Followers

Thursday, 1 August 2019

સમાજ સેવક બનવું

*સમાજ સેવક બનવું અને રીસાવું એ બંને વસ્તુ શક્ય નથી કારણ સમાજ સેવા છોડો કા રીસાવાનું છોડો...!*

*મને જાણ ન હતી એટલે ના આવ્યો,*

*મારો ફોટો ના છાપવામાં આવ્યો એટલે ના આવ્યો,*

*મારું આમંત્રણ પત્રિકામાં નામ ના હતું એટલે નાં આવ્યો,*

*ફલાણો મારો વિરોધી  છે એટલે ના આવ્યો,*

*મને એમાં કંઈ મળવાનું નથી એટલે ના આવ્યો,*

*મને હોદ્દો ના મલ્યો એટલે નથી આવતો,*

*મને કોઇ સાંભળતું નથી એટલે ના આવ્યો,*

*મને સ્ટેજ ઉપર ના બેસાડયો એટલે નથી આવતો,*

*મારૂં સન્માન ના કર્યુ એટલે નથી આવતો,*

*મને બોલવાની તક ના આપી એટલે નથી આવતો,*

*પ્રમુખ/મંત્રી મારા વિરોધી ગૃપના છે એટલે નથી આવતો,*

*મારા વિરોધીને વધારે મહત્વ આપવામાં આવે છે એટલે નથી આવતો,*

*મારી વિરુદ્ધની પાર્ટીના નેતાઓને કાર્યક્રમમાં બોલાવવામાં આવે છે એટલે નથી આવતો,*

*મારા વિચારો-રજુઆતને બહુમતીથી ઉડાવી દેવામાં આવે છે એટલે નથી આવતો,*

*વારંવાર આર્થિક બોજો મારા ઉપર જ નાખવામાં આવે છે એટલે નથી આવતો,*

*બધું કામ મને જ સોપવામાં આવે છે એટલે નથી આવતો,*

*હોદ્દેદારો મનમાની કરે છે એટલે નથી આવતો,*

*હિસાબો આપતા નથી કે કોઇ મંતવ્યો લેતા જ નથી એટલે નથી આવતો,*

*સમય નથી મળતો એટલે નથી આવતો,*

*વગેરે વગેરે....*

*શું છે આ બધું ?????*

*આટલા માટે આપણે સમાજ સેવક બન્યા છીએ..?*

*સમાજ સેવા એટલે આ તમામ બહાનાઓ નો ભોગ આપવો તે જે ભોગ  આપી સકે એજ સાચો સમાજ સેવક...!*

*બાકી સમાજ સેવાનો ઢોંગ  કરનારા શેરીએ શેરીએ, ગલીએ ગલીએ મળે છે.*

*ભાઈ પણ સાચું કાર્ય એજ છે જે સમાજના હિત ને સર્વોપરી બનાવી જાણે...*

*એટલે જ કહ્યું છે કે...*

*"સમાજસેવા એ તલવારની ધાર પર ચાલવાનું કામ છે. અને એમાં નહિ કાયર નું કામ"*

*જીંદગી મા સંઘર્ષ જરુરી છે*
*માટે જે લોકો સમાજ સેવા મા પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે એ લોકો ને તન મન ધન થી સાથ સહકાર આપી ગામ ના સારા કામો ને આગળ વધારીયે...🙏🏻*

*એક બનો નેક બનો💪🏻*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...