Followers

Thursday, 9 January 2020

સમાજના નાગરિકો એ સમાજનું ધન છે કોઈપણ સમાજના વિકાસનો મોટો આધાર સમાજના નાગરિકોના વિકાસ પર છે.

         સમાજના નાગરિકો એ સમાજનું ધન છે કોઈપણ સમાજના વિકાસનો મોટો આધાર સમાજના નાગરિકોના વિકાસ પર છે.સમાજનો વિકાસ સમાજના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી થતો નથી,સમાજના વિકાસનો આધાર સમાજની વસ્તીનું કદ અને નાગરિકોની ગુણવત્તા પર રહેલો છે.* *સમાજના નાગરિકો ની ગુણવત્તાનો આધાર સમાજ દ્વારા નિર્માણ કરેલ સુવિધાઓ જેવી કે આરોગ્ય સુવિધાઓ, શૈક્ષણિક સુવિધાઓ અને સાંસ્કૃતિક સુવિધાઓ જેવી બાબતો પર આધાર રાખે છે.* જે સમાજ દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓથી સજ્જ છે તે સમાજના નાગરિકો ની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય છે. એ સમાજ દરેક ક્ષેત્રે આગળ હોય છે. 
   સમાજની તાકાતનું મૂલ્યાંકન સમાજના નાગરિકો ની બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. 
ડોક્ટરો, એન્જિનીયરો, શિક્ષકો, કેળવણીકારો, રમતવીરો,IAS/IPS અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો અને કામદાર વર્ગ એ સમાજની શક્તિના સ્ત્રોત છે. તેમના થકી સમાજ શક્તિશાળી બને છે. દરેક સમાજ આ સ્ત્રોત ઊભા કરીને શક્તિશાળી બને છે.
   *સમાજના નાગરિકો, યુવાનો અને બાળકો એ સમાજની મૂડી છે.*  મૂડીને સાચવવાની અને વૃદ્ધિ કરવાની મહેનત થાય તો નફો  ઉમેરાઈ મૂડી મજબૂત બને.
     સમાજની મૂડીને સાચવવી અને તેનો વિકાસ કરવો એ સમાજના આગેવાનોની નૈતિક જવાબદારી છે.
પોતાના ધંધામાં લગાવેલ મૂડી પર મહેનત કરવાથી ધંધાનો વિકાસ થતો હોય તો સમાજની મૂડી  નાગરિકો, યુવાઓ અને બાળકો ની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો સમાજ ચોક્કસ શક્તિશાળી અને વિકાસશીલ બની શકે છે ।
ઇન્શાઅલ્લાહ ....✍✍✍copy

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...