WhatsApp viral Masej
By A.K.
આપણે યાદ રાખવું જોઈએ કે આખી દુનિયાને ભરડામાં લેનાર મહામારીએ ભારે માત્રામાં પ્રચંડ આવક ધરાવતી મોટી આર્થિક તાકાતોને હવામાંથી પટકીને જમીન પર લાવી દીધી છે ત્યારે મુસલમાનોના અવામ ચંદાથી ચાલતા ગુજરાતના સૌથી મોટા ઇદારાનાં સંચાલકોના શાણપણ ભર્યા નિર્ણયનું સમર્થન કરી આગામી સમય માટે ઇદારાને આર્થિક તાકાત સાથે ટકાવી રાખવાં સહયોગ અને સહકાર કરવો જોઈએ ત્યારે એથી વિપરિત માનવંતા ટ્રસ્ટીઓ સામે પૂર્વગ્રહથી પ્રેરીત થઇ બદનામ કરવાના આશયે જે હેટ સ્પીચ આપી છે એનું વિશ્લેષણ કરીએ...
૧) "નિભાવ ખર્ચ એમના કહેવા પ્રમાણે ના હોય " આવુ વાક્ય બોલી ટ્રસ્ટીઓ પ્રત્યે પ્રથમથી જ અવિશ્વાસ કે જાણી જોઇને અવામના દિલમાં ટ્રસ્ટીઓ પ્રત્યે બદગુમાની પૈદા કરવાનો હિન અને શરમજનક પ્રયાસ કર્યો છે.
૨) નોકરીમાંથી છૂટા કરવાને હોસલા તોડવા સાથે જોડીને આખી વાતને આડે પાટે ચઢાવવાની કોશિશ કરે છે. શું કોઇ ટ્રસ્ટી મંડળ ફક્ત હોસલા તોડવાના હેતુ માટે આવો કઠિન નિર્ણય લે ખરું? તદ્દન વાહિયાત વાત છે.
૩) "ઘણા વખતથી દિલમાં વાત હતી" એ વાક્ય સાબિત કરે છે કે પહેલે થી જ પૂર્વગ્રહ મતલબ નફરત છે ટ્રસ્ટી મંડળ પ્રત્યે. જેઓ તટસ્થ ના હોય એમની વાતની હૈષિયત શું?
૪) આ વ્યક્તિ બિન આલિમને ટ્રસ્ટી માટે લાયક ગણતો નથી. એ એની મોલ્વીવાદી માનસિકતા દર્શાવે છે મતલબ મુસ્લિમવાદી નથી પણ મોલ્વીવાદી છે.
૫) આ ભાઇ બિન આલિમને જાહિલ માને છે. મતલબ જાહિલનો ચંદો કે જાહિલની કોઇપણ મદદ લેવી જાઇજ પણ બિન આલિમ પોતે જ્યાં ચંદો આપે ત્યાં ટ્રસ્ટી ના હોવો જોઈએ. કેવી વિકૃત માનસિકતા???
૬) આ ભાઇ એવું માને છે કે બિન આલિમોની ઔલાદ એમના મા બાપની ઇજ્જત કરતી નથી. ફક્ત આલિમોની ઔલાદ જ પોતાના માબાપની ઇજ્જત કરે છે.
૭) નોકરીમાંથી છૂટા કરવાથી દસ્તરખાન પર ઔલાદ સામે શરમિંદગી થાય. કેવો બકવાસ કરે છે.
૮) ઇદારાના લાંબા ગાળાના હિત માટે કોઇ સાહસિક કદમ ઉઠાવે એની સરાહના ના કરી શકો તો ચૂપ રહો પણ ઓલ્માને પરેશાન કરવાના પગલા તરીકે બદનામી ના કરો. (ઇમોશનલ બ્લેકમેઇલ બંદ થવું જોઈએ)
૯) ટ્રસ્ટી મંડળમાં શામેલ ઉલમાઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યો? મતલબ બિન આલિમોને જાહિલ કહીં હિકારત કરી હવે આલિમોની પણ હિકારત કરી. અરે નાદાન એ આલિમો સામે પણ સંસ્થાની નાજુક હાલત આવી એટલે નિર્ણયમાં સહભાગી થયા.
૧૦) આખી વાત કંથારીયા માટે કહે છે એ અલગ અલગ એંગલથી જાહેર થઇ ગયુ છે છતા પાખંડ કરે છે કે કોઇ ઇદારાનુ નામ નથી લેતો. હાય રે અદેખાઇ!
૧૧) ટ્રસ્ટી મંડળને ધમકી આપીને પોતાનુ કમીનાપન જાહેર કર્યું કે કોઇ છૂટા ના થાય. એટલી બધી ખરી લાગણી હોય તો જ મની પ્રોબ્લેમ છે એની જવાબદારી લઈ લે કે જેટલી રકમ ઘટેઘટ છે એની જવાબદારી હું લઉ છું. આપીશ અથવા ચંદો કરીશ. બાકી ગીધડ ધમકી આપી હિરો બનવાની નૌટંકી ના થવી જોઈએ.
૧૨) સરકારની ગાઇડ લાઇન સુધી આવી ગયા આ ભાઇ. પણ જાણી લે કે અલ્લાહની ગાઇડ લાઇન પ્રમાણે વિના કામગીરીએ પણ પગારની ઘોષણા કરી દીધી છે અને અમુક રકમ આપી પણ દીધી છે.
