વ્હાલા મુસ્લિમ ભાઇઓ અને બહેનો...
અસ્સલામૂલયકુમ..
હું ડૉ. એમ અશરફ રઝવી લખનઉ થી છું. હું મેક્સલ લીડરશીપ કાઉન્સિલ નો ચેરમેન છું.
આજે મારે એક ગણી જ અગત્યની વાત કરવી છે. અને હા!! એ વાત કોરોના વાયરસ વિશે નથી. હ! *આ વાત ભારતીય મુસ્લિમોની અને તેમના હાલાત અંગેની છે*. આપણને ખબર છે કે *આ એક મોટી સમસ્યા છે પણ હું સમસ્યા વિષે વાત નથી કરવા માંગતો બલ્કે તેના ઉકેલ અંગે વાત કરવા માંગુ છું*.
આપણે એટલે કે, *મુસ્લીમ સમાજ દુનિયામાં એક શ્રેષ્ઠ સમાજ છે. એક તાકતવર સમાજ છે.*
દુનિયાભરમાં ગમે ત્યાં જુઓ, તમને દેખાશે કે મુસલમાનો ખૂબ સુંદર દેખાવ કરી રહ્યા છે. અને એવું જ ભારતમાં પણ છે. અલહ્મદુલીલ્લાહ, ડોકટર, એન્જનિયર, સિવિલ સરવન્ટ અને પ્રોફેશનલ ની સંખ્યા આઝાદી બાદથી ગણના પાત્ર રીતે વધી રહી છે. અને આમ આપણે ગણું સારું કરી રહ્યા છીએ. પણ *હજી પણ કંઈક વિષેશ કરવાનું બાકી છે*.
હું એવું પણ નથી કહેતો કે, આપણે કોઈ જાદૂ કરવાના છીએ. પણ આ જ સાચો સમય છે જ્યારે આપણે કંઈક કરવાની જરુર છે. હું અત્રે ઘણો જ રસપ્રદ સુઝાવ આપવા માંગુ છું.
હકીકતમાં, 6 - 7 દિવસ પહેલાં અમે એક ફોરમની રચના કરી કે જેનું નામ છેઃ *ઓલ ઇન્ડિયા માયનોરિટી એજ્યુકેશન ફોરમ*. આ ફોરમ માં અમે 50 લોકો છીએ. જેમાં ભારત અને ભારત બહારથી વિવિધ ક્ષેત્રોના ટોપ 50 બુધ્ધિ જીવીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમોએ જે કર્યું છે અને જે કરવાની યોજના છે તે આ પ્રમાણે છે :
*ભારતમાં 90 જિલ્લા એવા છે જેમાં મુસલમાનો ની સનખ્યા વધારે છે. અહીં ની વસ્તી માં મુસલમાનો ની સનખ્યા સવિશેષ છે. આ 90 જિલ્લામાં મુસ્લિમો ની વસ્તી 20 ટકા કરતાં વધારે છે.* તેથી આ 90 જિલ્લા પર ધ્યાન કેન્દ્રિત કરવું ઘણું જ જરૂરી છે. અને ખરેખર આ તમામ ઘણા જ પછાત જિલ્લા છે. મેવાડ જિલ્લાની જો વાત કરીએ તો, અહીં મુસલમાનો ની વસ્તી આશરે 88 ટકા છે. લગભગ 9 લાખ મુસલમાનો અહીં વસે છે. પણ ભારતભરમાં આ જિલ્લો ઘણો જ પછાત છે.
