ભરૂચ તથા અંકલેશ્વર શહેરી વિસ્તાર ‘પ્રતિબંધ ગતિ ઝોન’ તરીકે જાહેર
૦૦૦૦૦૦૦૦૦
‘પ્રતિબંધિત ગતિ ઝોન’ વિસ્તારમાં ૩૦ કિ.મી. પ્રતિ કલાક થી વધારે ઝડપથી
કોઈ વાહન ચલાવવા પર પ્રતિબંધ
૦૦૦૦૦૦૦૦૦
ભરૂચઃ શુક્રવાર :- ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેર વિસ્તારમાં વાહનચાલકો દ્વારા જાહેર રસ્તા ઉપર ખૂબ ઝડપથી વાહનો ચલાવવામાં આવે છે જેના કારણે સ્કુલ, હોસ્પિટલ તેમજ અન્ય જાહેર સ્થળોએ અકસ્માતના બનાવો બનતાં હોય છે. જેથી ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેરમાં અકસ્માતના બનાવો અટકાવવા આવશ્યક જણાય છે.
જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે મળેલ સત્તાની રૂ એ ભરૂચ તથા અંકલેશ્વર શહેરના નીચે મુજબના પરિશિષ્ટમાં જણાવેલ વિસ્તાર ‘પ્રતિબંધ ગતિ ઝોન’ તરીકે જાહેર કર્યો છે.
પરિશિષ્ટ
‘ભરૂચ શહેર ખાતેના ‘પ્રતિબંધિત ગતિ ઝોન’
(૧) રૂંગટા સ્કુલ પાસે-રોટરી કલબથી ધી કુડીયા જવાના રસ્તા સુધી. (૨) સેન્ટ ઝેવિયર્સ અને કોન્વેન્ટ સ્કુલ પાસે-ઈન્ડીયન પેટ્રોલપંપ થી વસંતમીલ ઢાળ સુધી. (૩) વસંતમીલ ઢાળ, મહેદવિયા સ્કુલ પાસે-વસંતમીલ ઢાળ થી સૈયદ વાડના નાકા સુધી. (૪) છીપવાડ પ્રાથમિક શાળા, (જુની મોટા બજાર ચોકી પાસે) સૈયદ વાડના નાકા થી મહંમદપુરા સુધી. (૫) માટલીવાલા સ્કુલ પાસે-વસીલા બસ સ્ટેન્ડથી જુનાઈલ રીમાન્ડ હોમ સુધી. (૬) પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસે-પટેલ વેલ્ફેર હોસ્પીટલ કંપાઉન્ડ થી જંબુસર બાયપાસ. (૭) સિવિલ હોસ્પિટલ પાસે-શાલીમાર હોટલથી હિતેશ નગરના વળાંક સુધી. (૮) શબરી સ્કુલ પાસે - તાડખાડી થી ઓમ ટ્રેડીંગ સુધી. (૯) ઉન્નતિ વિદ્યાલય પાસે(ઝાડેશ્વર રોડ પર) - ઝાડેશ્વર પોલીસ ચોકીથી સાંઈબાબા મંદિર સુધી. (૧૦) શ્રવણ હાઈસ્કુલ પાસે-ગણેશ ટાઉનશીપ થી શ્રવણ ચોકડી સુધી. (૧૧) ગુડવિલ સ્વામિનારાયણ સ્કુલ પાસે-ગુડવીલ સ્વામિનારાયણ સ્કુલ થી પારલે પોલન્ટ સુધી. (૧૨) એમીટી સ્કુલ પાસે(દહેજ બાયપાસ રોડ)-મયુરી શો-રૂમ થી નિરવનગર સોસાયટી સુધી. (૧૩) ડિવાઈન હાર્ટ હોસ્પિટલ પાસે-પાંચબતી થી સ્ટેટ બેંક સુધી.
‘અંકલેશ્વર શહેર ખાતેના ‘પ્રતિબંધિત ગતિ ઝોન’
(૧) ચૌટાનાકા થી ભરૂચી નાકા ફાયર સ્ટેશન સુધી (૨) પિરામણનાકા થી ચૌટાનાકા સુધી (૩) શાક માર્કેટ ત્રણ રસ્તાથી પિરામણનાકા સુધી (૪) ઓ.એન.જી.સી. ઓવર બ્રીજ થી શાક માર્કેટ ત્રણ રસ્તા સુધી (૫) પ્રતિન ચોકી થી વાલીયા ચોકડી સુધી (૬) વાલીયા ચોકડી થી પ્રતિન ચોકી થી ગડખોલ પાટીયા સુધી ‘પ્રતિબંધિત ગતિ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
‘પ્રતિબંધિત ગતિ ઝોન’ વિસ્તારમાં ૩૦ કિ.મી. પ્રતિ કલાક થી વધારે ઝડપથી કોઈ વાહન ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ જાહેરનામું તા.૧૩/૦૩/૨૦૨૦ ના રાત્રી કલાક ૦૦.૦૦ થી અમલમાં મૂકવામાં આવે છે. આ જાહેરનામું ઈમરજન્સી સેવાઓના વાહનોને લાગુ પડશે નહી.
આ જાહેરનામાના આદેશાનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચે એક જાહેરનામા દ્વારા જણાવાયું છે.