Followers

Thursday, 9 April 2020

CAA અને NPR દ્વારા આવનારા વર્ષ 2020 થી 2024 સુધી

*ખાસ વાંચજો* *મોદી સરકાર તાજેતરમાં લાવેલા NRC, 
CAA અને NPR દ્વારા આવનારા વર્ષ 2020 થી 2024 સુધી 
માં બહુજનો (એસ.સી, એસ.ટી,ઓબીસી તથા શીખ,બૌધ,ઈસાઈ ધર્મના પછાત વર્ગના લોકો તથા મુસ્લિમ સમાજના લોકો)* માટે
કયુ ષડયંત્ર રચ્યું છે*
તેની સંપૂર્ણ માહિતી અહીં આપી છે..


સોપ્રથમ સમજીએ
2019 ના સુધારેલા NRC, CAA અને NPR શું છે તથા ડિટેન્શન સેન્ટર શું છે અને તેમાં શું થવાનું છે તથા ઘૂસણખોરો એટલે શું ...???

ચાલો આજે જાણીએ આના વિશે....

*NRC* = ભારતીય નાગરિકોનું નોંધણીપત્રક

નવા સુધારા પ્રમાણે ભારતના દરેક વ્યક્તિએ શહેરી કે ગ્રામ્ય કક્ષાએ લાઈનોમા ઊભા રહીને પોતાના પરિવાર તથા 1971 પહેલાંના પોતાના બાપ દાદાઓના ભારતમાં જન્મેલા હોય એવા જન્મના પ્રમાણપત્રના પૂરાવાઓ અને તેઓ ભારતના નાગરિક હતા એના પૂરાવાઓ રજૂ કરવાના

જે લોકો આ પૂરાવાઓ રજૂ કરી શકે તે ભારતીય નાગરિક છે એમ સાબિત થશે

અને જે લોકો આ પૂરાવાઓ રજૂ ના કરી શકે અથવા જેમના પૂરાવાઓમાં સ્પેલિંગની પણ ભૂલ જણાશે તો તે વ્યક્તિ તે જ સમયથી જ ભારતીય નાગરિક નથી
તેની ભારતીય નાગરિકતા રદ થઈ જશે અને તેને ઘૂસણખોર(ગેરકાયદેસર ભારત માં ઘૂસીને ભારતમાં રહેનાર બહારનો વ્યક્તિ) જાહેર કરી તેને ડિટેન્શન સેન્ટર એટલે અલગ જ પ્રકારની જેલ તેમાં મોકલી આપવામાં આવશે

આવા લોકો ફકત એસ.સી, એસ.ટી,ઓબીસી તથા મુસ્લિમ, શીખ સમુદાય માં છે
અને
આ NRC થી સૌથી વધુ નુકસાન આ લોકોને છે

એટલા માટે જ અત્યારે દેશના દરેક રાજ્યોમાં આ NRC રૂપી કાળા કાયદાનો સખત અહીંસક વિરોધ રેલીઓ દ્વારા થઈ રહ્યો છે

પણ આ વિરોધ ને દબાવવામાં માટે RSS અને ભાજપ ના ગુંડાઓ આ રેલીઓમાં ઘૂસી જઇને પોલીસ પર પથ્થરમારો કરે છે અથવા વિરોધ કરવા વાળાઓને ભડકાવી
આ અહીંસક વિરોધને હિંસક બનાવાનો પ્રયત્ન કરી રહ્યાં છે
અને આ લોકોને કોઈપણ વાંકગુના વગર જેલમાં મોકલી એક ડરનો માહોલ પેદા કરવાનું કામ કરી રહ્યા છે

આવા નીચ કામોમાં આપણી પોલીસ, વહેંચાઈ ગયેલું મીડિયા, ન્યુઝ પેપર વાળાઓ અને ભારતીય ન્યાયતંત્ર તથા સંસદ (લોકસભા અને રાજ્યસભા), રાષ્ટ્રપતિ તથા ભારતની જલસેના, વાયુસેના અને થલસેના ના પ્રમુખ પણ સામેલ છે
જેના કારણે આખા દેશમાં થઈ રહેલા આ વિરોધ ને બીજી રીતે આપણા આગળ બતાવવામાં આવી રહયો છે અને આ કાળા કાયદાઓના વિરોધને દેશદ્રોહ બતાવામાં આવી રહયો છે

