Followers

Friday, 17 July 2020

મુસ્લિમ સમુદાયમાં આર્થિક સામાજિક રાજનીતિક અને વૈચારિક સમસ્યાઓના નિરાકરણ માટે શું કરવું જોઈએ...

મુસ્લિમ સમુદાયમાં આર્થિક સામાજિક રાજનીતિક અને વૈચારિક સમસ્યાઓના નિરાકરણ માટે શું કરવું જોઈએ...

                   શકીલ સંધી..!!

    આધુનિક યુગમાં પશ્ચિમી સંસ્કૃતિ ના અનુકરણ અને દિન પ્રતિદિન વધી રહેલી દિન થી દુરી ના લીધે મુસ્લિમ સમુદાય ની પરિસ્થિતિમાં બદલાવ આવતો નથી સમસ્યાઓના સમાધાન માટે આપણી પાસે કોઈ સમાધાન પંચ પણ નથી દિવશે દિવશે સમાજ નબળી માનસિકતાનો શિકાર થતો જઈ રહ્યો છે તે આપણે સ્વીકારવું પડશે ના જાયજ રશ્મો રિવાજ ને તિલાંજલિ આપવી ખૂબ જરૂરી છે.

    મુસ્લિમ સમાજ ની દીકરીઓ આજે ગેર મુસ્લિમ સાથે લગ્ન કરી રહી છે તેવા કિસ્સાઓમાં જવાબદાર કોણ ? આપણે પોતેજ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં આપણે સુફિયાણી વાતો કરવામાં માહિર છીએ પણ જમીની લેવલ પર કાર્ય કરવામાં ૦.૧% પણ નથી કારણ કે આપણી પોતાની દીકરીઓ પોતાના સમાજના યુવાઓથી પણ સલામત નથી ગલી ગલી મહોલ્લામાં આપણાં યુવાઓજ આપણાં સમાજની બહેન દીકરીઓ સામે મીના બજાર ની જેમ નજરો જમાવી બેઠાં હોય છે આ એક કડવી વાસ્તવિકતા છે જેને સ્વીકારવી પડશે સાથે સાથે આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સૌથી વધુ નાજાયજ સબંધ કોઈ સમુદાયમાં હોય તો એ મુસ્લિમ સમુદાયમાં અને આજે તેના થી સમાજ નર્કમાં જાણે ધકેલાઈ ગયો છે જન્નત નો દાવો કરવા વાળો સમુદાય જો હજી પણ પોતાની પરિસ્થિતિમાં બદલાવ નહી લાવે તો જન્નત ની ખૂશ્બુ થી પણ મહેરુમ રહેશે તો નવાઈ નહીં મીઠી મીઠી વાતો કરી જજબાતી તકરીરો કરી દિલ બહેલાવવું એ મારો વિષય નથી સત્ય વક્તા તરીકે સત્ય ઘટના થી સમુદાય ને વાકેફ કરવો એ મારી જીમેંદારી છે કોમ ના કહેવાતા રહેબરો મુતવલ્લીઓ હવે જાગો નહી તો યાદ રાખો અલ્લાહ ની પકડ ખૂબ મજબૂત છે.

અત્યારે હાલમાં જરૂર છે સમાજને તાકતવર બનાવવાની જેના થકી ઘણી બધી સમસ્યાઓ જેમ પાણી માં બરફ ઓગળે છે તેમ ઓગળી જશે આના માટે શું કરવું જોઈએ ?

(૧) સૌપ્રથમ તો ગુજરાતમાં ફરજીયાત કાઉન્સિલિંગ કમીટીની રચના કરવી જોઈએ અને સમુદાયમાંથી પગ ખેંચવાની પ્રથા નાબૂદ કરવામા આવે અને હાથ પકડી સાચો રસ્તો બતાવવા ની પ્રથા અપનાવવી જરૂરી છે !

(૨) કાઉન્સિલિંગ માટે નવા સેન્ટર ઊભાં કરવાની જરૂર નથી જેતે ઈલાકાની મસ્જિદમાં કોઈ એક સમય નક્કી કરી દર પંદર દિવસે એક કલાલ ના સેમિનાર નું આયોજન કરવામાં આવે મસ્જિદોમાં નમાજ પડવા ની સાથે સાથે સમાજની દરેક સમસ્યાઓનું સમાધાન થવું જોઈએ આજે ખરેખરમાં આપણી મસ્જિદોમાં એક કાનૂની સલાહકાર સમિતિ અને એક ડિસ્પેન્સરી ની સાથે સાથે કાઉન્સિલિંગ કમીટી ની રચના કરવામાં આવે તે હાલનાં સમયની માંગ છે.

