હાલનાં મુસ્લિમ સમુદાયમાં દિવસે દિવસે વધતી જતી અનેક સામાજીક સમસ્યાઓ માટે જવાબદાર કોણ ? એક પ્રથમ તો ઈસ્લામના મૂળ સિદ્ધાંતોથી દુરી શિક્ષણ નો અભાવ જીવનમાં કોઈ પ્લાનિંગ નહી સમયની બરબાદી યોગ્ય નિર્ણય ક્ષમતાં નો અભાવ માન મર્યાદા નાં બરોબર કુંરિવાજો ની સાથે ખોટા ખર્ચાઓ ને લીધે દિવસે દિવસે સમાજની સ્થિતિ વણસતિ જઈ રહી છે આવા સંજોગોમાં મૂળ સિદ્ધાંતો પર અમલ કરવામાં આવે તો પરિસ્થિતિમાં શુધાર લાવી શકાય તેમ છે પણ શરૂઆત કરે કોણ મોટા ભાગે ગરીબ અને છેવાડાના માનવી શુધી પહોંચવાની કોઈ ની ઈચ્છા થતી નથી માફ કરશો સામાજિક સંસ્થાઓ પણ વધું પ્રમાણમાં જોવા જઈએ તો ચંદાના ધંધા માં વધું રસ ધરાવે છે અસલ કાર્ય કરવા માં રસ ધરાવતા લોકોની સંખ્યા નહિવત એટલે ના બરોબર છે આ પણ એક ચિંતા નો વિષય છે..!
*ખરેખરમાં મુસ્લિમ સમાજમાં શિક્ષણ નું લેવલ શુધારવાની ચિંતા ચંદો કરતી સંસ્થાઓ અથવા વર્ષ માં એકાદ વાર સેમિનાર નું આયોજન કરી રાજનીતિક સંસ્થાઓ માટે ઓડિયન્સ પુરુ કરવા માં માહિર સંસ્થાઓ ને જો વાસ્તવમાં બાળકોના શિક્ષણ ની ફિકર કે ચિંતા હોત તો આજે ગુજરાત શિક્ષણ વિભાગ પાસે જવાબ માંગત કે રાઈટ ટુ એજ્યુકેશન પ્રમાણે ગરીબ બાળકો માટે પહેલા ધોરણમાં પ્રવેશ માટે જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાંય પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી તો ગરીબ બાળકો કઈ રીતે શિક્ષણ મેળવશે અને ગરીબો માટે પ્રશાસન ને સવાલ પૂછ્યો ? શું સરકારી તંત્ર માં ઉપરોક્ત વિષય માં અજુઆત કરવી જોઈએ પણ કરે કોણ ?*
મુસ્લિમ સમુદાયમાં શિક્ષણનું લેવલ ઊંચું લાવવું હોય તો જમીન લેવલ સાથે જોડાઈ કામ કરવા વાળા કોમના હમદર્દ યુવાઓથી શરૂઆત કરવી જોઈએ અને પ્રાથમિક લેવલે શરૂઆત કરવામાં આવે તો આવનાર સમયમાં સમાજ મુખ્ય ધારા માં વહેતો થશે નહિતર સ્થિતિ બદ થી બદતર થઈ જશે કારણ કે મુસ્લિમ સમાજમાં કેળવણી નો મોટો અભાવ છે તેને લીધે આપણાં સમાજના બાળકો અને યુવાઓ ઉશ્કેરાઈ જાય છે અને આજે ધીરજના સર્વોચ્ચ ગુણથી વંચીત થઈ ચૂક્યા છે માટે દરરોજ દરેક ગામ માં શિક્ષિત યુવાઓ દ્વારા એક કલાક માર્ગદર્શન માટે કોચિંગ કલાસ નું આયોજન કરવામાં આવે અને બાળકોને પ્રોત્સાહન બળ પુરુ પાડવામાં આવે અને આવનાર સમય એ બુદ્ધિશાળી યુવાઓનો હશે તેવી માહિતી પૂરી પાડવામાં આવે તો પરિસ્થિતિમાં બદલાવ લાવી શકાય તેમ છે.!
*મુસ્લિમ સમુદાયના બાળકોને મુશ્કેલીઓ અને માનસિક દબાણ થી સુરક્ષિત રાખવા માટે આપણે પ્રાથમિક લેવલે કામ કરવા માટે જે સરકારી શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમીટી (SMC) હોય છે જેમાં સામાજિક કાર્યકર માટે એક સીટ હોય છે જેનો સાચાં અર્થમાં ઉપયોગ કરવામાં આવે તો સામાજિક કાર્યકરો મંચ ની શોભા બનવાની સાથે સાથે પોતાનો સમય આ સ્કૂલોમાં આપી બાળકો ને સારું શિક્ષણ અપાવવામાં સહાયક બની શકે છે તેના માટે કોઈ ફન્ડ ફાળા કે ચંદા ની જરૂર રહેતી નથી આપણી અંદર સમાજ સેવા કરવાની લગન હોવી જોઈએ ગણા બધાં રસ્તાઓ તમારી રાહ જોઈ ને ઊભા છે..!*
આપણે સામાજીક કાર્ય કરી રહ્યા હોઈએ તો આપણે સતત પરીક્ષણ હેઠળ છીએ ત્યારે આપણી તમામ ગતિવિધિઓ અને આકાંક્ષાઓની સાથે તમામ પ્રવુતિઓને એ રીતે ઢાળવા ગોઠવાવની જરૂર છે જે આપણ ને અલ્લાહ પાકની ટ્રાયલમાં પાસ કરી દે અને આપણું આ દુનિયામાં આવવું સફળ રહે અને જ્યારે પણ આ ફાની દુનિયા છોડી જવાનો સમય આવે તો આત્મસંતોષ હોય કે આના થી મૂલ્યવાન બીજું કંઈ હોઈ શકે છે ?
*શકીલ સંધી..!*
*૯૯૨૪૪૬૧૮૩૩*