दुश्मन से जंग जीतना है तो पहले अपने बीच मौजूद ईमान फ़रोश क़ौम के गद्दारों को ख़त्म करना होगा.!सुल्तान_सलाहुद्दीन_अय्यूबी......
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
સુલ્તાન સલાહુદ્દીન અય્યુબી ફક્ત ઇસ્લામિક અને મુસલમાનોના ઇતિહાસમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વનાં ઇતિહાસની એક મહત્વપૂર્ણ પ્રતિભા છે જેણે સમકાલીન સમયની બે મહાશક્તિઓ (યહૂદી-ખ્રિસ્તી) ના જોડાણ ને પરાજિત કરી હતી. ઇસ્લામી આલમ ભલે એમને ઇસ્લામના વિજેતાના રૂપમાં પ્રસ્થાપિત કરતું હોય પણ માનવીય શક્તિઓના ઘણા પાસાઓ એમનામાં દ્રશ્યમાન થાય છે.
જાસૂસીની સામે પ્રતિજાસૂસી તંત્ર એમના સમયમાં એમનાં દ્વારા કરાય છે તો ગરમ પ્રદેશના લડાકુઓને ઠંડા પ્રદેશોમાં લડવાની તાલિમ આપવાં મહાકાય પગલાઓ એમણે ભર્યાં છે અને સાથોસાથ આ પગલાઓને વિજયના પરિણામમાં પરિવર્તિત કરવાનું બહુમાન આદરણીય અય્યુબી સાહબના ભાગ્યમાં લખાયું છે.
યુરોપના સમ્રાટોને એકબીજાના વિરોધને છોડીને એક થવાની મજબૂરી ફક્ત અય્યુબી સાહબની બહાદૂર આગેકૂચ ને આભારી હતી પણ આવી પ્રખર એક્તા પણ અય્યુબી સાહબના ઇરાદાઓને પરાજિત કરી શકી નહીં. શત્રુની બહેન દીકરીઓના શિયળની રક્ષા માટે કોઇની સાડાબારી નહીં રાખનાર વિજેતા અય્યુબી સાહબને દુનિયા કદી નહીં ભૂલાવી શકે. પોતાના કટ્ટર શત્રુને મરણ પથારીએ પટકી દેનાર રોગની સારવાર કરાવવાની ઉદારતાનો ઇતિહાસમાં જોટો જડતો નથીં કારણ કે આ ગૌરવ પણ અય્યુબી સાહબની કિસ્મતમાં લખાણુ છે.
વિશ્વના એક મહાન યોદ્ધા એવા અય્યુબી સાહબનો ઉપરનો ઉપદેશ ખૂબ માર્મિક છે એ સારી રીતે સમજવા એમનું સંઘર્ષમય જીવન વાંચવુ પડે. ઇસ્લામ અને મુસલમાનોના બલ્કે માનવતાના શત્રુઓ સામે ખૂબ લાંબુ યુદ્ધ લડવાની તૈયારી કરનારા અય્યુબી સાહબને ડગલે ને પગલે આંતરિક નડતરોનો સામનો કરવો પડ્યો એ ખૂબ વિચિત્ર અને આંચકાજનક તથ્યો છે.
ઇસ્લામના ઉદયકાળથી એક વાસ્તવિકતા એ રહી છે કે યહૂદીઓએ ખૂબ ષડયંત્રો રચી અમલમાં મૂક્યાં છે. એ જ કારણ છે કે મુસ્લિમ કર્મશીલો યહૂદીનો જરા પણ ભરોસો કરવા તૈયાર હોતા નથી. ખાસ કરીને મુસ્લિમોની ધાર્મિક નેતાગીરી યહૂદીઓ પ્રત્યે સજાગ રહેવાની તાલીમ આપે છે પણ અય્યુબી સાહબના કિસ્સામાં એનાથી ઉલ્ટું ચિત્ર સામે આવે છે કે જ્યારે યહૂદીઓના આટલા મોટા દુશ્મન બની એઓની વાટ લગાવવા એડીચોટીનુ જોર લગાડનાર મુસ્લિમ લડવૈયા અય્યુબી સાહબના લશ્કરમાં એમના સ્પષ્ટ અને બુલંદ ઇરાદાઓ જોઇ ભરતીમાં જે ઉછાળો આવવો જોઈએ તે એકાએક શમી ગયો બલ્કે એમા ઓટ આવી આ પરિસ્થિતિ જોઇ ચિંતામાં ગરકાવ થઈ એનુ કારણ જાણવા પોતાનુ નિષ્ણાત જાસૂસી તંત્રને કામે લગાડ્યું ત્યારે ચોંકાવી નાખનારી સત્ય બાબતો સામે આવી કે જે ઇસ્લામિક ધર્મગુરુઓ પોતાના પ્રવચનોમાં ભર્તી માટે પ્રેરણા આપવાની હોય તેઓ અય્યુબી સાહબની ચમકતી પ્રતિભાથી ઇર્ષાની આગમાં શેકાઈ એમની આગેકૂચને રોકવા ઇર્ષાની આગમાં આંધળા બની અય્યુબી સાહબની વિરુદ્ધ પ્રવચનો કરી રહ્યા હતાં. એમનાં સંઘર્ષ ને બિરદાવવાના બદલે એમની ટીકાઓ કરી એમના મિશનને પ્રસિદ્ધિ મિશન તરીકે ખપાવવાનો કૃપ્રચાર કરતા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સમુદાયનો એક મોટો વર્ગ ધર્મગુરુઓ પ્રત્યે ખૂબ શ્રધ્ધા ધરાવતો હોય છે.
