તારીખ: 19/05/2020
દર વર્ષે પ્રોગ્રેસીવ મુસ્લિમ એડયુકેશન ટ્રસ્ટ "PMET" કોઈ પણ જાતિ, સંપ્રદાય કે મસલકને ઘ્યાનમાં લીધા વિના સમગ્ર ગુજરાત માંથી તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓને તેમના દ્વારા ચલાવવામાં આવતી "CA Adoption" યોજના અંતર્ગત પસંદ કરેછે.
CA Adoption યોજના એ હોસ્ટેલ આધારિત યોજના છૅ જેમાં વિદ્યાર્થીઓને ફરજીયાતપણે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાનું રહેશે.
પસંદ થયેલા વિદ્યાર્થીઓ CA રવિ છાવછરીયા દ્વારા ચલાવવામાં આવતા CA કોચિંગ સેન્ટરમાં અભ્યાસ પ્રાપ્ત કરેછે કે જે ભારત રાષ્ટ્રના સર્વોચ્ચ કોચિંગ સેન્ટરમાં નું એક છૅ. તેમ છતાં, હાલમાં કોરોના વાયરસના લીધે જે સ્થિતિ સર્જાય છૅ તેને ધ્યાનમાં લેતા રૂબરૂ વર્ગો શક્ય ન હોય જેથી નવી વાસ્તવિકતાઓને આવકારી અને પસંદ થયેલા વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે PMET દ્વારા CA રવિ સાહેબ સાથે મળીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના 12 સામાન્ય પ્રવાહના પરિણામોં જાહેર થયાં પછી તાત્કાલિક ધોરણે ઓન લાઈન કોચિંગ વર્ગો શરુ કરવાનું નક્કી કર્યું છૅ.
PMET દ્વારા ચલાવવામાં આવતી CA Adoption યોજના હેઠળ અરજી કરવા માટેની યોગ્યતાઓ.
👉 સમગ્ર ગુજરાતના મુસ્લિમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છૅ.
👉 જે વિદ્યાર્થીઓ ને ધોરણ 10 (2018) માં 70% કે તેથી વધુ મેળવ્યા હોય અને ધોરણ 12 (2020) માં 75% કે તેથી વધુ મેળવ્યા હોય એ અરજી કરવા માટે યોગ્ય છૅ.
ઓનલાઇન અરજી કરવા માટે કૃપા કરી www.pmet.org નો ઉપયોગ કરો.
CA Adoption યોજના માટે ઓનલાઇન પરીક્ષા ગુજરાત શિક્ષણ બોર્ડના પરિણામોના 8 થી 10 દિવસ સુધીમાં લેવામાં આવશે.
ઓનલાઇન પરીક્ષામાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ અન્ય મૌખિક ઇન્ટરવ્યૂ અને વ્યક્તિગત પરીક્ષન આપવાનું રહેશે.
PMET દ્વારા અંતિમ યાદીમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને CA રવિ સાહેબના કોચિંગ માટે નોંધણી કરાવવા માં આવશે.
કોચિંગ ફી, સ્ટડી મટેરીઅલ ફી, અન્ય અભ્યાસને લગતા ખર્ચ PMET દ્વારા કરવામાં આવશે.
અંતિમ યાદીમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને તેમનું CA Foundation માટેનું રેજીસ્ટ્રેશન, Institute of Chartered Accountants of India સાથે કરાવવાનું રહેછે, જે માટેની રેજીસ્ટ્રેશન ફી વિદ્યાર્થીઓ ને ચૂકવવાની રહેશે, CA foundation માં ઉતિણઁ થયા પછી જે તે વિદ્યાર્થીને PMET દ્વારા ચૂકવવામાં આવશે.
અંતિમ યાદીમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ ને CA foundation પરીક્ષા ઉતીર્ણ કરવા એક જ તક આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પેહલી તક માં ઉતીર્ણ ન થઇ શકે તે વિદ્યાર્થીઓ ને આગળના લાભો આપવામાં નહીં આવે. જે વિદ્યાર્થીઓ પેહલી તક માં CA Foundation માં ઉતીર્ણ થશે એ વિદ્યાર્થીઓ ને PMET દ્વારા CA Intermediate માટે પસંદ કરવામાં આવશે.
જયારે લોકડાઉંન સામાન્ય થશે અને રૂબરૂ વર્ગોની શરૂઆત થશે ત્યારે વિદ્યાર્થીઓ ને સુરત આવી હોસ્ટેલ માં રહેવાનું રહેશે.
કોરોનાની મહામારી પછી આપણે સાથે મળીને નવી શિક્ષણ પદ્ધતિને આવકારવી પડશે અને અમારો પ્રયાસ એ દિશા માં છૅ.
વધુ માહિતી માટે સંપર્ક કરો:
૧. PMET c/o Muzammil: 8866660615
૨. CA Asfaq: 9726393100
૩. CA Maaz: 9033739538
૪. CA Sehzad: 9998163300