તેથી અમે લોકોએ શુ કર્યુ છે કે, ચાલો આપણે આ 90 મુસ્લિમ બહુમતી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
બીજી વાત એ નક્કી કરી છે કે 50 ટોપ મુસ્લિમ બુધ્ધિ જીવીઓ ને પસન્દ કરીએ જેમણે કઇંક વિશિષ્ટ હાંસલ કર્યું છે, ડાયનેમિક છે અને તેમને સમાજ પ્રત્યે લાગણી છે. જેથી તેઓ આગળ આવે
અને સમાજના ઉત્થાન માટે, શિક્ષણ ના પાંચ ક્ષેત્રોમાં, પોતાનો ફાળો આપી શકે :
1. *પ્રાથમિક શિક્ષણ*. આ ક્ષેત્રમાં આપણે ઘણું કરી શકીએ એમ છે. પ્રાથમિક શિક્ષણ ની ગુણવત્તા માં ઘણો સુધાર લાવી શકીએ એમ છે. તેથી અમે એમ નક્કી કર્યું છે કે, આ 90 જિલ્લા માં સરકારી સ્કૂલો ની પસન્દગી કરીએ, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મુસ્લિમ છે. તેમને એડોપ્ટ કરી લઈએ. તેમના પર નજર રાખીએ, તેમનામાં સુધાર લાવીએ અને તેમને સુશિક્ષિત કરીએ. 20 થી 30 બુધ્ધિ જીવીઓનું એક ગ્રુપ ફક્ત આ બાબતનું જ ધ્યાન આપે. તેમનું કામ એ જ હશે કે, આવી શાળાઓ ની પસન્દગી કરે, માર્ગદર્શન આપે, અને આ શાળાઓમાં સુધાર લાવવા પર ધ્યાન આપે. અને આમ, આ શાળાઓમાં ભણતા ગરીબ મુસલમાન વિદ્યાર્થીઓ ના એક મોટો સમૂહને ફાયદો પહોંચાડવા માં આવે.
2. આપ જાણો જ છો કે નામાંકિત શેક્ષણિક સનસ્થાનો માં જતા મુસલમાન વિદ્યાર્થીઓ ની ક્ષમતા - કવોલીટી એટલી સારી હોતી નથી. રહમાંની 30- શ્રી અહમદ રહમાંની - હાલમાં પણ આ ચળવળ ચલાવી જ રહ્યા છે અને એ દિશામાં કામ કરી જ રહ્યા છે. ખરેખર આપણે તેમને સહકાર આપવો જોઈએ. તેઓ વરસો વરસ વધુ ને વધુ લોકોને મદદ કરી રહ્યા છે. તેઓ આશરે 1000 વિદ્યાર્થીઓ ને ટ્રેનીંગ આપે છે અને તેની સફળતા 80 થી 90 ટકા જેટલી છે જે ઘણું સારું કહેવાય.અમે પણ મેડિકલ કોલેજમાં એમિશન માટે વિદ્યાર્થીઓ ને તૈયાર કરે છે. 2019 માં અમોએ સુપર 70 ના નામે પ્રોજેક્ટ શરૂ કર્યો. આનો મકસદ 70 મુસલ્મ વિદ્યાર્થીઓ ને IIM માં મોકલવાનો છે. જી હા! 70 વિદ્યાર્થીઓ મતલબ 70 કુંટુંબ. IIM માં જવું એ સિવિલ સર્વિસ માં જવા બરાબર છે; જીવન બદલી નાંખવા બરાબર છે. હું IIM માં પ્રોફેસર છું અને તેથી મને ખબર છે એનો મતલબ (પ્રતિષ્ઠા) શું છે. પણ મારા માટે એ વાત ગૌણ છે. અને આ બીજી સુપર 70 ની બેચ છે. અમે રાષ્ટ્રીય સ્તર પર શરૂ કરી દીધી છે. અમે સિલેક્શન ની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. અમે ચાહિએ છીએ કે તમે પણ આ અભિયાન માં મદદરૂપ થવા.
