Followers

Saturday, 18 April 2020

Ramjan 2020 lockdown covid 19

*લોક ડાઉન માં_______*
*રમઝાનુલ મુબારકની દિનચર્યા બાબતે...*
*દીની અને મિલ્લી સંગઠનોના ઝીમ્મેદાર અને પ્રતિનિધિઓની એક જરૂરી અપીલ...*

 ૧૭ એપ્રિલ ૨૦૨૦
 
દેશમાં લોકડાઉનની મુદ્દત માં વધારો કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં ઇબાદત-ગાહોમાં લોકોના    ભેગા થવા પર પાબંદી ચાલુ જ રાખવામાં આવી છે.
 મુસલમાનોએ અલ્હમદુલિલ્લાહ લોક ડાઉન પર અમલ કર્યો છે ત્યાં સુધી કે, ભારે મને મસ્જિદમાં પાંચ વખતની અને જુમ્માની પણ નમાઝની અદાયગી પર રોક લગાવાઈ રાખી છે. હવે એપ્રિલ ૨૦૨૦ ના છેલ્લા     અઠવાડિયાથી માહે રમઝાન-ઉલ-મુબારક શરૂ થવા જઈ રહ્યો છે. આ મુસલામાનો માટે બહુ  જ મહત્તા ધરાવતો મહિનો છે. જેમાં સૌ ઈબાદતનો ખાસ એહતેમામ કરે છે.

 લોકડાઉન માં રમઝાન-ઉલ-મુબારકની જાણકારીના પ્રમાણે દેશના દીની અને મિલ્લી સંગઠનોના ઝીમ્મેદાર અને પ્રતિનિધિઓ તરફથી અપીલ છે. ઉમ્મીદ છે કે, એના પર અમલ કરવામાં આવશે.

૧- કોરોના થી બચવા માટે જેવી રીતે અત્યાર સુધી અમલ કરવામાં આવ્યો છે કે મસ્જિદ માં અઝાન આપવામાં આવે છે અને કેટલાક લોકો જમાત સાથે નમાઝ અદા કરે છે , અને બાકીના તમામ લોકો પોતાના ઘરોમાં નમાઝ પઢી રહ્યા છે , આજ મામલો રમઝાનુલ મુબારકમાં પણ ચાલુ રાખવામાં આવે.

૨- કોઈ શરઈ કારણ વગર રોઝાને ટાળવામાં ના આવે.

૩- બધા પોતાના ઘરોમાં જ સેહરી અને ઈફ્તાર કરે.

૪- નમાઝે તરાવિહનો એહ્તેમામ પણ ઘરોમાં રહીને વ્યક્તિગત અથવા જમાતથી ઘરવાળાઓ સાથે મળીને કરવામાં આવે. આડોશી - પડોશીના ઘરોથી લોકોને ભેગા કરવાની કોશીશ કરવામાં ન આવે.

૫- લોકો રમઝાન માં બજારો માં જવાથી પરહેઝ કરે ખાસ કરીને ઈફ્તારથી પેહલા ખરીદારીની ભીડ થી બચે.

૬- રમઝાનની રાતોમાં અહીં- તહીં ફરવાથી સખ્તીથી પરહેજ કરવામાં આવે.

૭- વધારેમાં વધારે કુર્આનની તિલાવત કરવાના સાથે કુર્આનને સમજવાની પણ કોશિશ કરવામાં આવે. એના માટે કોઈ તરજુમાં કુરાન અને તફસીરની મદદ લેવામાં આવે.

૮- આ સમયને પોતાના ઘરવાળાઓની તરબિયત માટે ઉપયોગ કરવામાં આવે -  થોડો સમય એમના સાથે બેસીને હદીસનો તરજુમો કરવામાં આવે અને કોઈ દિની કિતાબ પઢવામાં આવે.

૯- કુરાન અને હદીસની ઓનલાઈન તરબીયત અને તઝકિરી દર્સ તૈયાર કરવા જોઈએ જેનાથી લાભ મળી શકે.

૧૦- તૌબા અને અસ્તગફાર, અને અઝકાર અને દુઆઓનો ખાસ એહતેમામ કરવામાં આવે.

