હું હમણાં પોસ્ટ નોહતો જ કરવાનો છતાં ના છૂટકે લખવું પડે છે કે, જમ્મુ-કાશ્મીર ના મુદ્દે અંધ ઘેટાંઓ જેવું વર્તન ના કરશો. મને ખબર છે મારી આ પોસ્ટ નો પણ ભરપૂર વિરોધ થશે પરંતુ મને તેના થી કોઇ ફર્ક પડતો નથી.
જમ્મુ-કાશ્મીર માં #આર્ટિકલ_370 અને #આર્ટિકલ_35_A ના મુદ્દા ને સમજવા માટે પેહલા તો અંધ ભક્તિ અને ઘેટાં બુદ્ધિ માં થી બહાર આવવું પડશે.
દલિતો ને સોસિયલ મીડિયા માં "હરખ પદુડા" થતા જોઇ ખૂબ જ દુઃખ લાગે છે કે તમે ક્યાં "રાષ્ટ્ર" ની અંધ ભક્તિ માં લિન થઇ ગયા જ્યાં આઝાદી ના આટલા વર્ષે પછી પણ તમને તમારી મરજી થી જીવન જીવવા ના અધિકારો નથી મળ્યા એ એ રાષ્ટ્રપ્રેમ..?
જે લોકો બાબા સાહેબ ના નામે લુલો બચાવ કરતા હોય કે બાબા સાહેબ નું સપનું પૂરું થયું આ બિલ પસાર થયા પછી તો, આ બિલ ના અગાઉ જે બિલ પસાર થયું #UAPA તેના વિસે પણ પૂર્ણ જાણકારી લઇ લેવી જોઇએ બાબા સાહેબે એવા બિલ ના સપના તો ક્યારેય નોહતા જ જોયા જેમાં વ્યક્તિ પોતાના હક અને અધિકાર માટે પણ ના લડી શકે. આ વાત સમજ્યા પછી વરસાદીયા દેડકા ની જેમ કુદકા મારવા.
તે બિલ નો સીધો મતલબ એ થાય છે કે, શહેરોમાં ગરીબો શોષીતો ના હક અને અધિકાર માટે લડતા સામાજિક કાર્યકરો અને એક્ટિવિસ્ટો ને શહેરી નક્ષલી ઘોષિત કરી જેલ ભેગા કરવા.
હવે અત્યાર ના સમય માં સૌથી વધુ દલિતો અને મુસ્લિમો જ પોતાના હક અને અધિકારો માટે લડે છે તો સમજી શકાય કે એ બિલ નો સીધો નિશાનો કોણ બનશે.
હજી સમજણ પડે છે કે બુદ્ધિ ઘાસ ચરવા ગઇ છે ?
આ સરકાર દલિત અને મુસ્લિમ વિરોધી છે એ ક્યારે સમજણ પડશે જ્યારે ઘર માં ઘુસી ગોળીઓ થી વીંધી નાખશે ત્યારે ?
બાબા સાહેબ જ્યારે 370 નો વિરોધ કરતા હતા ત્યારની કાશ્મીર ની પરિસ્થિતિ અલગ હતી અને દેશ માં મુસ્લિમો ની હાલત અલગ હતી. જ્યારે અત્યારે આ બિલ ફક્ત અને ફક્ત ગરીબ લોકો ના મગજ માં "રાષ્ટ્રવાદ" નો મુદ્દો ઠુસી ગરીબી, બેરોજગારી, મોંઘવારી,મહિલા અત્યાચારો, શિક્ષણ, કુપોષણ, ખાડે જતું અર્થતંત્ર અને ડોલર સામે તૂટતો રૂપિયો આ બધા જ મુદ્દે થી ધ્યાન ભકટકાવવા ના ધંધા છે.
