Followers

Monday, 23 March 2020

corona ka dar bithane Social Media Masej

એશિયા એડિશનમાં પ્રસિદ્ધ થયેલ લેખમાં THE ECONOMIST મેગેઝીન વિશ્લેષણ _૨૧/૩/૨૦

દેશની જનતા નહીં સમજે તો કોરોના વાયરસ 
૨૫ એપ્રિલ સુધીમાં દેશમાં હાહાકાર મચાવી શકે છે 
.
આજસુધી ભારત સરકારે ખુબ જ સતર્કતા રાખીને સાવચેતીના તમામ નિર્ણયો લીધા છે અને એને કારણે કોરોના વાયરસની બિમારી હજુ સુધી ત્રીજા ફેઝમાં પ્રવેશી શકી નથી. પરંતુ  પરિસ્થિતિ હજુ પણ એટલી જ ગંભીર છે. સ્હેજ પણ ગાફેલ રહીશું તો આજથી એક મહિના બાદ એટલે કે એપ્રિલ ૨૫,૨૦૨૦ની આસપાસ ખુબ મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. કોરોના વાયરસ જેટલો લાંબો સમય દેશમાં રહેશે તેટલો વધારે હાહાકાર મચાવી શકે છે. માટે જ આપણે સૌએ ખુબ જ સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે. THE ECONOMIST મેગેઝીને કોરોનાના કારણે દુનિયા પર પડતા આર્થિક પ્રભાવનું ખુબ જ ઊંડાણથી વિશ્લેષણ માર્ચ ૨૧, ૨૦૨૦ની એશિયા એડિશનમાં કર્યું છે. વિશ્લેષણમાં તે દર્શાવે છે કે ભારતમાં ઓછી સંખ્યામાં પોઝિટિવ કેસ હોવાના કારણે સાચી સ્થિતિ સામે નથી આવી રહી. એપ્રિલ ૧૦ પછી જયારે સાચી પરિસ્થિતિ સામે આવશે ત્યારે કોરોના વાયરસનો ફેલાવાને અટકાવવા માટે સરકારને નાકે દમ આવી જશે.  
-------------------------------------
THE ECONOMISTનું વિશ્લેષણ 
-------------------------------------
એશિયા એડિશનમાં પ્રસિદ્ધ થયેલ લેખમાં THE ECONOMIST મેગેઝીન વિશ્લેષણ કરતાં જણાવે છે કે જો ભારત સરકાર કોરોના વાયરસને નિયંત્રણમાં લાવી નહીં શકે તો તે સ્થિતિમાં ભારત ઈટાલીમાં જે પરિસ્થિતિ હાલમાં ઉભી થઇ છે તેનાથી માત્ર એક મહિનો અને અમેરિકાની હાલની પરિસ્થિતિથી માત્ર પંદર દિવસ જ દૂર છે. લેખમાં દર્શાવ્યા મુજબ એપ્રિલ ૦૫, ૨૦૨૦થી ભારતમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ શકે છે. 
.
આથી હવે દેશના પ્રત્યેક નાગરિકની ફરજ બને છે કે હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહીએ. જો આપણે સાવચેત અને સચેત નહીં રહીએ તો જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો કોરોનાના પોઝિટીવ કેસ દિવસે નહીં વધે એટલા રાત્રે વધી શકે છે અને અંતે ઇટાલી અને અમેરિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
-----------------
વિશ્વવ્યાપી ટ્રેન્ડ 
-----------------
પોસ્ટમાં સાથે આપેલ ટેબલમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ઇટલી, અમેરિકા, ફ્રાંસ, જર્મની, સ્પેન અને ઈરાનમાં કેટલી ઝડપથી પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા માત્ર પંદર દિવસમાં જ (એટલે કે માર્ચ ૦૫ થી માર્ચ ૨૦ની વચ્ચે) અમેરિકામાં માત્ર ૯૯૪ પોઝિટીવ કેસ હતા તે વધીને આજે લગભગ ૨૦,૦૦૦ સુધી પહોંચવા આવ્યા છે. એટલે કે માત્ર પંદર દિવસમાં જ તે વીસ ગણા વધી ગયા. સ્પેનમાં માત્ર ૨૮૨ હતાં તે વધીને ૨૧,૫૭૧ સુધી પહોંચી ગયા છે. ઇટાલીમાં ૩,૮૫૮થી વધીને ૪૭,૦૨૧ થઇ ગયા છે. જર્મનીમાં માત્ર  ૫૪૫થી વધીને લગભગ ૨૦,૦૦૦ સુધી પહોંચી ગયા છે.
