Followers

Sunday, 10 May 2020

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ શું છે? Disaster Management Act .


કોરોના વાયરસે વિશ્વને ભરડામાં લીધું છે. જે દેશોમાં લોકડાઉન છે ત્યાં અર્થતંત્ર ભાંગી ગયું છે. લોકડાઉનની કોઈ પૂર્વતૈયારી ન હતી; એના કારણે ગરીબ/વંચિત/શ્રમિકોની દયનીય હાલત થઈ ગઈ. ભારતમાં કોરોના વાયરસ કરતા ભૂખથી વધુ લોકો મરી રહ્યા છે. આપણી પાસે આવી વિપદા/કટોકટીને પહોંચી વળવા માટે કાયદો છે; ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005. આ કાયદા પાછળ તે વખતના PM ડો. મનમોહનસિંઘની દ્રષ્ટિ હતી. 24 માર્ચ, 2020ના રોજ, PMએ, આ કાયદાની જોગવાઈ હેઠળ દેશમાં પ્રથમ વખત લોકડાઉનની ઘોષણા કરી. આ એક્ટમાં ‘નેશનલ મેનેજમેન્ટ ઓથોરિટી’ની જોગવાઈ છે; તેના અધ્યક્ષ PM છે અને બીજા 9 સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે. આ ઓથોરિટીને બધી સત્તા છે. આ કાયદો બીજા બધા કાયદાઓની ઉપરવટ છે. આ કાયદા હેઠળના આદેશોનો અમલ ન કરવામાં આવે તો એક વરસની કેદ/દંડની સજા અને બીજું નુકશાન કરેલ હોય તો બે વરસની કેદ/દંડની સજા થાય.  ડોક્ટર/પોલીસ/અન્ય કર્મચારી ફરજ છોડીને જતા રહે તો એક વરસની કેદ/દંડ થાય. COVID -19 ને રોકવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ એટલેકે ફિઝિકલ ડિસ્ટેન્સિંગ માટેના ઉપાયો અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તે માટે લોકડાઉનનો અમલ કરાવ્યો છે. આ કાયદાનો હેતુ કુદરતી કે માનવસર્જિત વિપદાઓ વેળાએ વ્યવસ્થા/મેનેજમેન્ટ જાળવવાનો છે. દેશ/રાજ્ય/જિલ્લા કક્ષાએ મેનેજમેન્ટ ઓથોરિટીની રચના થયેલ છે. આ ઓથોરિટીને એ સત્તા છે કે જરુર પડે તો કોઈપણ સાધનો/વાહનો/મકાનો પોતાને હસ્તક લઈ શકે છે. આ કાયદો હોવા છતાં કોરોના મહામારીની સ્થિતિમાં અવ્યવસ્થા કેમ સર્જાઈ? શ્રમિકો ઉપર મુસીબતોનું આકાશ કેમ તૂટી પડ્યું?

કાયદો છે; ઓથોરિટી છે; પરંતુ અમલમાં નિષ્ઠા ન હોય તો ગમે તેવો સારો કાયદો મદદ કરતો નથી. કાયદાની જોગવાઈઓનો અમલ ખુદ સરકાર ન કરે તો કોને ફરિયાદ કરવી?કોરોના સંકટ કરતા ‘નમસ્તે ટ્રમ્પ’ અને મધ્યપ્રદેશના ધારાસભ્યોની ખરીદી કરીને સરકાર ઉથલાવવાની પ્રાયોરિટી હતી; એટલે પૂર્વ આયોજન થઈ શક્યું નહીં. આ કાયદા ની કલમ-40 હેઠળ ‘નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ’ની જોગવાઈ છે; તેમાં પાર્લામેન્ટ તથા ઇન્ડસ્ટ્રીઝના લોકો તરફથી જે ફંડ મળે તે જમા કરવાનું હોય છે; તેને બદલે આ કાયદામાં જોગવાઈ નથી તેવા ‘PM કેર ફંડ’ની રચના કરી ! કલમ-47 હેઠળ ‘નેશનલ મિટિગેન ફંડ’ની જોગવાઈ છે; જે હેઠળ શ્રમિકો/બેરોજગારો/અસરગ્રસ્તોને મદદ કરવાની હોય છે. તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો હોવો જોઈએ. મિટિગેશન ફંડમાં નાણા અપૂરતા છે. કલમ-10 હેઠળની સચિવ કક્ષાની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીને મિટિગેશન ફંડને ફાળવવાની સત્તા છે. આપદાને/વિપદાને પહોંચી વળવા માટે કલમ-11 હેઠળ ‘નેશનલ પ્લાન’ તૈયાર કરવાનો હોય છે; જે હજુ સુધી બન્યો નથી. કલમ-12 હેઠળ વિપદાથી જે પીડિત છે તેમને મદદ/સહાય/ફૂડ/શેલ્ટર/પીવાનું પાણી/સેનિટેશન અંગે મિનિમમ સ્ટાન્ડર્ડ નક્કી કરવાનું ઠરાવ્યું છે. વિધવાઓ/નિરાશ્રિતો માટેની જોગવાઈ કરવાનું ઠરાવ્યું છે. જેના જીવ ગયા છે; એમના વારસદારોને કેટલું વળતર આપવું તે નક્કી કરવાનું છે. અસરગ્રસ્તોને લોન/રીલોન/સહાયના ધોરણો નક્કી કરવાના છે. લોકડાઉનને 50 દિવસ પૂરા થયા; હજુ સુધી ‘નેશનલ પ્લાન’ તૈયાર થઈ શક્યો નથી !

કોરોના મહામારીના આ ઐતિહાસિક સંકટ વેળાએ બધા પક્ષોની ‘નેશનલ ગવર્નમેન્ટ’ની રચના કરવા સુપ્રિમકોર્ટના પૂર્વ જજે વિનંતિ કરી છે. કદાચ એ શક્ય ન બને; પરંતુ PM કે તેમના પ્રતિનિધિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કઈ કઈ કાર્યવાહી કરી અને કઈ કઈ કાર્યવાહી કરવા માંગે છે; તે અંગે દેશના નાગરિકોને માહિતગાર તો કરી જ શકે ! વિચારો; પીડિતો/અસરગ્રસ્તો/શ્રમિકો માટે ‘નેશનલ પ્લાન’ તૈયાર કરી તેને અમલમાં મૂકવાની જરુરિયાત છે કે તાળી/થાળી/દીવા/ફૂલવર્ષાની?
*રમેશ સવાણી*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...