૧૧- માહે રમઝાનમાં રિશ્તેદારો, પાડોશીઓ અને જરૂરતમંદની ખાસ ખબર લેવામાં આવે અને વધારેમાં વધારે સદકા અને ખૈરાત કરવામાં આવે કારણ કે સદકાં બલાને ટાળે છે. 

અલ્લાહ તઆલાથી દુઆ છે કે, જલ્દી થી જલ્દી આ બીમારીનો ખાત્મો કરે અને રોજિંદી જિંદગી અતા કરે .

:- અપીલ ગુઝારિશ :-

૧- મૌલાના તોકિર રઝા ખાન સદર, મુસ્લિમ ઈત્તિહાદ પરિષદ-બરેલી

૨- મૌલાના સૈયદ મેહમુદ મદની, સેકેરેટરી જનરલ જમાઅતે ઉલ્માં હિંદ

૩- મૌલાના વલી રેહમાની જનરલ સેક્રટરી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

૪- જનાબ સૈયદ સઆદતુલ્લાહ હુસૈની, અમીર જમાઅતે ઈસ્લામી હિંદ 

૫- મૌલાના અસગર અલી ઇમામ સલફી અમીર મર્કઝીજમિયત એહલે હદીસ દિલ્લી

૬- ડોક્ટર મેહમુદ મંઝુર આલીમ જનરલ સેક્રટરી મિલ્લી કાઉન્સિલ 

૭- મૌલાના મુફ્તી મેહમુદ મુક્રમ શાહી ઇમામ મસ્જિદ ફતહપૂરી દિલ્લી

૮- મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરી, સદર શરીઆ કાઉન્સિલ જમાઅતે ઈસ્લામી હિંદ

૯-  મૌલાના ખાલિદ સૈુફુલ્લાહ રેહ્માની, સેક્રેટરી ઈસ્લામી ફિકહ એકેડમી 

૧૦- મૌલાના સૈયદ સુલેમાન હુસેની નદવી નાઝીમ જમીઆ સિદ એહમદ શહીદ મલી આબાદ

૧૧- ડોક્ટર ઝફરૂલ ઇસ્લામ ખાન, સદર ઇકલિતી કમિશન દિલ્લી

૧૨- મૌલાના મોહસીન તકવી ઇમામ જુમ્મા શિય આજામે મસ્જિદ દિલ્લી

૧૩- મુફ્તી રાજીક નુમાઇન્દા મૌલાના અરશદ મદની,સદર જમિયતે ઉલ્મા હિંદ

૧૪- જનાબ લબિદ શાફી સદર, ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા

૧૫- મૌલાના સગીર એહમદ ખાન અમીર શરીઅત કર્ણાટક

૧૬- મોલાના મેહમુદ તનવીર હાશ્મી, સદર ,એહલે સુન્નત વલ જમાત કર્ણાટક 

૧૭- જનાબ ઝહિરુંદ્દીન અલી ખાન ઇંડર સિયાસત

૧૮- પ્રોફેસર અખ્તરૂલ વસી, સદર, જોધપુરોની વરિષ્ઠ રાજસ્થાન

૧૯- મૌલાના મેહમુદ રઝિઉલ ઇસ્લામ નદવી સેક્રેટરી જમાત ઇસ્લામી હિંદ

૨૦- પ્રોફેસર અબ્દુર રહીમ કદવાઈ ડિરેક્ટર કુરાન સેન્ટર અલીગઢ મુસ્લિમ યુનિ વરિષ્ઠ અલીગઢ

૨૧- મૌલાના હાફિઝ સૈયદ અત હર  અલી  નઝુમ જામી મુહમ્મદ દિયા મુંબઈ

૨૨- મૌલાના મેહમુદ માની મિય પીર તરિકત મુંબઈ

૨૩- મૌલાના અમીન ઉસ્માની સેક્રેટરી ઇસ્લામિક ફિકહ એકેડેમી ઇન્ડિયા દિલ્હી

૨૪- મૌલાના શબીર એહમદ નદવિ નાઝિમ જમાત ઇસ્લહુલ બનાત બેંગ્લોર 

૨૫- મૌલાના મુફ્તી મેહફૂઝ અર રેહમાંન ઉસ્માની નઝીમ જમાત અલ કાસિમ સોપુલ બિહાર         

૨૬- જનાબ મુજતબા ફારૂકી જનરલ સેકરેટરી ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલીસ મુસાવરાત.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...