૧૩) દાઢી વિનાંના ટ્રસ્ટીઓની વાત કરી તો શું બધા જ દાઢી ધારી ઓલ્મા પાકીજા અને માસુમ છે? હોય તો એ પણ દાવો કર.
૧૪) ટ્રસ્ટીઓના દિલોમાં અંધારા સાથે રાત પસાર થાય અને સવાર પડે છે એવો ઇલ્હામ થયો છે આ ભાઇને. હવેથી કમરુઝઝમા જીને બોલાવવા કરતા આ ઇરફાન આછોદીને ખાનકાહની ગાદી સોંપી દેવી જોઈએ.
૧૫) મતલબ એક જ વાત પાછી રટી કે બિન આલિમો દીન ના ફેલાવી શકે. એમને સવાલ પુછીએ કે ચંદો આપવો પણ દીન ફેલાવવાનું જ કામ છે એવું માનીએ છીએ પણ જો આ માન્યતા ખોટી હોય તો કહી દો એટલે બિન આલિમો ચંદો આપી પૈસા વેડફવાનુ બંધ કરી દીએ.
૧૬) મસાઇલ હલ કરવા દુઆ કરવાનું કહે છે તો હે દોગલા શા માટે ફિત્નાખોરીના ઓડિયો બનાવવા ને ફૈલાવવા ચાલુ થઇ ગયો. દુઆ કરવી જોઈએ ને...
૧૭) અવામ અને ઓલ્માનો જોડ કરવા માટે સુફીયાણી સલાહ આપે કે બંનેમાં એકબીજા પ્રત્યે એહતેરામ હોય.. અરે પાખંડી મોલ્વી અવામને તુ જાહિલ કહે છે તો તારા જ દિલમાં અવામ માટે કેવો એહતેરામ છે એ જોઇ લીધો. તારા જેવા બીજાઓનો પણ ચેક થશે.
૧૮) સવાલ કર્યો કે અવામે આલિમોને શું આપ્યું? જેટલી ઇજ્જત શાસકોની નથી કરતી એટલી આલિમોની કરે છે અને એમાં તારા જેવા ખોટા સિક્કા પણ પૂજાય છે. 10,000/- થી પણ અડધામાં લાખો કરોડો મુસલમાનો પોતાનું ઘર ચલાવે છે એ હકીકત છે. તારી લાલચી નજર સામે ફક્ત ભરુચી એન આર આઈ ના બંગલાઓ જ છે એટલે તને બધુ કમળાના દર્દીની જેમ પીળુ દેખાય છે.
૧૯) જેટલા વાઇરસનો બોહતાન અવામ પર લગાવ્યો છે એ બધા વાઇરસ બોલનારમાં ભરપુર છે એવું એની વાણી કહે છે.
૨૦) એક કંપનીના હિન્દુ માલિકની મિસાલ આપી પણ હજારો કંપનીએ શું કર્યું એ કેમ ન જણાવ્યું ? નોંધવાની વાત તો એ છે કે કંપની હંમેશાથી ધરખમ નફો કરતી સંસ્થા છે જ્યારે આ તો સેવાનું કાર્ય કરતો અને લોકોની સખાવત પર નભતો ઇદારો છે. એ કેમ ભૂલી જાય છે?
૨૧) તવક્કુલ પર જો યકીન મજબૂત હોતે તો આ ઓડિયો બનાવવાની જરૂર ના હોત. ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપવા જેવી તદ્દન વાહિયાત બકવાસ છે.
૨૨) વળી પાછો કહે કે વધારે ખાવાથી આલિમના મોત થયા છે પણ ભૂખા કોઇ મર્યા નથી. તો પછી દસ્તરખાન, ચીકન,મટન ની વાતો શા માટે....?
૨૩) એક વાત કહે કે "એવા મોડ પર છીએ કે એક બાજુ ખાઇ ને બીજી બાજુ કૂવો" બીજી વાત બોલે કે "આવા કપરા સમયની રાહ જોતા હતા" આ પોતે કોઇ એક વાત પર સ્ટેબલ (સ્થિર) નથી. ફક્ત પોતાનો હસદ અને મેલ બહાર કાઢે છે.
11 મિનિટની ઓડિયોમાં અવામની એક પણ ખૂબી બયાન નથી કરી. વિચારો આવા લોકોને અવામ મિમ્બરો પર બેસાડે છે અને માન, ઇકરામ, ભેટ, સોગાદો, હદીયા, દાવતો થી નવાજે છે અને ખભે બેસાડી ફરે છે. કપરી પરિસ્થિતિમાં ઝીક ઝિલી ઇદારાને મજબૂત રાખવા મથતા ટ્રસ્ટીઓ ઇદારો ચાલુ રાખશે એવો પૂરો વિશ્વાસ છે પણ સવાલ એ થાય કે એમાથી ફારિગ થતા અવામના બાળકો યુવાન વયે ફારિગ થઇ અવામ વિરુદ્ધ આવી જ નફરત દિલોમાં ભરીને તો બહાર નહી નીકળશે ને..! ટ્રસ્ટી મંડળ શું આ બાબતે અવામને ભરોસો આપી શકશે કે પછી અવામ પાસેથી ચંદાઓ લઇ અવામ સામે ઝહેર ભરેલા ઇરફાન આછોદી જેવા નમૂનાઓ કોમને ભેટ ધરશે *???*
*અલ્લાહ આપણને ઓલ્મા એ સૂ થી બચાવે.*