ભારતીય જનતા પાર્ટીની કોમવાદી અને અણધડ નિર્ણયો લેવા પંકાયેલ સરકાર મુસ્લિમો વિરુદ્ધના NRC કાયદાને નિશ્ચિત બનાવવા સંસદમાં CAB ખરડો લાવવાની તૈયારીમાં છે.
હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ પાસે ભારતના નાગરિકત્વ માટેના આવશ્યક દસ્તાવેજ ન હોય તો પણ તેઓને આ કાયદા દ્વારા "ભારતીય નગરિક" બનાવવા માટે આ "નાગરિકતા સુધારણા બિલ" (CAB) લાવવામાં આવી રહ્યું છે. તદ્ઉપરાંત"CAB" એ મુસ્લિમોની વિશાળ જનસંખ્યાને ઘુસણખોર સાબિત કરવાનું આયોજનબદ્ધ કાવતરું છે.
જો આ બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવશે તો ભારતમાં મુસ્લિમો માટે ગંભીર અનિશ્ચિતતાની સ્થિત ઉભી થવાનો ખતરો છે. દસ્તાવેજો અને કાગળો અપડેટ રાખવા કે સુધારી લેવા પૂરતા નથી, અનુભવ તો એવો છે કે જો તેઓ ઈચ્છશે તો ગમે તેને પણ ફસાવી શકશે.
હાલમાં ભારતીય મુસ્લિમો સામે બે જ વિકલ્પો છે, જેના પર તાત્કાલિક ધોરણે અમલ કરવાની જરૂર છે.
પહેલું એ કે મુસ્લિમોને આ કાનૂન દ્વારા સંગીન પ્રકારના શોષણ અને અત્યાચારનો ભોગ બનતા અટકાવવા માટે સંસદમાં રજૂ થનાર આ બિલનો દેશવ્યાપી ધોરણે વિરોધ કરવાનું છે, આ માટે તમે તમારા શહેરના MLAથી લઈ MP સુધી, તાલુકાથી લઈ જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી દરેક શહેરના અને જિલ્લાના સાંસદોથી આ કાયદાનો વિરોધ દર્શાવવા માટે મુલાકાત કરો. તેમના ઘરો અને ઓફિસોની સામે મોરચાં ખોલી પ્રદર્શનો કરો. તેમના પર એવું દબાણ બનાવો કે તેઓ આ અન્યાયી બિલની વિરુદ્ધ સંસદમાં વોટિંગ કરવા મજબૂર થઈ જાય. સાથે સાથે મુસ્લિમ નેતૃત્વને પણ બિલ પસાર થતું અટકાવવા લોબિંગની અપીલ કરવામાં આવે.
બીજું કામ એ છે કે તમામ લોકો ભલેને પછી તે નાનાં હોય કે મોટાં NRCનો બહિષ્કાર કરવાની જાહેરમાં ઘોષણા કરે. અને જાહેરમાં એ વાત કહે કે "NRC અન્યાયી અને આપખુદી કયદો છે, અમે તેને સ્વીકારતા નથી." NRCના બોયકોટની આ ઝુંબેશ વર્તમાન તાનાશાહ સરકાર સામે અસહકાર ચળવળની જેમ દેશની શેરીએ શેરીએ ગૂંજવી જોઈએ.
આ બંને કામો સ્થાનિક અને જિલ્લા કક્ષાએ કરવામાં આવે. રાષ્ટ્રીય અને રાજ્ય લેવલની લીડરશીપના ચક્કરમાં ન પડો બલ્કે પોત પોતાના શહેર અને જિલ્લાને ટાર્ગેટ બનાવી અન્ય સામાજિક સંગઠનોને સાથે લઈ કામ શરૂ કરી દેવામાં આવે. આ પદ્ધતિ સંગઠનને વાદ-વિવાદથી બચાવશે. અને આનાથી આખા દેશમાં વિરોધનો વંટોળ ફૂકાંશે.
કારવાને અમ્નો ઈન્સાફ(CPJ)ના વિવિધ રાજ્યોના કાર્યકર્તાઓને પણ સૂચના આપવામાં આવે છે કે તેઓ પોત પોતાના વિસ્તરોમાં આ કામ શરુ કરી દે. અને વિશાળ પાયા પર આવા કાર્યક્રમોનું આયોજન કરે.
*આ ઉપરાંત કારવાને અમ્નો ઈન્સાફ (CPJ)તરફથી આ અત્યાચારી અને ઓરમાયા કાનૂન બાબતે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચવા અને લોકોમાં આ અમાનવીય કયદા વિશે જાગૃતિ લાવવા CPJના સોશ્યલ મીડિયા યુનિટ દ્વાર ૫,ડિસેમ્બર ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે ટ્વિટર પર ટ્રેન્ડ ચલાવવામાં આવશે, આ ટ્રેન્ડ મારફતે NRC અને CAB જેવા ક્રુર, અન્યાયી, આપખુદી અને અમાનવીય કાયદાના વિવિધ પાસાઓને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો, પત્રકાર સમુદાય અને ન્યાયપ્રિય લોકો સામે મૂકવામાં આવશે. ભારતની રાજકીય અને ધાર્મિક નેતાગીરીથી પણ તેના વિરુદ્ધ પગલાં ભરવા અપીલ કરવામાં આવશે. અને ભારતીય શાસક વર્ગને આપણા તરફથી એવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવશે કે અમે આવા ક્રૂર કાયદા કદી સહન કરીશું નહીં.*
ટ્રેન્ડનો #હેશટેગ ૪,ડિસેમ્બરે સાંજે ૪ વાગ્યે રિલીઝ કરાશે. આપ અત્યારથી જ આપના કિંમતી સમયને ફાળવી તૈયાર રહેશો.
અન્ય વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સમીઉલ્લાહ ખાન
જનરલ સેક્રેટરી: કારવાને અમ્નો ઈન્સાફ
૩,ડિસેમ્બર,મંગળવાર
ksamikhann@gmail.com
https://m.facebook.com/story.php?story_fbid=445003139518619&id=138373786848224