Followers

Saturday, 20 June 2020

મૌલવીના વ્યવહારુ જીવન પર એક નજર


   

આલીમ હોય, 
હાફિજ પણ હોય, 
અને કારી સાહબ પણ હોય, 
અને થોડું ઘણું અંગ્રેજી પણ આવડતું હોય, 
અને પગાર કેટલો?

માત્ર પાંચ હજાર અને તે પણ યોગ્યતા પ્રમાણે,

અને જો મૌલવી ઇમામ છે, તો તેની જાત વધુ સસ્તી.

✳️ ઇમામ ચૂંટણીમાં કોઈ એક જૂથને ટેકો આપે તો લાંચ લીધી હશે.

✳️ અને જો ટેકો ના આપે તો ઘમંડ આવી ગયું છે, અમારા વિરોધીએ ખરીદી લીધા હશે. 

✳️ શુક્રવારે વ્યભિચાર ( ઝીના ) વિરુદ્ધ બોલે તો નવજુવાનો ગુસ્સે.

✳️ લાંચ વિરુદ્ધ જુબાન ચલાવે તો સરકારી અધિકારીઓ આગ જેવા ગરમ. 

✳️ જ્યારે વ્યાજખોરો પર પ્રતિબંધ મૂકવાની વાત કરે ત્યારે, મૂડીવાદીઓ તેમની બાંયો ચડાવે. 

✳️ જો ફર્જ નમાજનું મહત્વ સમજાવવામાં આવે તો આઠમા દિવસના (શુક્રવારના) નમાઝીઓ ગુસ્સે થાય છે.

✳️ જ્યારે નમાજ થોડી લાંબી થઇ જાય, ત્યારે ઇમામ સાહેબ સૂઈ જાય છે.

✳️ જો તે ઝડપથી નમાજ પઢાવે, તો મૌલાનાને મસ્જિદમાંથી જલ્દી બહાર નીકળવું હશે.
 
✳️ જો તે રાજકારણમાં ભાગ લેતો નથી, તો મૌલવી બેકાર છે, તેને કંઈ પણ આવડતું નથી.

✳️ જો તેણે ભાગ લીધો હોય, તો જુઓ તે વેચાઇ ગયો હશે.

✳️ જો તે ચંદો ( દાન ) કરી બાળકોને શીખવે છે, તો તે ભીખ માંગે છે. 
 
✳️ જો તે પોતાનો વેપાર કરે છે, તો તેણે જ્ઞાન ગુમાવી દીધું. 
 
✳️ જ્યારે તે સરકારી શાળાઓ અને કોલેજોમાં ગયો, ત્યારે તે સરકારી ખાનાર બની ગયો.

✳️ જો તે મદરેસામાં પાંચ હજારનું કામ કરે છે, તો પછી કોણ તેને પુત્રી (ખરેખર) આપશે?

✳️ જો તે પોતાની મોટરસાયકલ ચલાવે છે, તો જરૂર તેણે ગડબડ કરી હોવી જોઇએ.

✳️ જો તે  પગપાળા ચાલે છે, તો તે એક પગલાની છાપ છે.

✳️ જો તે ખોટી બાબતો ઉપર રોક ટોક કરે તો દકયાનુસ છે. 

✳️ જો રોકટોક ન કરે, તો બધી દુષ્ટતાઓ ( ખરાબીઓ ) માટે વિદ્વાનો (આલીમો ) જવાબદાર છે.

✳️ કયામતની વાત કરે તો પ્રગતિના દુશ્મન.

✳️ અને જો તે દુનિયાની વાત કરે છે, તો તેની અંદર દુનિયાદારી આવી ગઈ છે. 

     બિચારા મૌલવીએ બયાન પણ એવું વિચારીને કરવું પડે છે કે ન જાણે કયી ખરાબી અમારા સાંભળવાવાળાઓ માં હોય અને તેમને ખોટું ના લાગી જાય. 

     દુઃખની વાત એ છે કે પગાર તો આપે છે પાંચ હજાર, 
     અને દરેક પછાતપણાનું અને નબળાઇઓનું ઠીકરું ફોડે છે મૌલવીના માથા ઉપર.

◾મહિને લાખો રૂપિયા કમાવવાવાળા, 
ડોકટરો,
ઇજનેરો,
વ્યાખ્યાન ( લેક્ચરર ),
આઈ.પી.એસ અધિકારીઓએ
આજદિન સુધી પોતાની મહેનતથી પોતાના જેવી એક પણ  વ્યક્તિ બનાવવાની જવાબદારી લીધી નથી.

     પરંતુ એવા વિદ્વાનો ( આલીમો ) જેણે ઓછા માં ઓછા સેંકડો અને હજારો લોકોને  પોતાના જેવા બનાવ્યા છે, તેમના ઉપર બધી દુષ્ટતાઓનું ( ખરાબીઓનું ) ઠીકરું ફોડવામાં આવે છે.

     આશ્ચર્યની વાત એ છે કે, જે સજ્જનની વાતો તેની પત્ની પર થોડી પણ અસર કરતી નથી, જેમના પુત્રો તેમના ક્રોધથી ડરતા નથી, તે પણ મૌલવીઓ અને ઇમામોની સામે આંખ ના ડોળા કાઢી જોતા નજર આવશે. 
 
 *હવે, વાચકો જ બતાવે કે મૌલવી કરતા સસ્તું કોણ છે?*

                      *દુઆનો તાલિબ*

             *એક મસ્જિદના પ્રમુખ ઇમામ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*નોંધ* : એક ઉર્દુ લેખ ઉપરથી જરૂરી સુધારો વધારો કરી ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
           🖊️  *ગુજરાતી ભાષાંતર*  🖊️
                  *ફૈજુલ્લાહ વલણવી*
                *+૯૧ ૯૧૭૩૮૬૦૯૫૯*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*દીનની અગત્યની વાતો વોટ્સઅપ ગ્રુપ લિંક નંબર ૫*

https://chat.whatsapp.com/KPwNd6rk7d53hG8VrPbDlw

*ટેલિગ્રામ ગ્રુપ લિંક*
https://t.me/faijullH

        ─━━━━━━⊱✿⊰━━━━━━─
                

*પોતાના પર્સનલ whats app નંબર ઉપર ગુજરાતી મેસેજ મેળવવા માટે સંપર્ક કરો*

*ફૈજુલ્લાહ વલણવી*
+૯૧ ૯૧૭૩૮૬૦૯૫૯

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...