અસ્સલામુઅલૈકુમ,
*પ્રભાસ પાટણ - ગિર-સોમનાથ કબ્રસ્તાની જગ્યા માટે જરૂરી મેસેજ*
*હાલમાં ચાલી રહેલ ઈદગાહ મસ્જિદ નું કામ સોમનાથ ટ્રસ્ટની નોટિસથી શા માટે રોકવામાં આવ્યું ?*
આપ સૌ મોમીન ભાઈ જાણો છો કે હાલમાં ઈદગાહ મસ્જિદ માં ચાલી રહેલ કામ ને સોમનાથ ટ્રસ્ટ ની નોટિસ ફટકારી રોકવામાં આવ્યું.
આ જમીન કબ્રસ્તાન ની માલીકી માં હોવા છતાં આવું કેમ થયું?
મરીન પોલીસ સ્ટેશન જે વિસ્તારમાં છે તે પણ કબ્રસ્તાનની જગ્યામાં છે જે તે સમયે મરીન પોલીસ ચોકી બનાવવા માત્ર 10 ગુઠા જગ્યા નિ:શુલ્ક ભાવે લેવાની વાત થયેલ જે હાલમાં આપ જોઈ શકો છો કે 10 ગુઠા થી વધારી આશરે 20 ગુઠા થી પણ વધુ જગ્યાએ કબજો કરેલ છે ...
હાલમાં ચાલી રહેલ કામ સકિઁટ હાઉસ કે જે જંગલ હતું અને આસ પાસ ઘણી કબરો રહેલ જે હટાવી અને કબ્જો જમાવી લીધેલ....
આપ સૌ જાણો છો કે હાલની ઈદગાહ મસ્જિદ ની જગ્યા આપણા માટે ટુંકી પડે છે જેથી
જો આ કબ્રસ્તાન ની જગ્યા વધારી અને કામ ચાલુ કરવામાં નહી આવે તો આવનારાં દિવસો આપણાં માટે કેવા હશે જે આપ સૌ સમજી શકો છો.
આ બધું થઈ ગયું ત્યાં સુધી આ કમિટી (ઔલીયાએ દિન યંગ કમિટિની ટિમ - પ્રમુખશ્રી સિદ્દીકભાઈ સુલતાનજી તેમજ અબ્દુલભાઈ ભાદરકા) એ શું કરી રહી હતી?
જે તે સમયે નવાબ સરકારે મુસ્લિમ કબ્રસ્તાન ને 152 એકર જમીન આપેલ હતી જે આજે માત્ર 50 એકર થી પણ ઓછી થઈ ગઈ છે તો
શું આપણે સૌએ સાથે મળીને આનો જવાબ ન માંગવો જોઈએ?
આખરે આટલા વર્ષો નીકળી ગયા તેમ છતાં આ કામગીરી નબળી કેમ સાબિત થઈ?
શું આ કબ્રસ્તાનની ખાલી પડેલ જમીન પર સોમનાથ ટ્રસ્ટ કબજો મેળવવા ઈચ્છે છે?
શું આ સકિૅટ હાઉસ ની જગ્યા કબ્રસ્તાનની છે? તો પછી આ કામગીરી માટે પરવાનગી કોણે આપી?
ઉપર મુજબના અનેક સવાલો ને લઇ લોક લાગણી પ્રસરી રહી છે.
*શું આપ હકની અવાજ ઉઠાવવા સાથ સહકાર ન આપી શકો? આપ આ તમામ સવાલો ના જવાબ ઔલીયાએ દીન યંગ કમિટી પાસે ન માંગી શકો?*
*હાલમાં વકફ બચાવ સમિતિએ જે કામગીરી હાથ ધરી છે તે ખરેખર તારીફે કાબીલ છે. આ કમિટી ને આપ સૌના સાથ સહકાર આપવા નમ્ર અપીલ.*🙏🙏🙏