રાશનકાર્ડ કાઢવું છે!
સાહેબ નથી, રજા ઉપર છે.
- 2000 આપો તો કાલે આવી જશે.
આવકનો દાખલો કાઢવો છે!
આજે મેળ નહિ પડે, ઈન્ટરનેટ બંધ છે.
- 1000 આપો તો કલાકમાં મળી જાય.
હેલ્મેટ નથી પહેર્યું!
1000 રૂપિયા દંડ થશે, ગાડી ડિટેઈન થાશે.
- 500 આપો તો કોઈ તકલીફ ન પડે.
ફરિયાદ લખાવવી છે.
કાલે આવજો, પછી આવજો, સાહેબ બંદોબસ્તમાં છે.
- 10,000 આપો તો ફરિયાદ થઈ જાય.
જમીનમાં વારસાઈ નામ ચડાવવા છે.
આ કાગળ ખૂટે, તે કાગળ ખૂટે, ફલાણું ખૂટે
- 5000 આપો તો અઠવાડિયામાં થઈ જાય.
ખેડૂત ખાતેદારનો દાખલો કાઢવો છે.
સાહેબ બોવ કામમાં છે.
- 5000 આપો તો દાખલો મળી જાય.
૭/૧૨ માંથી નામ કમી કરાવવું છે.
ઈન્ટરનેટ બંધ છે, પ્રિન્ટર બંધ છે.
- 5000 આપો તો થઈ જાય.
ડ્રાયવિંગ લાયસન્સ રીન્યુ કરવું છે.
ઓનલાઈન સોફ્ટવેર બંધ છે. કાલે આવજો
- 1000 એજન્ટને આપો થઈ જાય.
સરકારી બિલ પાસ કરાવવાનું છે.
ફલાણું નથી, ફલાણું ઘટે છે, ફલાણો સિક્કો નથી.
- બીલની રકમમાં ટકાવારી આપો થઈ જાશે.
બીજા જિલ્લામાં બદલી કરાવવી છે.
બદલી નહિ થાય, GR નથી, પરિપત્ર નથી.
- જેવી પોસ્ટ એટલા પૈસા આપો થઈ જાશે.
સબસીડી માટે ફોર્મ ભર્યું છે.
હમણાં ગ્રાન્ટ નથી આવી, પછી તપાસ કરજો.
- સબસીડીના ૧% આપો થઈ જાશે.
કાલે આવજો, પછી આવજો, આ ઘટે છે, તે ખૂટે છે, ફલાણો સિક્કો નથી, સાહેબ રજા ઉપર છે...ઈન્ટરનેટ બંધ છે તો હાલો હાલો તમને ગુજરાત મોડલ બતાવું..