એક મધ્યમવર્ગીય સાધારણ વ્યક્તિ તરીકે હું આપને લોકોના માધ્યમથી અમારી વાત કહેવા જઈ રહ્યો છું.
◆
આ લોકડાઉનમાં સરકારે તેની આવક માટેના બધા વિકલ્પો ખોલી નાખ્યા છે!
૧) દારૂનું વેચાણ શરૂ કર્યું.
૨) ગુટખાનું વેચાણ શરૂ કર્યું.
૩) પેટ્રોલ પંપ શરૂ કર્યા. (તે પણ પૂર્ણ દરો સાથે)
૪) આરબીઆઈનું વ્યાજ ચાલુ કર્યું.
૫) ઓનલાઇન માર્કેટ શરૂ કર્યું.
૬) ટીવી ચેનલો શરૂ છે.
૭) તમામ વિભાગોના લાગુ કરાયેલા ટેક્સની ઉઘરાણી ચાલુ કરી (પ્રોપર્ટી ટેક્સ, જીએસટી, ટોલ ટેક્સ, લાઇસન્સ ટેક્સ વગેરે વગેરે)
૮) વીજળીના બિલોની ઉઘરાણી શરૂ કરી.
◆
જે કોઈ કર ચૂકવતો નથી તેવા ગરીબીની રેખા નીચેનાઓ માટે બધું મફત છે.
૧) કોરોનાની તપાસ મફત
૨) ધાન્ય અને અનાજ મફત
૩) મનરેગા લાગુ (નવા દરો સાથે)
૪) ગેસ સિલિન્ડર મફત
૫) વગર કામે મજૂરી ચાલુ
◆
હવે આ પરિસ્થિતિમાં મધ્યમવર્ગ બધેથી દબાતો જાય છે (કદાચ તેનો જન્મ જ આ માટે થયો છે!)
૧) સરકારના લેણાં ચૂકવવા.
૨) બાળકોના શિક્ષણની ફી ચૂકવવી.
૩) ઉદ્યોગ ધંધાના કર્મચારીઓને વગર કામે પગાર ચૂકવવા.
૪) દુકાન ભલે ખોલી ના હોય પણ તેનું ભાડું, વીજળીનું બિલ, મેન્ટનન્સ ચૂકવવા.
૫) લીધેલી લોનનું સંપૂર્ણ વ્યાજ જો બેંક ને ચૂકાવ્યું નહીં તો તેનો વધારાનો બોજ ઉપાડવો.
૬) સરકારને આપાતકાલીન સ્થિતિમાં મદદ તરીકે દાન આપવું.
૭) અમારી થોડીઘણી બચત પરનું જે વ્યાજ ઓછું કરવામાં જ આવ્યું છે તે ભોગવવાનું.
૮) અમારે હવે વેપાર ધંધો કરવો હોય તો નિતનવા સરકારી નિયમોનું પાલન કરવાનું અને આ જાણ્યા-અજાણ્યા સરકારી નિયમોનું પાલન કરવામાં ક્યાંક ભૂલ થઈ ગઈ તો દંડ ભરવા અથવા કાયદેસર કાર્યવાહી માટે તૈયારી રાખવાની.
સાહેબ, ચાલીસ દિવસ સરકારને ટેક્સ મળ્યો નહીં તો સરકાર તેના કર્મચારીઓના પગાર ચૂકવી શકી નહીં અને મધ્યમવર્ગે જાણે પૈસાનું ઝાડ ઉગાડ્યું હોય તેમ તેણે ટેક્સ ભરવાનો, ઘર-દુકાનનું ભાડું ભરવાનું, પગારદારોને પગાર પણ આપવાનો, બાળકોના શાળા-કોલેજ, ટ્યુશનની ફીસ પણ ભરવાની અને પોતાના પરિવારને પણ સાંભળવાનો. 🙁
મોદી સાહેબ આ પરિસ્થિતિમાંથી મધ્યમવર્ગને કેમ બહાર કાઢવો એ હવે તમારે જોવું રહ્યું....
એક મધ્યમવર્ગીય ભારતીય
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
◆
આ લેખને ખરેખર જેઓ સમજ્યા હશે અને જેમને ગમ્યો હશે તે બધે આને મોકલશે. મને ખાતરી નથી કે મધ્યમવર્ગની આ વણઉકેલાયેલી સમસ્યાનું કોઈ સરકારી સમાધાન આવશે પણ કમસે કમ આને તેમના સુધી પોહચાડી તો દઈએ!!
જો તમે આ લેખ સાથે સહમત ન હોવ તો પણ મને કોઈ દુઃખ નહીં થાય કારણ કે હવે બીજા મધ્યમવર્ગીય લોકોની જેમ મને પણ આદત પડી ગઈ છે!!