Followers

Tuesday, 24 March 2020

કોરોના વાયરસ:મસ્જિદોમાં એહતીયાત અને ઇમાન તવકકુલ.

📋📋📋📋📋📋📋📋📋📋📋



🖋 *અબ્દુલ હફીઝ લાખાણી(એડિટર ગુજરાત સિયાસત. અમદાવાદ)*

મો. 9228746770 , 8141866933

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની મહામારીએ અત્યંત ભયંકર સ્વરૂપ લઈ દીધું છે સરકારે તેને રોકવા માટે 31 માર્ચ સુધી રાજ્યમાં લોકડાઉન જાહેર કર્યું છે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે ગુજરાતના મુસ્લિમોએ મસ્જિદો ચાલુ રાખવી , બંધ કરવી કે નમાઝીઓને આવતા રોકવા એ અંગેની ચર્ચા હાલ સોશિયલ મિડિયામાં ચાલી રહી છે
 કેટલાક માનવંતા મુસ્લિમો કહે છે કે આ સમગ્ર ઘટનાક્રમ આપણા ઈમાનની કમઝોરી બતાવે છે. જિંદગી અને મોત અલ્લાહના હાથમાં છે પછી ડરવાની શું જરૂર છે? હજુ પણ જોવામાં આવે છે કે મોટા ભાગની મસ્જિદોમાં સાવચેતીના કોઈ ખાસ પગલાં લેવાયા નથી કે આ અંગે કોઈ વિગતવાર સમજણ અપાઈ નથી
 હું એક સામાન્ય મુસ્લિમ છું અને પત્રકાર છુ. સાથોસાથ ઉમ્મતનો અત્યંત નાચીઝ ખાદીમ છું. મારા મનમાં અમુક વાતો આવી છે જે હું આપ સમક્ષ શેર કરું છુ.
કોરોના વાયરસ ની બીમારી એ ખુદા તરફથી એક પ્રકારની મોટી બલા છે , આફત છે અલ્લાહ તઆલા ઈન્સાનોને ખૈર અને શર્ર (સારી-ખરાબ ચીજો) આપીને તેની પરીક્ષા લે છે. મુસીબતો આમાલની બદલાયેલી શકલ છે. આ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ?
          શરિયતમાં આવી મહામારી (વબાઈ અમરાઝ) માટે મુખ્ય બે બાબતો આવે છે. એક તો અકીદો (તવકકુલ-ઈમાન). આપણું તવક્કલ એ છે કે અલ્લાહે નસીબમાં જે લખેલું છે તે જ થઈને રહેશે અલ્લાહ નો હુકમ જ સર્વોપરી છે ઉપરાંત બુખારી શરીફની હદીસમાં એવું આવે છે કે જેનો ખુલાસો છે કે ચેપ જેવું કશું નથી.
          બીજી મહત્વની વાત એ છે કે, એહતીયાત સાવચેતી પણ જરૂરી છે એક હદીસ નો ખુલાસો એ છે કે કોઢ જેને થઈ હોય તેને જોઈને સિંહને જોઇને ભાગતા હોય તે રીતે ભાગો. બીજી જગ્યાએ કહેવાયું છે કે જે બીમાર હોય તે બીજા લોકો પાસે ન જાય, હદીસ શરીફમાં આવે છે કે એકવાર અલ્લાહના રસુલ (સ.અ.વ.) મસ્જીદે નબવી માં બેઠા હતા ત્યારે એક ડેલિગેશન આપના હાથ પર બૈત કરવા આવ્યું તેમાં થી એક શખસને કોઢ (ઝૂઝામ)ની બિમારી હતી. આપ (સ.અ.વ.) એ તેને દૂરથી જ આવતા રોકી દીધો આ સાવચેતી નબી ખુદે કરી અને ઉમ્મત ને તાલીમ આપી.

          વરસાદની રાતમાં ખતરો હોય ત્યારે આપ (સ.અ.વ.) એ મસ્જિદોમાં ન જવાની વાતની તરફેણ કરી છે. પ્યાજ-લસણ ખાઈને આવતા લોકોને મસ્જિદ માં આવતા રોકી દીધા કેમકે કે બીજા મુસલમાનને નુકસાન-તકલીફ થવાની વકી છે તો અત્યારે તો કોરોનાનો નુકસાન-ભય તો હજ્જારો ગણો વધારે છે તો હંગામી ધોરણે મસ્જિદો બંધ કરવી કે મસ્જિદોમાં લોકો ઓછા આવે અને  પૂરો એહતીયાત કરે તેમાં શું ખોટું હોઈ શકે? હઝરત અબ્દુલ્લા ઇબ્ને અબ્બાસ (રદી) એ એક વાર જુમ્માની નમાજ રોકી દીધી તો લોકોએ વાંધો ઉઠાવ્યો તો આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે મારાથી સૌથી બહેતરીન વ્યક્તિ આપ (સ.અ.વ.) ને મે  આમ કરતા જોયા છે. 
          મુસલમાન કોઈપણ મુસીબતમાં ન મૂકાય અને બીજાઓને મુસીબતમાં ન મૂકે , આ સંજોગોમાં મસ્જિદમાં લોકોની ઓછી હાજરી થાય એ માટે કોશિશ કરવી , સાવચેતી લેવી,  મોટા મજમા થી દૂર રહેવું લાંબા-ચૌડા બયાનો કરતાં અટકવું , મુખ્તસર નમાઝ-ખુતબો  એ શરિયતનો ઐન  હુકમ છે શરિયતની ખિલાફ આ કોઈ બાબત નથી
          એક વાત યાદ રાખવી જોઈએ કે દિન ઇત્તિબાનું નામ છે કુરાન-હદીસ-સીરત પ્રમાણે જીવવા નું નામ શું છે આપણી મરજી , રગબત , મિજાજ પર ચાલવાનું નામ દિન નથી. સમજવું જોઈએ કે દુનિયા દારૂલ અસબાબ  છે અસબાબો ને ઇખ્ત્યાર કરવામાં ઈમાનની કમજોરી નથી બલ્કે એ સુન્નત છે અલ્લાહે આપણને કોમન સેન્સ પણ આપી છે જેનો ઉપયોગ પણ કરીએ. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ પ્રમાણે તદબીર ઇખ્ત્યાર કરીએ.સરકારની સુચનાઓનો અમલ પણ કરીએ ઇન્શાલ્લાહ આ મુસીબતનો સમય પણ ગુજરી જશે.
 છેલ્લે , હું કોઈ એહલે ઇલ્મ ફિકહ-ઇફતાનો માહીર નથી.માત્ર કલમનો સ્વામી છું મારા વિચારો રજૂ કર્યા છે મારી કોઈ ભૂલ હોય તો મુફતીઓ ,આલીમો જરૂર મારું ધ્યાન દોરે. અલ્લાહ બહેતર જાણનાર છે.


*"લેખક અબ્દુલ હફીઝ લાખાણી"* *અમદાવાદના સિનિયર પત્રકાર છે તેઓ ગુજરાત સિયાસત ના તંત્રી પ્રકાશક છે ઉપરાંત ઓલ ઇન્ડિયા મિલી કાઉન્સિલ ગુજરાત ચેપટરના મહામંત્રી છે*

📝📝📝📝📝📝📝📝📝📝📝📝

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...