.
વિશ્વવ્યાપી ટ્રેન્ડ જોઈએ છીએ અને તેના આધારે ભારતની પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને ભારતના આવનારા પંદર દિવસનો વિચાર કરીએ છીએ તો તે અંગે વિચાર કરતાં જ હાંજા ગગડી જાય છે. ભારતમાં આજે ૨૭૪ પોઝિટીવ કેસ છે. જો વિશ્વના અન્ય દેશોની હાલની ટ્રેન્ડ જોઈએ તો તે આવનાર પંદર દિવસમાં જ એટલે કે એપ્રિલ ૦૫, ૨૦૨૦ સુધીમાં ભારતમાં પોઝિટીવ કેસ વધીને લગભગ ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ થઇ શકે છે. પરિસ્થિતિ ઉપર જો અંકુશ ન આવે તો એપ્રિલ ૨૫ સુધીમાં તે વધીને ૮૦,૦૦૦ સુધી પહોંચી શકે છે. કદાચ તે એક લાખની સંખ્યાએ પણ પહોંચી જઈ શકે છે. એટલે જ મેં કહ્યું કે આવનારા દિવસોનું વિશ્લેષણ કરીએ છીએ તો તે ખરેખર દિલને અંદરથી હલબલાવી નાંખે તેવું દર્શાવે છે.
.
એટલે જ મેં ગઈકાલની પોસ્ટમાં ૨૨ માર્ચના રોજ જનતા કરફ્યુ પછી COMPLETE LOCK DOWN અનિવાર્ય છે એવું દર્શાવ્યું હતું. 
-----------------------------------------------------
આજે એનાથી આગળ વધીને હું કહેવા માંગું છું કે 
-----------------------------------------------------
જો દેશની જનતા પોતાની મેળે ઘરની બહાર નીકળવાનું બંધ ન કરે તો સરકારે સમગ્ર દેશમાં ઓછામાં ઓછા દસથી બાર દિવસ માટે “કરફ્યુ” નાખી દેવો જોઈએ. 
.
(૦૧) હું એવું સ્પષ્ટ રીતે માનું છું કે માર્ચ ૨૫ થી એપ્રિલ ૦૫ સુધીનો કરફ્યુ સમગ્ર દેશમાં લાગુ પાડી દેવો જોઈએ. 
.
(૦૨) આ કરફ્યુનો અમલ બહુ જ કડકાઈથી કરાવવો એ પણ એટલું જ અનિવાર્ય છે. કારણ કે આપણા દેશની સંસ્કૃતિ અને જનતા એવી છે કે તે કરફ્યુ જોવા પણ બહાર નીકળશે. પોતાની બહાદુરી બતાવવા માટે પણ કરફ્યુમાં બહાર ફરી આવશે. આવું ન થાય તે માટે જરૂરિયાત લાગે તો અર્ધ-લશ્કરી દળોને ઉતારીને પણ સમગ્ર દેશમાં માર્ચ ૨૫ થી એપ્રિલ ૦૫ સુધી કરફ્યુનું કડકાઈથી પાલન કરાવવું અનિવાર્ય બની ગયું છે. તે સિવાય આપણા દેશની જનતા પોતાની રીતે પોતાની ફરજ બજાવશે નહીં. 
