગેરમુસ્લિમો બાકી રહી ગયા. તદ્ઉપરાંત પેઢીઓથી રહેતા કે ભારતીય સૈન્યમા ફરજ પણ બજાવી ચૂક્યા હોય અને રાષ્ટ્રીય મહાનુભવોના વંશવારસો સહિતન લોકો બાકાત રહી ગયા . બહુ ઉહાપોહ થયો એટલે સાપ એ છછુંદર ગળીયા જેવી પરિસ્થિતિ થઈ જતાં અગાઉ આ કવાયત માટે ઉછળી ઉછળીને પ્રચાર કરનારા *ભાજપી નેતાઓએ પણ પોતાના સૂર બદલ્યા અને કહ્યું કે આ કવાયતની આ સ્વરૂપમાં કોઈ જરૂર જ નથી*. હવે આવ્યું છે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ. દેખીતી રીતે જ આ બીલ દ્વારા પણ મુસ્લિમ ધર્મને બાકાત રાખી હીન્દુ વોટ મેળવવાનો છે.
પરંતુ આ બીલથી મુસ્લિમોએ વધારે પડતું ગભરાવવા ની જરૂર નથી કેમ કે આસામમા જે 14 લાખ ગેર મુસ્લિમો જેમના નામ NRC લિસ્ટમાં નથી આવ્યા તેઓ પહેલાથી એવું કહે છે કે અમે મુળ ભારતિય છે તેઓ હવે ક્યા આધારે એવું કહેશે કે અમે બાંગ્લાદેશમાં ધર્મના આધારે હેરાન થયેલા લોકો છીએ તેમનું ઝમીર ક્યારે પણ એવું નહીં કહે કે અમે બાંગ્લાદેશી છીએ. તેમ છતાં ચાલો આવા બહાના હેઠળ નાગરિકતા આપી પણ દેવાય તો ફક્ત બાંગ્લાદેશમાં 1.70 કરોડ હીન્દુઓ છે જે બાંગ્લાદેશ ની ગરીબી છોડી ભારત તરફ પ્રયાણ શરૂ કરી દેશે એવી રીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માથી શરૂ થઈ જાય તો કેવી પરિસ્થિતિ ઉભી થાશે એ કલ્પના બહાર ની વાતો છે. અને એટલેજ ઈશાન ભારત ના રાજ્યોમાં મુસ્લિમો કરતા હીન્દુઓ આ બીલનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જાણે છે કે તેમને રોજગારી મળતી નથી બેકારી અને મોંઘવારી ચરમસીમાએ છે. સરકાર અમને પૂરા હકો આપતી નથી ત્યાં આટલી મોટી સંખ્યામાં વિદેશીઓ ને માથે થોપી દેશે તો શું હાલત થાશે? કોઈ પણ મા નો દીકરો સાવકા ભાઈ ને બરદાસ ન કરે તેમ બીજા દેશનો ચહે કોઈ પણ ધર્મ નો વ્યકિત હોય પોતાના દેશમાં આવી હક અધિકારી ભોગવે એ સહન ન જ કરે અને એટલેજ વિપક્ષો સહિત અન્ય કેટલાય બૌદ્ધિકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ઇશાન ભારતમાં આસામ, સહીત અનેક રાજ્યોમાં કેટલાય દિવસોથી આ બિલ સામે પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. આ બિલના કારણે જો બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિક તરીકેના અધિકારી મળી જશે તો બાંગ્લાદેશ સરહદનાં કેટલાંય રાજ્યોમાં વસતિચિત્ર બદલાઈ જશે તેવી તેમને બીક છે . જો કે દેખીતી રીતે બિલનો હેતુ પાક , બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા મુસ્લિમોને જ બાકાત રાખવાનો છે , આ બિલ પાસ થાય કે ના થાય , સુપ્રીમ કોડ માન્ય રાખે કે ના રાખે પરંતુ ભાજપને તો રાજકીય લાભની રીતે બંને હાથમ લાડવા છે . આ બિલનો વિરોધ કરનારા કૉંગ્રેસ સહિતના પક્ષો ભાજપના રાજકીય છટકાંમાં ફસાયા છે . આ બહાને જીડીપી જેવા આર્થિક મુદ્દાની ચર્ચા કોરાણે ધકેલાઈ જાય તેમાં પણ ભાજપનો ફાયદો છે . જોકે આ ફાયદો લેવા જતાં ભાજપે પાકિસ્તાનને સાકાર કરનારા મોહમ્મદ અલી ઝીણાની દ્વિરાષ્ટ્રન થિયરીને અનુમોદન આપી દીધું છે એવી વ્યાપક ટીકા થઇ રહી છે. એક IAS એવું જણાવી દીધું કે જો આ બીલ લાગુ પડશે તો હું મુસલમાન બની જઈસ. તો ગાંધી વંશજે તો ત્યાં સુધી કહી દીધું કે આ બીલનુ સમર્થન કરનારા દેશદ્રોહી છે.
કોઈ પણ બિલ કે કાનુંન આવે, કોઈ પણ ધર્મ ને માનનારા એક પણ ભારતિય ને દેશ બહાર નહીં કરી શકે. અને એટલે દૂરંદેશી દાખવનારા મૌલાના મહેમૂદ મદની સાહબ એ અગાઉ જ કહી દીધું કે કરાલો NRC I જરા પતા ચલા જાએ કૌન ઘુસપેઠી હૈ..! ખોટા મેસેજો કરી મુસ્લિમ સમાજ ના લોકો ને ડરાવવાની જરૂર નથી. બસ આવી દૂરંદેશી યાફતા બુઝુર્ગો ની સોબતમાં રહીને વિરોધ અને દુઆ કરો ઈન્શાહઅલ્લાહ આ CAB ભાજપ માટે નોટબંધી કરતા પણ વધારે મોંઘું સાબિત થાશે.
Yusuf Chudli
हमारे ये ब्लोग आपको हमारी SAFTEAM के सामाजिक कार्यों ओर अनुभव के साथ इतिहास,वर्तमान ओर भविष्य को लेकर बेहतरीन जानकारियाँ देता रहेगा, साथमे हमारे इस ब्लोग मे आपको सोशीयल मिडिया के जानकारी वाले वायरल मेसेज आपतक शेर करेंगे. हमारे बेहतर भविष्य के लिये हमे बदलाव लाना हे। हमारे कार्यो मे आप सहयोगी बनना चाहते हे, कोमेन्ट करे.
Followers
Wednesday, 11 December 2019
CAB(Citizen Amendment Bill) 10/12/2019
7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓
सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...
-
वकील ने उत्तराखंड नागरिक संहिता को हाईकोर्ट में चुनौती दी; कहा प्रावधान मुस्लिम, LGBTQ समुदायों के प्रति भेदभावपूर्ण हैं। होम-आइ...
-
Huzaifa Patel Date : 12 March 2025 अयोध्या भूमि अधिग्रहण मामला: न्याय और पारदर्शिता की परीक्षा । अयोध्या, जो अपनी धार्मिक और सा...
-
मुस्लिम शरिफ की हदीश 179 जिल्द ,1 हिंदी और उर्दू मे आपकी खिदमत मे पैश करते हे. SAFTeamguj. 03 Aug 2021 السلام عل...