આ બધા જ ખાતાઓમાં 95% ભાજપ અને RSS ના સવર્ણો (બ્રાહ્મણ, ક્ષત્રિય અને વાણીયા લોકો) છે

જેના કારણે આખા દેશમાં એક પછી એક બંધારણમાં સુધારાને નામે બંધારણ વિરોધી કાયદાઓ બનાવી બંધારણને ખતમ કરવાનું કામ કરી રહયા છે અને આ સવર્ણોની તાનાશાહી (હિટલર શાહી) ચાલી રહી છે

*CAA* =નાગરિકતા સંશોધન કાયદો

આ કાયદામાં એવો ઉલ્લેખ છે કે આ કાયદા દ્વારા આપણા 3 પાડોશી મુસ્લિમ દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન માં પિડાતા અલ્પસંખ્યક લોકોને ધર્મ ને આધારે ભારતીય નાગરિકતા આપવી

આ શરણાર્થીઓ પૈકી ફકત
હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી , જૈન, શીખ ધર્મના હશે એને જ ભારતીય નાગરિકતા મળશે 

પણ આ રીતે જો કોઈ મુસ્લિમ લોકો પિડાતા હોય તો તેને ભારતીય નાગરિકતા ના મળે

(ખરેખર જોઈએ તો ભારતના પાડોશી દેશો ની સંખ્યા 7 છે તો પછી આ કાયદામાં ફક્ત 3 જ દેશો કેમ લીધા..?

અને એ પણ મુસ્લિમ દેશો જ કેમ નક્કી કર્યા..?

એના પાછળ ભારત દેશના નિર્દોષ મુસ્લિમો અને ભારતના એસ.સી, એસ.ટી અને ઓબીસી ના લોકોની નાગરિકતા ની ચકાસણી કરવાને નામે આપણા બહુજનો ને બંધારણીય પાયાના અધિકારોથી હંમેશા માટે વંચિત કરી નાખવાનું બહુ મોટું કાવતરું છે)

આ નાગરિકતા મેળવવા માટે એક ફોર્મ ભરવું પડશે જેના આધારે ભારતની બહારના લોકોને ભારતની નાગરિકતા મળશે. 
પણ મુસ્લિમ લોકોને આ ફોર્મ દ્વારા ભારતીય નાગરિકતા મળશે નહીં.

એસ.સી, એસ.ટી,ઓબીસી તથા મુસ્લિમો અને ખ્રિસ્તી અને શીખ ધર્મ ના પછાત વર્ગના લોકો
ભારતના મૂળનિવાસીઓ છે  બંધારણ ને આધારે મળેલા આરક્ષણ, એસ. સી /એસ.ટી એકટ(એટ્રોસીટી કાયદો), વોટીંગનો, સંપતિ રાખવાનો એવા ઘણા બધા કાયદાકીય અધિકારો છે

જેનાથી સવર્ણોને પહેલા થી પ્રોબ્લેમ છે
અને તેઓ પહેલાથી જ આ અધિકારોના વિરોધી છે

આપણને મળેલા આ બધા જ અધિકારો ફકત ને ફકત SC ST OBC ને આધારે મળે છે ના કે હિંદુ ને આધારે

જો નાગરિકતાના ડોક્યુમેન્ટ કે જાતિના ડોક્યુમેન્ટ માં જો
SC ST OBC ને કાઢીને તેની જગ્યાએ ફકત હિંદુ, મુસ્લિમ, શીખ, બૌધ, ઈસાઈ કરી નાખવામાં આવે તો આપણને  બંધારણને આધારે મળેલા બધા જ અધિકારો એક ઝટકા માં જ છીનવાઈ જાય...!!! 