.
(૦૩) કરફ્યુ દરમિયાન જેઓ રોજ લાવીને રોજ કમાઈને ખાનારા લોકો છે તેઓ માટે બંને સમયે ગરમ ભોજન મળી રહે તેની વ્યવસ્થા એનજીઓના સહયોગથી સરકારે ઉભી કરવી જોઈએ. તદુપરાંત જે રીતે પુર કે એના જેવી કુદરતી આફત આવે છે ત્યારે ગરીબોને “કેશડોલ” આપવામાં આવે છે તેવી વ્યવસ્થા ગરીબો માટે ઉભી કરીને પણ સમગ્ર દેશમાં માર્ચ ૨૫ થી એપ્રિલ ૦૫ સુધી કરફ્યુનું કડકાઈથી પાલન કરાવવું જોઈએ. 
.
(૦૪) સમગ્ર દેશમાં માર્ચ ૨૫ થી એપ્રિલ ૦૫ સુધીના કરફ્યુ દરમિયાન સામાન્ય લોકોને દૂધ અને શાકભાજી મળી રહે તે અંગેની વ્યવસ્થા પણ એનજીઓ તથા અન્ય સ્વયંસેવી સસ્થાઓનો સાથ લઈને ઉભી કરવી અનિવાર્ય છે કે જેથી લોકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે. 
.
(૦૫) તે ઉપરાંત માર્ચ ૨૫ થી એપ્રિલ ૦૫ સુધીના કરફ્યુ દરમિયાન તબીબી સહાયની જરૂરિયાત ઉભી થાય તો તે અંગે ૧૦૮ જેવી સેવાઓ તથા ૧૦૪ જેવી સેવાઓનો ઉપયોગ ખુબ જ અસરકારક રીતે કરવો જોઈએ. 
------
અંતે 
------
ઉપર દર્શાવેલ તમામ બાબતોનું અસરકારક સંકલન કરીને સમગ્ર દેશમાં માર્ચ ૨૫ થી એપ્રિલ ૦૫ સુધી કરફ્યુનું કડકાઈથી પાલન કરાવવું જોઈએ. 
.
જો તેમ કરવામાં નિષ્ફળ જઈશું તો કોરોના વાયરસ ભારતમાં હાહાકાર મચાવી શકે છે. 
.
જો સાવધાની અને સતર્કતા સહેજ પણ હટશે તો તે બહુ મોટું નુકશાન થઇ શકે છે. 
.
સરકાર, નાગરિકો, એનજીઓ તથા સ્વયંસેવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોના ખુબ જ અસરકારક સંકલનથી કોરોનાની મહામારીને દેશવટો આપવાનો છે. સૌના સાથ વગર આ શક્ય નહીં બને. તમામે ખુબ જ જોર લગાવીને અસરકારક કાર્ય કરવું પડશે. 
.
જો આપણે એપ્રિલ ૦૫ સુધીના સમયમાં લગભગ માત્ર ૫,૦૦૦ જેટલા પોઝિટીવ કેસથી જ પસાર કરી લઈશું તો તે આપણી એક અનન્ય સિદ્ધિ હશે. દક્ષિણ કોરિયા આ કરી શક્યું છે. જો દક્ષિણ કોરિયા કરી શકતું હોય તો આપણે કેમ ન કરી શકીએ? 
.
જો આપણે સૌ સાથે મળીને કોરોનાની આપત્તિને અવસરમાં પલટી શકીશું તો ચમત્કાર આજે પણ થઇ શકે છે એવું આપણે સમગ્ર વિશ્વને માથું ઊંચું રાખીને કહી શકીશું.
.
નોંધ:
આ પોસ્ટને મોટી સંખ્યામાં શેર કરશો કે જેથી એક પ્રકારની જાગૃતિ કેળવાય અને તેને કારણે કોરોનાને હરાવવામાં મદદરૂપ થઇ શકાય.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...