લોકતંત્ર ના સંવિધાન નુ ચોથું સ્થંભ મિડીયા આજે દેશની જનતા ની સમસ્યાઓ છોડી દેશમાં નફરત ફેલાવવા ષડયંત્ર કરી રહેલ છે.
તા.૧૬ જુન ૨૦૨૦ ના રોજ ન્યુઝ ૧૮ ના આરપાર ની ચર્ચા મા હજરત ખ્વાજા મોઈનુદીન ચિશ્તી જેમણે ભારત દેશના તમામ સમુદાય ના લોકો અને વિશ્વમાં ખ્વાજા ગરીબ નવાજ થી ઓરખે છે,જેમણે પોતાનું તમામ જીવન સમાજીક બદલાવ સાથે માનવજાતિ ને સામાજીક વ્યવસ્થા સમજાવવામાં ગણો મોટો ફાળો આપેલ છે, અને દેશ દુનિયામાં તેમાનાં કરોડો ની સંખ્યામાં અનુયાયીઓ છે, તેવા મહાન વ્યક્તિને ન્યુઝ ૧૮ ના એન્કર અમીશ દેવગન તરફથી આરપાર ની ચર્ચામાં લુટારા જેવા શબ્દો નો ઉલ્લેખ કરીને પોતાની મુસ્લિમ સમાજ વિરોધી માનસિકતા બતાવેલ છે.
જેનો સખ્ત વિરોધ કરવા માટે દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં અમીશ દેવગન અને ન્યુઝ ૧૮ સામે દેશ વિરોધી અને ખાસ એક સમુદાય ને ટાર્ગેટ કરવા માટે એફઆઈઆર કરવામાં આવેલ છે.
તેનાજ અનુસંધાન મા આજરોજ તા.૧૭ જુન ૨૦૨૦ ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ તરફથી પ્રથમ એસપી સાહેબ ભરૂચ ને બપોરના ૦૧:૦૦ કલાકે ફરિયાદ અાપી અને ત્યારબાદ મિડીયામાં પોતાનો વિરોધ દર્શાવેલ સાથે સાંજના ૦૪:૦૦ કલાકે કલેક્ટર શ્રી ભરૂચ ને મુસ્લિમ સમાજના અલગ અલગ મસલક ના આલીમો અને સમાજના જાગૃત યુવાનો સાથે વડીલો મળીને પોતાની રજુઆત કરતા આવેદન પત્ર આપવામાં આવેલ..
પ્રશાસન થી ખાસ અપેક્ષા રાખતા મુસ્લિમ સમાજના જાગૃત નાગરિકો અમીશ દેવગન જેવા અનેકો પત્રકાર બની દેશમા નફરત ફેલાવવા નુ કાર્ય કરતા પત્રકાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે નહીતો આવનાર સમયમાં જન આક્રોશ રેલી નુ આયોજન કરી દેશના દરેક રાજ્યોમાં વિરોધ કરવામાં આવશે ..
👇દારુલ ઉલુમ દેવબંદ તરફથી વિરોધ કરે👇