(૩) સાથે સાથે સમયની માંગ પ્રમાણે ફિરકા પરસ્તી નાબૂદ થવી જોઈએ જો કોઈ ને સમસ્યા હોય તો મસ્જીદ કે પોતાના ઘર સુધી સીમિત રાખવી જોઈએ હાલ જાહેરમાં અલ્લાહ અને તેના પ્યારા રસુલે પાક સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ને માનવા વાળા દરેકે ખેરે ઉમ્મત ની નિયત થી એક પ્લેટફોર્મ પર આવી સમાજને શિક્ષિત સક્ષમ સુખી સંપન્ન અને સમૃદ્ધ સુરક્ષિત શક્તિશાળી બનાવવાના કાર્યો માં જોતરાઈ આ કાર્ય માટે શિક્ષિત યુવાઓએ આગળ આવવું જોઈએ આ પણ એક નેકીનું કામ છે.

(૪) જ્યાં સુધી સામાજિક જવાબદારી સંભાળી નહી લેવામાં આવે ત્યાં સુધી બદલાવ શક્ય નથી પરિવર્તન એ સંસાર નો નિયમ છે આજે મુસ્લિમ યુવાઓ એ પડકાર જનક કાર્યો ઉપાડી લેવા જોઈએ અને ઈમાનદારીથી કામ કરતા સમાજીક સંગઠનો માં જોડાઈ આઈ એ એસ આઈ પી એસ જેવી વાઈટ કોલર જોબ ની સાથે સાથે વેપાર માં અને સાથે સાથે પ્રાઈવેટ કમ્પનીઓ ની સ્થાપના કરી અથવા નાના પ્રમાણમાં ફેકટરીઓ ની શરૂઆત કરી યુવાઓ માટે રોજગાર ઊભાં કરવાના કાર્યો કરવા માટે અંધ વિશ્વાસ અને અંધશ્રદ્ધા ને જાકારો આપી સમાજના હિતો ને સર્વોપરી રાખી સમાજને વિભાજીત કરતાં તત્વોને જાહેરમાં રોકી હાથ પકડવાની માનસિકતા થી અવગત કરાવવા પણ જરૂરી છે.

(૫) હવે સમયની માંગ પ્રમાણે ઈમાનદાર ધાર્મિક લીડરસીપ ઈમાનદાર સામાજિક લીડરસીપ ઈમાનદાર રાજનીતિક લીડરસીપ થકી સમાજને બદલવાની જરૂર હોય ત્યારે એક ઉમ્મત ની ભાવનાને મજબૂત બનાવવા માટે સત્તાના માધ્યમથી સાસનમાં ભાગીદારી વધારવા સાથે મળી પ્રયત્નો કરવા પડશે અને યુવાઓને પ્રોત્સાહન આપી ઉચ્ચ અભ્યાસ માટે પણ એક અભિયાન અંતર્ગત મોટા પ્રમાણમાં પ્રસાસનમાં ભાગીદાર બનાવવા પડશે.

(૬) આપણે સૌ સાથે મળી સમાજ માટે ઈમાનદારીથી કામ કરતા સમાજ સેવકોને સંપૂર્ણ આદર સાથે માન સમ્માન આપવાની પરંપરાગત શરૂઆત કરી એક તંદુરસ્ત વિચારધારા વાળા સમાજના નિર્માણ માટે સાથ સહકાર અને સહયોગ આપી યુવાધનને પણ એક તંદુરસ્ત સામાજીક કાર્યકર બનાવવા માટે ભગીરથ પ્રયાસો શરૂ કરીએ તે વર્તમાન સમયની માંગ અને ખેરે ઉમ્મત માટે હિતાવહ છે.

(૭) છેલ્લી વાત ઉપરોક્ત તમામ પ્રકારની વાત મેં એક સત્ય વક્તા તરીકે સમાજની વચ્ચે જઈ નિરીક્ષણ કરી મૂકી છે જે મારુ પરમ ધર્મ અને કર્તવ્ય છે શક્ય છે કોઈને મારી વાત કડવી પણ લાગશે કારણ કે સત્ય હંમેશા કડવુંજ હોય છે જો કોઈ ને મારી કોઈપણ વાત થી દુઃખ પણ થયું હોય તો વાસ્તે અલ્લાહ માફીનો તલબગાર છું આપ મારી વેદનાં પણ સમજી શકો તેમ છો ઉપરોક્ત કાર્યમાં રશ ધરાવતા સાથિયો મારો સંપર્ક જરૂર કરે સાથે મળી એક મજબૂત અને સક્ષમ સમાજનું નિર્માણ જો અલ્લાહ ની ઈચ્છા હશે તો અવશ્ય થશે સાથે સાથે જે કોમ પોતે બદલવા નથી માંગતી તેને અલ્લાહ પાક ની મદદ ક્યાંથી મળી શકે છે....!!

        આપ સૌની દુઆઓ નો તલબગાર....

            શકીલ સંધી..
            ૯૯૨૪૪૬૧૮૩૩
             

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...