3. હા! એ જરૂરી નથી કે દરેક મુસલમાન નોકરી જ કરે. એવું પણ નથી કે દરેકને નોકરી મળી જ જશે કારણ કે દેશ માં પૂરતા પ્રમાણમાં નોકરીઓ છે જ નથી. ન સરકારી સેકટર માં અને ન જ પ્રાઇવેટ સેકટરમાં. અને હા! આ કોરોના મહામારીએ તો વ્યવસાયનું સંપૂર્ણ માળખુ જ તહસ ન હસ કરી નાખ્યું છે. અને તેથી આપણે આશા પણ ન રાખવી જોઇએ કે દરેકને નોકરી મલે. તેથી અમે લોકો એ ઇન્ડિયા એન્ટ્રપ્રેન્યોર શીપ પ્રોગ્રામ ની શરૂઆત કરી છે. મુસલમાનોને વ્યવસાય કઇ રીતે કરવો એ બાબતે શિક્ષિત કરવામાં આવે. મુસલમાનો ને એ બાબતે શિક્ષિત કરવામાં આવે કે તકનો લાભ કઈ રીતે ઉઠાવવો અને પૈસા કઈ રીતે બમાવવા. મુસલમાનો ને એ બાબતે શિક્ષિત કરવામાં આવે કે કઈ રીતે કિંમત ઉભી કરી શકાય. મુસલમાનો ને એ બાબતે શિક્ષિત કરવામાં આવે કે રોકાણ ક્યાંથી ઊભુ કરી શકાય. મુસલમાનો ને એ બાબતે શિક્ષિત કરવામાં આવે કે પોતાનું નેટવર્ક, પોતાની તાકાત, તમારી માનવશક્તિ કઈ રીતે ઉપયોગ માં લાવીને સમાજમાં તમારી ઓળખ - વેલ્યુ ઊભી કરી શકાય. અને આ ખૂબ જ જરૂરી છે. અને હા! આ ઇન્ડિયા એન્ટ્રપ્રેન્યોર શીપ પ્રોગ્રામ ની લીડરશીપ ઇન્ડિયા એન્ટ્રપ્રેન્યોર શીપ ક્ષેત્રમાં નામાંકિત એવા IIM લખનઉ ના શ્રી એમ. અકબર ના હાથમાં છે. તેઓ IIM માં 30 વરસથી પ્રોફેસર છે. તેઓ IIM ઇન્ડિયા એન્ટ્રપ્રેન્યોર શીપ સેન્ટરના MD અને ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને આમ, આ પ્રોગ્રામની ધૂરા એક યોગ્ય વ્યક્તિ ના હાથમાં છે.
સ્કૂલ વાળો જે પ્રોજેક્ટ છે તે શ્રી આરીફ ઘોરી કે જેઓ પોતે IRS છે, તેઓના તાબા હેઠળ છે. તેમણે પણ બ્રિટિશ સરકારમાં 20 વરસ સુધી શાળાકીય શિક્ષણ સુધારણા બાબતે કામ કર્યું છે.
સુપર 70 મારા નેજા હેઠળ રહેશે અને હું IIM 22 વર્ષ થઈ પ્રોફેસર તરીકે ફરજ નિભાવું છું.
4. આ પણ ઘણું જ મહત્ત્વ નું છે. અને તે છે આપણે કઈ રીતે તે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહીએ જેમનામાં પ્રતિભા એટલે કે પોત્તએન્સિયલ છે જેથી તેમને માર્ગદર્શન પૂરું પાડી શકાય. આ છે ઇન્ડિયા મેન્ટરિંગ પ્રોગ્રામ. અને આ ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ ઉચ્ચ કક્ષાના છે જેમાં IIT અને IIM ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. ઉચ્ચ કોટિ ના IAS IPS ઓફિસર્સ છે. અને આમ, આ એક માર્ગદર્શન પૂરું પાડનારું મજબૂત નેટવર્ક છે.
5. અને છેલ્લું, અમે લોકોએ મદરસા ને ડિજિટલ જ્ઞાન પૂરું પાડીને મજબૂત અને સશક્ત કરવાનું નકકી કર્યું છે. તેથી અમે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ ચાલુ કરી દીધેલ છે. જેથી મદરસા એકબીજા સાથે જોડાઈ શકે અને આમ લઘુમતી દ્વારા સનચાલીત સ્કુલ અને કોલેજો પણ આ પ્લેટફોર્મ થકી જોડાઈ શકે.
આ બધું જ અમે વિચારી રહ્યા છીએ અને પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ. તે બાબતે અમે zoom પર મિટિંગ કરી રહ્યા છીએ અને આખા વિશ્વમાં થી લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે. અને અમે આ મિટિંગો નું રેકોર્ડિંગ પણ કરી રહ્યા છે. આ મીટીંગો અમે નોંધી પણ રહ્યા છે જેથી કરીને આ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની શકે કારણકે આ તમામ લોકો ઘણા મહત્વપૂર્ણ છે જેમને પોતાનું જીવન જે તે ક્ષેત્રમાં વિતાવેલ છે અને સવિશેષ સિધ્ધિ હાંસિલ કરેલ છે.
