તેલંગાણાની હાઈકોર્ટે એક પીઆઈએલ પર સુનાવણી કરતાં પોલીસની ઝાટકણી કાઢી છે. કોર્ટે હૈદરાબાદ પોલીસને સવાલ કર્યો કે રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન નિયમોના ઉલ્લંઘન કરવાના સૌથી *વધારે કેસ મુસ્લિમ સમાજના લોકોની વિરુદ્ધ જ કેમ* દાખલ કરાયા છે. આનો અર્થ એ છે કે બીજા સમુદાયોના લોકોમાંથી કોઈએ પણ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું નથી.
ચીફ જસ્ટિસ રાઘવેન્દ્ર સિંહ ચૌહાણ અને જસ્ટિસ બી વિજસેન રેડ્ડીની બેંચે જણાવ્યું કે, *અમેરિકામાં જુઓ શું થઈ રહ્યું છે?* એર આફ્રીકન અમેરિકન વ્યક્તિને પોલીસે મારી નાંખ્યો હવે સમગ્ર દેશમાં આગ લાગી છે. સુનાવણી દરમિયાન બેંચે માન્યું કે લોકડાઉન દરમિયાન લઘુમતિ સમુદાયના લોકો પ્રત્યે *પોલીસનું વલણ ક્રૂર* હતું.
સમાજીક કાર્યકર્તા *શીલા સારા મૈથ્યૂઝે હાઈકોર્ટમાં પિટીશન દાખલ* કરી હતી. તેમણ કોર્ટને એવી કેટલીક ઘટનાઓ અંગે જાણ કરી હતી જેમાં *પોલીસે મુસ્લિમ યુવકોની સાથે ક્રૂરતા* કરી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી. શીલાના વકીલ દીપક મિશ્રાએ જુનૈદના નામના યુવકનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે જુનૈદને ઢોર માર માર્યો હતો જેને કારણે તેને *35 ટાંકા* આવ્યા હતા.