તારીખ:- ૨૩/૦૮/૨૦૧૮ ગુરૂવાર
મુસ્લિમ મહિલાઓ માટે શું આયોજન છે , મુસ્લિમ સમાજની સંસ્થાઓ અને સમાજના આગેવાનો પાસે ??
આજનો વિષય આપને ખાસ મુસ્લિમ સમાજની મહિલાઓ પર થયેલ સોશિયલ એક્ટિવ ફાઉન્ડેશન ના અભ્યાસ અને વર્તમાન સમયમાં બની રહેલ ઘટનાઓ પર ખાસ મુસ્લિમ સમાજના ચિંતિત અને ફિકરમંદ લોકો ને ખાસ ધ્યાન અપાવવા માટે અને નિચે દર્શાવેલ વિષય પર વધુ ચિંતિત થય મુ.સામજની મહિલાઓ ને મદદ રૂપ થવા આપને અપીલ કરીયે છીએ,
પેહલા આપણે મુ.મહિલાઓ ની સમસ્યાઓ શું છે , તેને ધ્યાનમાં લેવાની કોશિશ કરીયે,
નંબર (૧) મુસ્લિમ મહિલાઓ વ્યાજની મોટી સમસ્યા માં ફસાઈ રહી છે,
નંબર (૨) મુસ્લિમ મહિલાઓ પોતાના બાળકોને એજ્યુકેશનમાં પોતાની ફર્જ ને સમજવા સક્ષમ નથી,
નંબર (૩) ગણી શહરી મુસ્લિમ મહિલાઓ દારૂ,જુગાર,અને નશીલા પદાર્થો ના વ્યવસાયમાં જોરાયે છે,
આજના "આ" લેખમાં આપણે ઉપર આપેલ ૩ વિષયોને સમજવાની કોશિશ કરીશું ,
આજે ગણા અભ્યાસ અને રિસર્ચ અને રિપોર્ટિંગ બાદ નંબર ૧ ના વિષયમાં સૌપ્રથમ આપણે ખુબ ધ્યાન આપવાની જરૂર છે,
ગણી બધી મુ.મહિલાઓ ને મે પોતે જોઈ છે , જે ગણા કામોમાં દિન સાથે જોડાયેલ હોય છે, પન ઘર ની નાની નાની જરૂરતને અને પોતાની નાની નાની ઇચ્છાને પુરી કરવા માંટે શહેરો અને ગામની મહિલાઓ વ્યાજની માયા જાર માં ફસાય રહી છે,
નં.૧ ના વિષયમાં શું કરવાની જરૂર છે,
સૌપ્રથમ મુ.મહિલાઓમાં રોજગાર ના માધ્યમથી મહિલાઓ ને સમાજની આ ગંભીર સમસ્યા પર ધ્યાન અપાવી આ સમસ્યા ને દુર કરવા માટે મહિલાઓ ને પોતે આ કામ માટે તૈયાર કરવી જરૂરી છે,
ત્યાર બાદ મુસ્લિમ સમાજના સખાવતી લોકો પોતે આગળ આવી આ સમસ્યાને દુર કરવા માટે સમાજની સક્રિય સંસ્થાઓ ને મદદ રૂપ થવાની જરૂર છે,
નંબર (૨) ના વિષય પર ખાસ આપણા બાળકોનુ ભવિષ્ય જોડાયેલ હોય તે માટે આ વિષય પન ગણો ગંભીર છે , તેના લયને જે બાળકો હોશિયાર અને અભ્યાસમાં ઉત્સાહી હોય તેવા બાળકોના વાલિયોં ને ખાસ માર્ગદર્શન આપવા માટેનુ આયોજન કરવામાં આવે ,
તે માટે સમાજના નિવૃત્ત સરકારી અધિકારી સારી રીતે મદદ રૂપ થય સકે છે, તેના લઈને નિવૃત્ત તેમજ સમાજના એજ્યુકેશન લોકો આગળ આવી આવા કાર્યો કરતી સંસ્થાને મદદ રૂપ થવાની ગણી જરૂર છે,
બાકી એજ્યુકેશન માટે મોટા મોટા પ્રોગ્રામ કરવાનથી અથવા મોટા ડોનેશન આપવાથી સમાજનુ એજ્યુકેશન બદલાવમાં આવે તે શકીયે નથી,
નંબર (૩) આ વિષય ખાસ શહેરમાં રેહતી મહિલાઓ માટે છે ,જે સમાજના દિન થી દુર કરે છે, અને સાથે સમાજને જાહાલત તરફ લય જય રહીયો છે,
આ વિષય પર જો સમાજના આગેવાનો અને સંસ્થાઓ સાથે મરીને મુ.મહિલાઓ માટે કાર્યરત થાય તો સમાજમાં ગણી બિમારી ખતમ થવાનો એક મોટો વિષય માની શકાઇ તેમ છે,
સાથીઓ ઉપર દર્શાવવામાં આવેલા તમામ વિષયો પર મારો પોતાનો અભ્યાસ છે,
તે સાથે આપને બતાવતા ખુશી થાય છે , આ તમામ વિષયો પર અમારી સંસ્થા સોશિયલ એક્ટિવ ફાઉન્ડેશન પાછલા ગણા સમયથી કાર્યરત છે, તે માટે આપના થી અપેક્ષા રાખીયે છીએ આપ અમારી સંસ્થા ના કાર્યો માં મદદ રૂપ થય સમાજની સામાજિક સમસ્યાઓ ને દુર કરવાનાં પ્રયાસો ને વધુ તાકત તેમજ સફળતાપૂર્વક અમારા હેતુ પુરા કરવામાં મદદ રૂપ થય શકો છો,
આપનો ખુબ ખુબ આભાર
સોશિયલ એક્ટિવ ફાઉન્ડેશન
મુ.પો.કાવી તા.જંબુસર જી.ભરૂચ
ફો.નં.૦૨૬૪૪૨૩૦૨૦૭
-:સંચાલક:-
હુજૈફા પટેલ મો.૯૮૯૮૩૩૫૭૬૭