અને જો આમ થાય તો પછી એસ.સી, એસ.ટી,ઓબીસી તો ફકત હિન્દુ જ બનીને રહી જાય અને અધિકારવિહીન થઈ જાય તથા બીજા ધર્મો ના લોકો પણ અધિકારો વગરના ગુલામ (બ્રાહ્મણવાદી મનુંસ્મૃતીના શૂદ્રો બનીને રહી જાય)
આમ આ રીતે ભારતમાં હિન્દું રાષ્ટ્ર નું નિર્માણ થાય

અને આખા ભારતમાંથી બાબા સાહેબ આંબેડકર નું બંધારણ સંપૂર્ણ પણે નષ્ટ થઈ જાય

અને આ મનુવાદી (બ્રાહ્મણવાદી) સવર્ણો બાબા સાહેબ આંબેડકર ના બનાવેલા બંધારણ ની જગ્યાએ RSS, ભાજપ ના સહકારથી એક જ સાથે આખા દેશમાં મનુંસ્મૃતીને બંધારણ તરીકે લાગું કરી નાખે. આ રીતે બાહ્મણવાદી શાસન ની દેશમાં શરૂઆત થઈ જાય 

જેમાં ફકત બાહ્મણો જ સત્તા પર રહે
અને આખા દેશમાં ફક્ત બાહ્મણો, ક્ષત્રિયો,વૈશ્યો(વાણીયાઓ) અને શૂદ્રો (બહુજનો એટલે એસ.સી, એસ.ટી,ઓબીસી તથા મુસ્લિમ,શીખ, બૌધ, ઈસાઈ ધર્મના પછાત વર્ગના લોકો નો સમાવેશ થાય)
અસ્તિત્વમાં આવે.. 

આમ ભારતમાં ફરી થી ગુલામીની શરૂઆત થઈ જાય

પણ ખરેખર CAA લાવવા પાછળનું મુખ્ય કારણ
આ રીતે ભારત થી બહારના લોકો ને ભારતીય નાગરિકતાના બહાને

એક અધિકારવિહીન નાગરિકતા આપવાનું છે

અને
NRC દ્વારા આ દેશ ના હોવા છતાં ઘૂસણખોર જાહેર થયેલા લોકોમાંથી આ દેશના મુસ્લિમો આ CAA નામના કાળા કાયદા થી ભારતીય નાગરિકતાનું ફોર્મ ના ભરી શકવાને કારણે ફરીથી ભારતીય નાગરિક નહીં બની શકે એટલે ભારતના મુસ્લિમો હંમેશા જેલમાં ગુલામનું જીવન જીવશે

રહ્યા આપણા 
એસ.સી, એસ.ટી,ઓબીસી તથા શીખ, બૌધ, ઈસાઈ ધર્મ ના પછાત વર્ગના લોકોને અધિકારવિહીન નાગરિકતા આપશે
અને હિન્દું રાષ્ટ્રનું નિર્માણ કરશે. 

એટલા માટે જ અત્યારે દેશના દરેક રાજ્યોમાં આ NRC/CAA રૂપી કાળા કાયદાનો સખત અહીંસક વિરોધ રેલીઓ દ્વારા થઈ રહ્યો છે

આટલા વ્યાપક વિરોધ ને જોતા  હવે સરકારને પણ લાગી રહ્યું છે કે હવે અમે ડાયરેક્ટ આ NRC / CAA કાળો કાયદો લાગું નહીં કરી શકીએ 

તો હવે સરકારે એક નવું પેતરું શોધી કાઢયું છે જેનું નામ 
NPR છે
જે કામ પહેલાં NRC/CAA દ્વારા કરવાનું હતું એ જ કામ હવે NPR દ્વારા થશે

આ NPR એ NRIC મતલબ NRC પ્રક્રિયાની શરૂઆતનું જ પ્રથમ પગથિયું છે 
જે આગળ જતાં NRC તરીકે ઓળખાશે

*NPR* = રાષ્ટ્રીય વસ્તી ગણતરી રેકોર્ડ

તાજેતરમાં વસ્તી ગણતરી કાર્યક્રમ મા પણ નવા સુધારા થયા છે
2010 માં જે વસ્તી ગણતરી વસ્તી ગણતરી થઈ હતી એ વખત ના નિયમો થી બિલકુલ નવા નિયમો

પહેલાં આપણે ઘરે વસ્તી ગણતરી માટે આવેલા અધિકારીને સામાન્ય માહિતી આપતાં હતાં
જેની જગ્યાએ હવે આપણે લોકોએ 20 માહિતી ઘરે આવેલા અધિકારીને આપવી પડશે

