WhatsApp Viral 08 jul 2020
અસ્સલામુ અલયકુમ!!! દારુલ ઉલુમ કંથારીયા મા છુટા કરેલ ઉસતાઝો સાથે જુલ્મ અથવા દારુલ ઉલુમ ના હીત માં એક આવશ્યક પગલુ ? દોસ્તો ઘણાં સમય થી આપણો પ્યારો દારુલ ઉલુમ ચર્ચા નો વિષય બની ગયો છે સૌથી પહેલાં જણાવી દઉ કે હું પોતે દારુલ ઉલુમ નો ફાજીલ છું એટલે ત્યા ના હાલ પુર્વ ના મોહતમીમીન અસાતીજા અને દારુલ ઉલુમ ને મદદ કર્તા હમારા મોહસીનો છે અલ્લાહ તેમને બેહતરીન બદલો આપે!! ખાસ કરીને મૌ. ઇસ્માઇલ મનુબરી રહ મૌ. અલી કાવી રહ દોસ્તો જયારે હું મદરસા માં હતો લગભગ 3000 તાલીબે ઇલમ હતા સ્ટાફ પણ જોગવાઈ પણે હતો દારુલ ઉલુમ પર તે વખતે માલી હાલાત પણ આવ્યા તે હાલાત માં મૌ ઇસ્માઇલ મનુબરી સા. ની ફેમિલી એ પોતાના અંગત પૈસા ખર્ચીને દારુલ ઉલુમ ની ઈજજત બચાવી જે ખાલીદ ભાઈ ને બુરુ ભલુ કહેવામા આવે છે તેમણે પણ મદદ કરી હશે . દોસ્તો જેમ જેમ વખત પસાર થયો દારુલ ઉલુમ માં છોકરાઓ ની સંખ્યા ઘટવા લાગી અને સ્ટાફ જરુરત થી વધી ગયો માટે સ્ટાફ ઓછો કરવાની જરૂર પડી માટે તે વખતે પણ જે લોકો ને છુટા કરવામાં આવ્યા તેમણે મદરસા સામે કાનુની કાર્યવાહી કરી જે ઘણું જ અફસોસ જનક હતું 2 હવે હાલ ના બોહરાન ની વાત કરીએ દારુલ ઉલુમ માં વધારે પડતા તલબા ગુજરાત બહાર ના છે હવે કેટલા પાછા આવશે કયારે મદરસો ખુલસે તે નકકી નથી ::: જો છોકરા ઓછા આવે તો સ્ટાફ જે પહેલે થી જ કદાચ જરૂરત કરતાં વધુ છે:: માટે પાછળ થી કોને છુટા કરવા તે ઇનતીજામયા માટે માથા ના દુખાવા સમાન બની જતે શાયદ એટલા માટે જ બધાને મસલીહતન છુટા કર્યા હશે પાછળ થી યોગ્યતા પ્રમાણે જરૂરત પ્રમાણે ભરતી કરશે મારી સમજ ના મુતાબીક તે કઈ ખોટુ પણ નથી હવે અમૂક સવાલો જેના પર ઉલમા એ મંથન ની જરૂરત છે ( 1) શુ શરીઅત મા કોઈ એવો કાઈદો છે કે કોઈ ને એક વખત કામ પર રાખી લીધા તો તેને કોઈ કારણસર છુટા ન કરી શકાય? (2) અગર સ્ટાફ જરૂરત થી વધારે હોય તો પણ ફકત સહાનુભૂતિ ના લઈને તેમને રાખી વકફ ના માલ થી પગાર ચુકવાઇ તો શું મોહતમીમ અલ્લાહ તઆલા સમક્ષ જવાબદેહ નહી ગણાય ? ( 3) શું આ હકીકત નથી કે મદરસા મા પેહલે થી જ જરૂરત કરતાં વધારે સ્ટાફ છે? ( 4) શું સોસીયલ મિડિયા પર ઇનતીજામયા ને તનકીદ કરવી કેટલું સહીહ છે. અગર કઈક કહેવુ હોય તો ખુબસુરત અંદાજ માં રુબરુ ના કહી શકાય? જયાં સુધી મારી જાણકારી છે આગળ પર જયારે સ્ટાફ મા કટોટી કરવાની જરૂર પડી મદરસા એ ખાલી હાથે છુટા નથી કર્યા એમની મદદ માટે ખાસી એવી રકમ આપી હતી માટે ઈનસાફ ની નજરે જોવાની જરૂર છે. શુ એવી બદગુમાની કરવી કે ઉલમા ને નુકસાન કરવા આ પગલું ભર્યું છે કયા સુધી સહીહ છે? યકીનન જયારે છુટા કરવામાં આવે તો ઘણું વેઠવુ પડે છે પણ જયારે આપણી જરૂરત કોઈ જગ્યાએ ન હોય તો અલ્લાહ નો ફેંસલો સમજી અલ્લાહ પર ભરોસો કરી મદરસા ની આબાદી ની દુઆ કરી અલવિદા કહી દેવું જોઈએ ન કે મદરસા ને ઇનતીજામયા ને બદનામ કરયે ::: મદરસા એ આપણને ઈજજત અપાવી છે. નોટ::: આશા છે કે જયારે મદરસા ને જરૂરત પડશે તો ઇનતીજામયા પણ યોગ્યતા ને ધ્યાન માં રાખી ને જ કરશે: છેલ્લે અલ્લાહ તઆલા થી દુઆ છે કે અલ્લાહ તઆલા તમામ ઉલમા ની દરેક દીની દુનયવી જરૂરત ગેબ થી પુરી ફરમાવે અને તમામ મદારીસ ને ફરી આબાદ ફરમાવે અને જે અવામ મદરસા મા પોતાનો માલ ખર્ચ કરે છે તેમને બરકત અતા ફરમાવે અનેપુરી ઉમ્મત ની કોરોના થી હિફાજત ફરમાવે:: આમીન લી. ઉલમા અને મદારીસ નો ખૈરખવાહ