ઇ.સ 1992 માં જ્યારે બાબરી મસ્જિદ ધ્વંસ થઇ ત્યારે પણ દલિતો ને હાથા તરીકે ઉપયોગ થયો હતો મુસ્લિમો વિરુદ્ધ અને જ્યારે એટ્રોસિટી એકટ નાબૂદ થયો ત્યારે પણ એક દલિત રાષ્ટ્રપતિ હતા અને અત્યારે જ્યારે આ RTI (રાઇટ ટુ ઇન્ફોર્મેશન) એકટ, UAPA (અનલોફુ એક્ટિવિટીસ પ્રિવેન્સન અમેડમેન્ટ્સ) અને આર્ટિકલ 370 અને 35-A માં તોડમરોડ કરવા માં આવી રહ્યા છે ત્યારે પણ (દલિત) રાષ્ટ્રપતિ ફક્ત અને ફક્ત એક રોબર્ટ ની ભૂમિકા ભજવી રહ્યા છે.
જર્મની માં જ્યારે હિટલર ની સરમુખત્યારશાહી નું સાશન હતું ત્યારે પણ લોકો ને આમ જ ગરીબી, બેરોજગારી અને મોંઘવારી ના મુદ્દે થી ધ્યાન ભટકાવી રાષ્ટ્રપ્રેમ ના ગાણા ગાવડાવવા માં આવતા હતા. જ્યારે જર્મની ના લોકો ની આંખ ખુલી ત્યારે જર્મની ની સ્થિતિ અને અને જર્મની ના લોકો ની સ્થિતિ ખૂબ જ દયનિય હતી. આજે આપણે પણ એ જ જગ્યાએ ઉભા છીએ હવે આપણે નક્કી કરવા નું કે આ ખોખલો અને બોદો રાષ્ટ્રપ્રેમ જોઇએ છે કે બે ટેંક નો શાંતિ નો રોટલો..?
જેવા બીલો પસાર થઇ રહ્યા છે એક પછી એક એ જોતાં એવું લાગે છે કે સાહેબ 2024 ની તૈયારીઓ કરી રહ્યા છે. RSS ના સો વર્ષ પૂર્ણ થતાં ની સાથેજ આ દેશ ને "હિંદુરાષ્ટ્ર" ઘોષિત કરી જાતિવાદ ને વધુ મજબૂત બનાવસે.
એક વાત હંમેશા યાદ રાખવી આ દેશ એક બિનસાંપ્રદાયિક દેશ છે જ્યાં દરેક ધર્મ અને જાતિ ના લોકો ને ખુદ ની મરજી થી જીવન જીવવા નો હક અને અધિકાર મળેલ છે. અને હાલ ના સંજોગો જોતા એવું નથી લાગતું કે તે હકો અને અધિકારો વધુ સમય સુધી સામાન્ય લોકો પાસે રહેશે.
જે લોકો કાશ્મીર માં પ્લોટ લેવા ના સપનાઓ જુવે છે તેમના માટે એક સામાન્ય ડેટા કે ભારત માં હજી પણ પાંચ કરોડ થી વધુ પરિવારો પાસે ખુદ ના ઘર નથી, અઢી કરોડ થી વધુ લોકો આજે પણ રોજ રાત્રે ભૂખ્યા સુવે છે, દર પાંચ મિનિટે એક ગેંગ રેપ ની ઘટના ઘટે છે અને દર પાંચ આત્મહત્યા માં થી એક ખેડૂત હોય છે. વિશ્વ ની પાંચમા નમ્બર ની અર્થવ્યવસ્થા ગબડી ને સાતમા સ્થાને આવી ગઇ, અને ભ્રષ્ટાચાર માં પ્રથમ સ્થાને અને કુપોષણ માં બાંગ્લાદેશ, ભૂટાન જેવા દેશો કરતા પણ આગળ છીએ અને જાતિવાદ નું તો શું કહું મારી પાસે શબ્દો જ નથી..!
હજી સમજો અને સુધારો તો સારું છે બાકી આવનારી પેઢી ને મોઢું બતાવવા માં લાયક પણ નહીં રહો..😷
જેને આ પોસ્ટ થી ખોટું લાગે બિન્દાસ અંફ્રેન્ડ કે બ્લોક કરી શકો છો મને કોઇ ફર્ક પડતો નથી પરંતુ ઘેટાં ની જેમ માથું હલાવતા તો આપણા ને નહીં જ ફાવે તમને તમારો રાષ્ટ્રપ્રેમ મુબારક...🙏
Ravindra Bhartiya ...✍️
😢😔😓🙁😷🤐