અય્યુબી સાહબના કિસ્સામાં પણ આ પરિબળ કામ કરી ગયું અને ધર્મગુરુઓની ઇર્ષાનો ભોગ બનેલા અય્યુબી સાહબ આ વાસ્તવિકતા જાણી હતપ્રભ બની ગયા. પરંતુ સર્જનહાર પર અપાર શ્રધ્ધા ધરાવતા અને પોતાના નેક ઇરાદાઓ વિશે સભાન અય્યુબી સાહબે કોઇની પણ સાડાબારી રાખ્યાં વિના કઠોર નિર્ણયો લેવાના શરું કર્યાં. માનવતા વિરોધી યહૂદી શક્તિ સામે બાથ ભીડવા તત્પર અય્યુબી સાહબે એક મોટા વર્ગની સહાનુભૂતિની પરવા કર્યા વિના આવા ધર્મગુરુઓ સામે કઠોર કાર્યવાહી શરૂ કરી. સૌપ્રથમા ધર્મ ગુરુઓની જાસૂસી કરાવવી શરું કરી અને સફળ ઓપરેશનો કરાવ્યા ત્યારે ચોંકાવનારી હકીકતો એ સપાટી પર આવી કે આ ધર્મગુરુઓ યહૂદીઓના એજન્ટ નિકળ્યા. વિવિધ પુરાવાઓ સાથે એઓની ધરપકડ શરું કરાઇ અને રાજ્ય વ્યવસ્થામાં મોટાપાયે ફેરફારો કરાયા. ધાર્મિક પ્રવચનકારોને આડેધડ પ્રવચનો પર રોક લગાવવામા આવી. એમની નિમણૂક વ્યવસ્થામાં નિયમો લાગૂ કરાયા જેથી બાહ્ય શકલ, પોશાક અને વાણીથી કોઇ સંમોહિત થઇ છેતરાઇ ના જાય. એમને મનમરજીના અને મનઘડત પ્રવચનોના બદલે સૂચનાપત્રના આધારે પ્રવચનો કરવાની ગોઠવણ કરાઇ. એમની ગતિવિધિઓ પર નિરીક્ષણ ગોઠવાયું. ત્યાર પછી ભરતીમાં પુરજોશ વધારો થયો. એજન્ટોને બદલે ઇસ્લામ પ્રત્યે સમર્પિત લોકોના પ્રવચનો શરું થયાં. જનતા એમના સમર્થનમા જાનની બાજી લગાવવા તૈયાર થઈ. અય્યુબી સાહબના ઘણાં કમાન્ડરો પણ દુશ્મનોના એજન્ટ તરીકે પકડાયા હતા. આમ ડગલે ને પગલે આંતરિક દુશ્મનોનો સામનો કરી, એમની ઓળખ કર્યા પછી એમનો સફાયો કરવા તંત્ર વિકસાવનાર અય્યુબી સાહબનો ઉપદેશ કે "दुश्मन से जंग जीतना है तो पहले अपनें बीच मौजूद ईमान फरोश कौम के गद्दारो को खत्म करना होगा ..!આ એમના જીવન અનુભવનો નીચોડ છે જેથી એની અવગણના કદાપિ ના કરી શકાય અને ખાસ કરીને જે સમુદાયની જંગ યહૂદી સામે કે યહૂદી દોસ્ત કે યહૂદી સમર્થકો સામે હોય એઓ કદાપિ કોઇનો આંધળો ભરોસો કરી શકે નહીં. પોતાના સમુદાયમાં મૌજુદ ઈમાન ફરોશોની સાચી ઓળખ કરી એ નડતર દૂર કર્યા વિના આપણા અસ્તિત્વની કઠિન જંગ જીતી શકાય નહી. (આંતરિક ગદ્દારોને ઓળખવા માટે એમની વાણી અને વર્તનને કસોટીની એરણ પર ચકાસવુ જરુરી છે. જેઓ સમુદાયની રાહબરી કરવાનો દાવો કરતા હોય એવા લોકોના જીવનને પણ મુશ્કેલ સમયનાં કસોટી કાળમાં એમની ભૂમિકા સક્રિય કે નિષ્ક્રિય રહી છે એ જાણમાં રાખી નિર્ણય લેવો જોઈએ)
➖સલાહુદ્દીન અય્યુબીના સાહસ, જાંબાઝ રાહબરી, દિલેર મર્દાનગી અને અદમ્ય બહાદૂરી સાથેના અપ્રતિમ વિજયને તથા માનવ સમાજના સૌથી મોટા શોષણખોર વર્ગને પછાડી માનવ ઉપકારક કાર્ય ને અંતરના ઉંડાણ થી સલામ..