Followers

Thursday, 12 December 2019

ભારતની નાગરીકતા બાબત whatsapp

*ભારતની નાગરીકતા બાબત:*
*ભારતનું બંધારણ, ભારત નાગરીકતા ધારો-૧૯૫૫, તેમાં થયેલા સુધારાઓ અને N.P.R. તથા N.R.C. વિષે જાણો:*
------------*ભાગ-૧*---------
ભારતનું બંધારણ તા.૨૬/૧૧/૧૯૪૯ ની બંધારણ સભામાં અધિનિયમિત કરી અપનાવવામાં આવેલ છે. ત્યારથી બંધારણની અમુક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે બાકીની તમામ જોગવાઈઓ પુરા બે મહીના પછી તા.૨૬/૧/૧૯૫૦ થી અમલમાં આવી છે તેથી ૨૬/૧/૧૯૫૦ ને બંધારણના આરંભના દિવસ તરીકે ગણવામાં આવે છે.
*બંધારણના ભાગ-૨ "નાગરીકતા"* ના આર્ટીકલ- ૫ થી ૧૧ માં આર્ટીકલ- ૫ થી ૯ તા.૨૬/૧૧/૧૯૪૯ થી અમલમાં આવેલ છે. બાકીના આર્ટીકલ તા.૨૬/૧/૧૯૫૦ થી અમલમાં આવેલ છે.
-----------------------
*આ.-૫:* સંવિધાનના પ્રારંભે નાગરીકતા:
૨૬/૧/૧૯૫૦ નાં રોજ ભારતમાં રહેતી હોય, ભારતમાં જન્મેલ હોય, માતા-પિતામાંથી એક ભારતમાં જન્મેલ હોય, તા.૨૬/૧/૧૯૫૦ પહેલાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી ભારતમાં સામાન્ય રીતે રહેતી હોય, એવી દરેક વ્યક્તિ ભારતની નાગરીક ગણાશે.
---------------
*આ.-૬:* (ક). ઈન્ડીયન એડમીનીસ્ટ્રેશન એકટ-૧૯૩૫ માં વ્યાખ્યા કર્યા મુજબના અખંડ ભારતમાં જેનો પોતાનો અથવા જેના માતા-પિતામાંથી એકનો અથવા જેના દાદા-દાદીમાંથી એકનો જન્મ થયો હોય અને
(ખ).(૧). તા.૧૯/૭/૧૯૪૮ પહેલાં પાકિસ્તાનના રાજ્યક્ષેત્રમાંથી ભારતના રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કર્યુ હોય અને સ્થળાંતરની તારીખથી ભારતમાં રહેતા હોય,
(ખ).(૨). તા.૧૯/૭/૧૯૪૮ પછી સ્થળાંતર કર્યું હોય અને ૨૬/૧/૧૯૫૦ પહેલાં નાગરીકતા માટે અરજી કરી હોય અને અરજીની તારીખ પહેલાં ઓછામાં ઓછા ૬ મહીનાથી ભારતના રાજ્યક્ષેત્રમાં રહેતા હોય,
તેઓ સંવિધાનના આરંભે ભારતના નાગરીક ગણાશે.
-----------------------------
*આ.-૭:* તા.૧/૩/૧૯૪૭ પછી ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ ભારતની નાગરીક ગણાશે નહીં.
------------------------------------
*આ.૧૦:* નાગરીકતા હક્કોનું સાતત્ય:
ભારતની નાગરીક હોય તે વ્યક્તિ સંસદ દ્રારા અમલમાં હોય તે કાયદાને આધીન નાગરીક તરીકે ચાલુ રહેશે.
------------------------------------
*આ.-૧૧:* કાયદા દ્રારા નાગરીક્તા હક્કોનું નિયમન કરવાની સંસદને સતા છે.
નાગરીક્તા આપવા, રદ કરવા વિગેરે બાબતો માટે કાયદો કરવાની સંસદને સતા છે.
------------------------------------
*ભારત નાગરીકતા ધારો-૧૯૫૫*
બંધારણના આ.-૧૧ થી મળેલ સતાથી સંસદે નાગરીકતા હક્કોના નિયમન માટે ભારત નાગરીકતા ધારો-૧૯૫૫ ઘડેલ છે. જેમાં સને-૧૯૮૭ અને સને-૨૦૦૩ માં સુધારા કરેલ છે. હમણાં જ સુધારા વિધેયક-૨૦૧૯ પસાર કરેલ છે. જેની ટુંકી હકિકત નીચે મુજબ છે.
(૧). ભારત નાગરીકતા ધારો-૧૯૫૫ ની *કલમ-૩* મુજબ તા.૨૬/૧/૧૯૫૦ થી તા.૩૦/૬/૧૯૮૭ દરમ્યાન ભારતમાં જન્મેલ તમામ ભારતના નાગરીક છે.
(૨). સુધારા ધારા-૧૯૮૭ મુજબ તા.૧/૭/૧૯૮૭ થી ૨/૧૨/૨૦૦૪ દરમ્યાન ભારતમાં જન્મેલ હોય અને જેના માતા-પિતામાંથી એક ભારતીય હોય તે તમામ ભારતના નાગરીક છે.
(૩). સુધારા ધારા -૨૦૦૩ મુજબ તા.૩/૧૨/૨૦૦૪ થી આજ સુધી ભારતમાં જન્મેલ હોય અને જેના માતા-પિતા બંને ભારતીય હોય અથવા એક ભારતીય હોય અને એક ગેરકાયદે વસવાટ ધરાવતો ના હોય, એ તમામ ભારતના નાગરીક છે.
(૪). સુધારા ધારા-૨૦૧૯ મુજબ જે વ્યક્તિએ ભારતમાંથી  તા.૧/૩/૧૯૪૭ પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં સ્થળાંતર કર્યું હોય અને ભારતમાં પરત આવી પરમીટ વગર રહેતા હોય અને વિદેશી લઘુમતી હોય એટલે કે હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌધ્ધ, જૈન ધર્મ પાળતા હોય એવા તમામ ઘુસ પેઠીયાને ભારતની નાગરીકતા મળી જશે.
ધર્મના નામ થી નાગરીકતા આપવાની જોગવાઈ બંધારણ વિરૂષધ્ધ છે તેથી આ સુધારા ધારા સામે સુપ્રીમ કોર્ટમાં પીટીશન થઈ શકે છે.
*આ સુધારામાં ઈસ્લામ ધર્મ પાળતા મુસ્લીમોનો સમાવેશ કરેલ નથી.*
આ સુધારા ધારો લોકસભા/રાજ્યસભામાં પસાર થઈ ગયેલ છે, રાષ્ટ્રપતિની મહોર લાગશે એટલે કાયદો બની જશે. મુસ્લીમ સિવાયના ઘુસ પેઠીયા ભારતના નાગરીક બની જશે.
પછી N.R.C. આખા દેશમાં લાગુ થશે અને નાગરીકતા પુરવાર ના કરી શકનાર મુસ્લીમ ઘુસ પેઠીયાઓને દેશ નિકાલ કરવામાં આવશે.
*N.P.R.* અને  *N.R.C.* તથા વસ્તી ગણતરી વિષે હવે પછી *ભાગ-૨* માં ચર્ચા કરીશું.
------------------------------------

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...