જેમાં નવી ઉમેરાયેલ માહિતી આ મુજબ છે

*તમારા દાદાનું પુરૂનામ, સરનામું, જન્મતારીખ
*તમારી દાદીનું પુરૂનામ, સરનામું, જન્મતારીખ
*તમારી રાષ્ટ્રીયતા મતલબ તમે ભારતીય છો કે નહીં તે
*તમારું હાલનું અને કાયમી સરનામું
*તમારો મોબાઇલ નંબર
*તમારો આધારકાડૅ નંબર
*તમારો પાનકાડૅ નંબર
*તમારો પાસપોર્ટ નંબર
*તમારો ધર્મ

જેવા વાહિયાત અને બેબુનિયાદ સવાલો
કરવામાં આવશે

જેની તમારે સાચી માહિતી આપવી જ પડશે અને જો તમે આ માહિતીમાંથી અમુક માહિતી નહીં આપી શકો તો એના આધારે એ અધિકારી તમે ભારતીય નાગરિક છો કે નહીં તે એના રેકોર્ડ માં નોંધણી કરશે

જેના આધારે દરેકે દરેક ઘરનાં વ્યક્તિની વસ્તી ગણતરી કરવામાં આવશે 

આ રીતે સરકાર પોતાના કાળા કાયદા (NRC/CAA) ના અમલનો ખોટો ઈરાદો NPR (નવા સુધારેલા વસ્તી ગણતરી ના ખોટા કાયદા મુજબ)
ના માધ્યમથી પાર પાડશે

આમ NRC / CAA  અને NPRમાં બંધારણ ની 14,15 અને 21 તથા અન્ય કલમો નું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે

તો પણ આ ભાજપ સરકાર આ બંધારણ વિરોધી કાળા કાયદા આખા દેશમાં લાગું કરવા માટે તૈયાર છે

*ડિટેન્શન સેન્ટર* =

ડિટેન્શન સેન્ટર એટલે એક વિશિષ્ટ પ્રકારની જેલ
 (જેમાં એક 12 સેમી બાય 12 સેમી નો રૂમ જેમાં 600 માણસોને રાખવામાં આવશે અને તેમાં ફકત 3 સંડાસ/બાથરૂમ હશે અને જેમાં સવારે શાક રોટલી અને રાત્રે ફકત દાળ-ભાત મળશે
અને ત્યાં કોઈપણ જાતની બીજી સુવિધાઓ નહીં હોય તેવી જેની આપડે ક્યારેય સપના મા પણ કલ્પના ના કરી હોય એવી દદૅનાક જેલ. 

*ઘૂસણખોરો*=

ઘૂસણખોરો એટલે એવા લોકો કે જેમની પાસે ભારતીય નાગરિકતા નથી
અને જે ભારતની બહારના છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હોય એવા લોકો. 

દરેક એસ.સી, એસ.ટી,ઓબીસી તથા અન્ય પછાત વર્ગના લોકો પોતાના મગજમાંથી એક ગેરસમજ જરૂર દૂર કરી નાખે કે મુસ્લિમો આપણા વિરોધીઓ છે આ વાત ખરેખર તદ્દન ખોટી છે

કારણ કે મુસ્લિમો પણ આ દેશના મુલનિવાસીઓ છે અને એમને પણ આપણા સાથે મળીને આઝાદીની લડત લડી હતી

બીજી વાત મુસ્લિમો એ ક્યારેય આપણા આરક્ષણ નો વિરોધ નથી કર્યો પરંતુ હંમેશા આપણા આરક્ષણનો સપોર્ટ કર્યો છે

આરક્ષણ, એસ.સી/એસ.ટી કાયદા અને આપણા બંધારણ ના ખરેખર વિરોધીઓ તો આ સવણૉ(બ્રાહ્મણ, ક્ષત્રિય અને વાણીયા છે) 

બ્રાહ્મણો એ પહેલાંથી જ એસ.સી, એસ.ટી,ઓબીસી ના લોકોને ખોટી રીતે હિન્દુ જાહેર કરીને મુસ્લિમો ની સામે કરીને આપણા લોકો ને અને મુસ્લિમો ને અંદરોઅંદર લડાવ્યા છે જેથી આપણે ક્યારેય એક ના થઈ શકીએ અને તેમની મનુવાદી વિચારધારા અને તેમની ધમૅના નામની ગુલામીમાંથી બહાર નીકળી ના શકીએ 