તેથી મારી આપને અરજ છે કે, મહેરબાની કરીને aimef.in એટલે કે All India Minority Education Form ની વેબસાઈટ ની મુલાકાત લો અને ચેક કરો, જોડાવો એક સલાહકાર તરીકે જેમાં કોઈ પણ નાણાકીય કમિટમેન્ટ નથી. તમે સલાહ સુચન આપી શકો છો. બીજું, તમે માનદ સભ્ય તરીકે જોડાઈ શકો છો. ત્રીજું, તમે એક માર્ગદર્શક તરીકે જોડાઈ શકો છો. તમે વાર્ષિક અથવા લાઈફ મેમ્બર તરીકે પણ જોડાઈ શકો છો. ગમે તેમ પણ અમારી સાથે જોડાવ. એક વખતે તમે જોદાશો અને સમાજમાં એક તાકતવર બુધ્ધિ જીવી હશો તો, તમારામાં એ તાકત રહેલી છે કે, તમે સમાજમાં બદલાવ લાવી શકશો. તમારામાં એ તાકાત રહેલી છે કે સમાજને ભારતમા ખૂબ શિક્ષીત કરી શકશો. તમે જાણો છો કે શિક્ષિત સમાજ વિશ્વ ને ઘણું બધું આપી શકે છે. આપણે આ દુનિયામાં બીજાઓની ભલાઈ માટે જ આવેલા છીએ. ચાલો આપણે તેમાં લાગી જઈએ.
ખૂબ ખૂબ આભાર
અલ્લાહ હાફેઝ
જઝાકલ્લાહુ ખૈર
મિત્રો મુસ્લીમ શિક્ષણ શાસ્ત્રીઓ સમાજસેવીઓ સમાજના હિતેચ્છુ નો સૌને મારી વિનંતી શું આપણે ગુજરાત માં આવું ન કરી શકીએ. સૌપ્રથમ એક નાના મોડલ પર કામ કરી પછી સમગ્ર ગુજરાત માં આવો કંઈક પ્લાન તૈયાર કરી અમલ કરી સમાજ ને શૈક્ષણિક આર્થિક સામાજીક રીતે આગળ લાવી શકીએ. ઈન્શા અલ્લાહ . તો ચાલો જા દિશામાં કંઈક વિચારીએ અને કંઈક નક્કર કરીયે.
આ કામ માટે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જરૂરી છે. આ માટે બધી રીતે ધસાવાની તૈયારી હોવી જોઈએ. ઘણી વાર ગ્રુપ માં આપણી પાસે બે બે વર્ષ સુધી એકપણ સુઝાવ સમાજને સુધારણા માટે ઉપયોગી થાય એવી પોસ્ટ મુકવાનો સમય નથી હોતો. ગ્રુપ માં માત્ર જોડાવા ખાતર હોઈએ છીએ. આપણને આશ્વર્ય થાય કે ઘણા મિત્રો તો જોડાયા હોય ત્યારથી તેમની પાસે ગ્રુપને આપવા માટે કંઈજ નવું નથી હોતુ. સામાજીક આર્થિક અને શૈક્ષણિક દોડમાં આપણો સમાજ ઘણો પાછળ છે. હવે ઝડપથી દોડવું પડે એમ છે. આ માટે ગુજરાત ના તમામ જિલ્લામાં થી એક્ષપર્ટ લોકોનું એક ફોરમ બનાવી ભવિષ્યની કાર્યરેખા નક્કી કરી કામ કરવુ પડે. માત્ર વાતોથી કે મેસેજ ફોરવર્ડ કરવાથી કે માહિતી આપવાથી નહી ચાલે. ગ્રાઉન્ડ વર્ક કરવા ખુબ હોમવર્ક કરવાની જરૂર પડે. આ માટે સામાજીક રાજકીય શૈક્ષણિક તમામ ક્ષેત્ર ઉપરાંત આર્થિક રીતે સદ્ધર લોકો એ આગળ આવવુ પડે.