"રે, તુહી" (અલ્લાહ ની રાહ)
اَلَّذِیۡنَ اٰمَنُوۡا وَ ہَاجَرُوۡا وَ جٰہَدُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ بِاَمۡوَالِہِمۡ وَ اَنۡفُسِہِمۡ ۙ اَعۡظَمُ دَرَجَۃً عِنۡدَ اللّٰہِ ؕ وَ اُولٰٓئِکَ ہُمُ الۡفَآئِزُوۡنَ ﴿۲۰﴾
અલ્લાહના નજીક તો આ બંને સમાન નથી અને અલ્લાહ જાલિમોને માર્ગદર્શન કરતો નથી. અલ્લાહને ત્યાં તો તે જ લોકોનો દરજ્જો ઊંચો છે જેઓ ઈમાન લાવ્યા અને જેમણે તેના માર્ગમાં ઘરબાર છોડ્યા અને જાન અને માલથી સંઘર્ષકર્યો, તેઓ જ સફળ છે.
(સૂરઃ અત્-તૌબા:20)
જેઓ પોતાના ઘરબાર, વતન છોડીને અલ્લાહની રાહમાં નીકળે છે, જેઓ શહીદોમાં નામ લખાવે છે. નબીઓ, સહાબીઓ, ઈમામો અને વલીઓના બલિદાનને દુનિયા યાદ કરે છે. લોકોની ભલાઈ માટે હર ચીજનો ત્યાગ કરી દીધો.
હ. ઈમામ હુસૈન (અ.સ) :
એકવાર મરવાનું છે એ વાત નકકી છે. તો કેમ અલ્લાહ ની રાહમાં ન મરવું.
જેનું મરણ થાય છે એ અલ્લાહ ની રહેમતમાં જાય છે. અને અલ્લાહ ની રાહમાં જેનું મરણ થાય છે એ સ્મરણ ( શહીદ) માં જાય છે.
જે દુનિયા માટે મિસાલ હોય છે.
ઈશ્ક -A-ઈલાહી
હ.મશાયખ રહે. :
મકતુલનામા
વખત પોચા સહી મરનારે,
નાં જીવે કોઈ અદ કા દિન રે.
દરેકના મોતનો સમય અને દિવસ નક્કી છે. એમાં કોઈ બાંધ છોડ કરવામાં નહી આવે.
રહેવેગી બાદ નેક નામી યારે,
સુન સુન રાખો એ મન રે.
અય મારા દિનના ભાઈ યાદ રાખજો કે, નેક કામો કર્યા હશે તો એજ તમે દુનિયા માં છોડીને જશો. એ તમારી સુવાસ હશે. અને આખેરતની કમાણી હશે.
રહેવેગી જગ માંહી બાતડી રે.
જેસી કરોગે પીત રે.
અલ્લાહ સાથે ની મોહબ્બત તમને દીન- ધરમ તરફ લઈ જશે. સદ્કાર્યો ની જગતમાં બાતડી (વાત) મૂકાશે.
દેશ માટે શહીદ સૈનિકને પણ લોકો યાદ કરે છે.
દુનિયામાં ઓછા માણસોને અંતિમ મંઝિલ ની ખબર હોય છે.
બાદશાહ હોય કે ગુલામ,
તવંગર હોય કે મૂફલીસ,
શેઠ હોય કે નોકર બધાજ એની રહેમતના જરૂરતમંદ છે.
ઝાડ એ જમીનની નીચે પાતાળમાંથી અને ઉપર આસમાનમાંથી ખોરાક લે છે.