તો હવે બધા વેરઝેર સાઈડમાં મુકીને
બધાં જ એસ.સી, એસ.ટી,ઓબીસી તથા મુસ્લિમો એક થઈને એક મંચ પર ભેગા મળીને આ બાહ્મણવાદી ગુલામીમાંથી બહાર નીકળવા માટે આઝાદી ની લડત લડવા માટે તૈયાર થઈ જાવો

બીજી એક મુદ્દાની વાત
તાજેતરમાં બનેલો કાળો કાયદો  NRC/CAA (નાગરિકતા ધારો) અને 2019 નો NPR (2010 માં વસ્તી ગણતરી જેના આધારે કરવામાં આવતી હતી તેનાથી ટોટલ વિરુદ્ધ
તાજેતરમાં ડિસેમ્બર 2019 ના વસ્તી ગણતરી ના આ ગણતરીમાં કરવામાં પાયાના સુધારા કરવામાં આવેલા છે.
ટૂંકમાં સરકાર વસ્તી ગણતરી ના આ નવા સુધારાઓ દ્વારા જ વસ્તી ગણતરી ના આ પહેલાં પગથિયાં મારફતે જ NRC & CAA ના કાળા કાયદા ની શરૂઆત કરવા માગે છે)
ખરેખર આ કાયદો જેટલો એસ.સી, એસ.ટી,ઓબીસી ના લોકો માટે ખતરનાક છે એટલો મુસ્લિમો માટે નથી
કેમકે મોટા ભાગના મુસ્લિમો પાસે તો તેમની નાગરિકતા ના પુરાવા છે જેની સામે આપણા
એસ.સી, એસ.ટી,ઓબીસી ના 100% લોકો માંથી ફક્ત 20% લોકો પાસે જ પોતાની નાગરિકતા ના પુરાવા છે
એનો મતલબ આપણી 80% લોકો પાસે તો પુરાવા જ નથી

આ પુરાવાઓ ના હોવા પાછળનું સૌથી મોટું કારણ આપણાં એસ.સી, એસ.ટી,ઓબીસી ના લોકો ની ગરીબી, શિક્ષણ નો અભાવ અને જમીન ના હોવી 
ગરીબી ના કારણે આપણા બાપ દાદાઓ 100% શિક્ષણ ના લઈ શક્યા જેથી 80 થી 90% આપણા પૂર્વજો અભણ હતા.
ગરીબી અને જમીનો ના હોવાથી આપણા પૂર્વજો જોડે પોતાની નાગરિકતા ના કોઈ પૂરાવા પણ નહીં હોય.. 

નાગરિકતા કાયદા 1955 માં ઘણી વખત સુધારા થયેલા છે પણ 10 ડિસેમ્બર 2019 ના રોજ નવા નાગરિકતાના સુધારા મુજબ (એટલે કે NRC મુજબ)
ભારત ના દરેક નાગરિકે શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં નીચ ભાજપ સરકાર દ્વારા નક્કી કરેલી કચેરી એ લોકોએ લાઈન મા ઊભા રહીને 1971 પહેલાંના પોતાના અને પોતાના બાપ દાદાઓના પૂરાવાઓ રજૂ કરવા પડશે
અને જો કોઈ પણ વ્યક્તિ પોતાની નાગરિકતાના પુરાવાઓ ના રજૂ કરી શકે અથવા રજૂ કરેલા પૂરાવાઓ માં જો તપાસ કરનાર અધિકારી ને જરાય ભૂલ જણાય તો તેઓ તેવા દરેક વ્યક્તિની ગણતરી ભારતીય નાગરિક નથી એમ કરશે 
અને તેવા લોકોની ભારતીય નાગરિકતા એ જ સમયે ખતમ થઈ જશે અને એવા લોકોને ઘૂસણખોરો જાહેર કરવામાં આવશે અને પહેલા તેમને નાગરિકતા ને આધારે જે હકો અને અધિકારો મળેલા હતા એ બધા જ છીનવાઈ જશે (ભારતીય નાગરિકતાના નહિ રહે તો વોટ આપવાનો અધિકાર અને આપણી સંપત્તિ પર પણ આપણો કોઈ હક નહીં રહે ટૂંકમાં બંધારણ ને આધારે મળેલા બધા જ પ્રકારના અધિકારો છીનવાઈ જશે) તથા તે બધા જ લોકોની બધી જ સંપત્તિ આ નીચ ભાજપ સરકાર દ્વારા જપ્ત કરી લેવામાં આવશે અને એ લોકોની ધરપકડ કરી એમને હાલમાં જેને 
*ડિટેન્શન સેન્ટરમાં* 
મોકલી દેવામાં આવશે.

એકવાર શાંત મગજ થી વિચારો કે આ રીતે જ્યારે દરેકના ઘરોમાંથી 
નાગરિકતા સાબિત નહીં કરનાર માણસો (યુવાન, ઘરડાં, સ્ત્રીઓ, પુરૂષો તથા નાના મોટા  બાળકો એમ દરેક માણસોને) 
બળજબરીપૂવૅક જેલમાં ધકેલી દેવામાં આવશે ત્યારે શું પરીસ્થીતી થશે

એટલે દરે બહુજનો અમીર/ગરીબ, ઊંચનીંચ અને વેરઝેર ની ભાવનાઓ છોડીને એકથઈ જાઓ

મુસ્લિમો અને બહુજનો (એસ.સી, એસ.ટી,ઓબીસી સમાજ બધા લોકો) એક થઈ ઘરોમાંથી બહાર નીકળી રોડ પર આવીને આ કાળા કાયદા નો વિરોધ કરો. 

હજુ આ કાળા કાયદાઓ આખા દેશમાં લાગુ પડે અને આપણા બહુજન સમાજ ના લોકોને પોતાના હકો અને અધિકારોથી વંચિત થવું પડે એના પહેલાં જાગી જાઓ..

આપણે આપણા હકો અને અધિકારોની લડાઈ અને બંધારણ ની રક્ષા જાતે જાગૃત થઈ અને બીજા બહુજન સમાજના લોકો ને જાગૃત કરીને
બધાના સાથ સહકારથી લડવી પડશે..

નહિ તો એક વાત જરૂર યાદ રાખજો કે
👇👇👇
"" હવે કોઈ બાબા સાહેબ આંબેડકર નવો જન્મ લઈને આપણા બંધારણ અને આપણા હકો અને અધિકારોની લડાઈ લડવા ક્યારેય નહીં આવે.."" 
👆👆👆👆
(ઉપર જણાવેલ NRC/CAA અને NPR ની માહિતી 1000% સાચી છે જે બહુ જ મહેનત અને વિશ્ર્લેષણ ના આધારે તૈયાર કરેલી છે) 

બધાં જ બહુજનો એક થઈ આ NRC/CAA અને NPR નો ગુજરાત માં ઠેરઠેર ખુલ્લેઆમ અહીંસક વિરોધ કરો અને ગુજરાતમાં NRC/CAA અને NPR ના બંધારણ વિરોધી કાયદા નો અમલ થતાં રોકો.

હજું પણ આપણી જોડે સમય છે
ગુજરાત ના બહુજનો (એસ.સી, એસ.ટી અને ઓબીસી ના લોકો) જાગો નહિ તો તમારી ગુલામીના દિવસો દૂર નથી

આ મેસેજ ને તમારા દરેકે દરેક બહુજન (એસ.સી, એસ.ટી અને ઓબીસી ના લોકો) લોકો અને દરેકે દરેક જય ભીમ અને બંધારણ ને માનનારા ગ્રુપ અને લોકો સુધી પહોંચાડો જેથી ગુજરાત ના દરેક એસ.સી, એસ.ટી અને ઓબીસી ના લોકો ને આ કાળા કાયદાની સાચી માહિતી મળે અને લોકો ની આ કાળા કાયદા પ્રત્યે ની ગેરસમજ દૂર થાય
અને સરકારના કાળા કારનામા બહાર આવે

ક્રાંતિકારી જય ભીમ
જય ભારત 
નમો બુદ્ધાય

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...