Followers

Friday, 22 May 2020

આણંદ : સરકારની જાહેરાત મુજબ ૧ લાખની લોન માટે બેંકો પર ઉમટેલ અરજદારોને ધરમધકકો ।



સહકારી બેંકોમાં હજી સુધી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લોન ફોર્મ જ પહોંચ્યા નથી ! : યોજના જાહેર થયે અઠવાડિયા બાદ પણ વાસ્તવિક અમલના સમયે જ વ્યવસ્થા 'લોકડાઉન' !

22/05/2020 00:05 AM

રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત એક લાખની લોનની જાહેરાત કરવામાં આવી હતી. જેનો આજથી પ્રારંભ થનાર હોવાથી આણંદ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ આવેલ સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટીમાં સવારથી જ લોન મેળવવા ઇચ્છુકોએ લાઇનો જમાવી હતી. પરંતુ બેંક ખૂલવાના સમયે જ જણાવાયું હતું કે, એક લાખની લોન યોજના અંગેના ફોર્મ જ હજી સુધી બેંકો કે સહકારી કેડિટ સોસાયટીઓમાં પહોંચાડવામાં આવ્યા નથી. જેથી કાળઝાળ ગરમીમાં ઘરથી બેંક સુધીનો ધરમધકકો થયાની પરેશાની અરજદારોએ અનુભવી હતી. યોજના જાહેર થયાના અઠવાડિયા બાદ પણ ફોર્મ બેંક, સોસાયટી સુધી પહોંચાડવાના નકકર આયોજનમાં થયેલ ક્ષતિનો આજે પ્રારંભના દિવસે જ અરજદારો ભોગ બન્યાની સ્થિતિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ, ર૦ર૦ સુધીમાં બેંકમાં ફોર્મ જમા કરાવી શકાશે.

આણંદ જિલ્લામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટે ù૧૧ સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટીમાં ફોર્મ વિતરણ કરાશે તેમ સરકાર દ્વારા ઠરાવાયું છે. આજથી યોજના શરૂ થનાર હોવાથી સવારે લોકો બેંક, ક્રેડિટ સોસાયટીમાં પહોંચ્યા હતા. પરંતુ સરકારની ગાઇડલાઇન મુજબ આ યોજનાના ફોર્મ હજી સુધી પ્રિન્ટેડ થયા ન હોવાનો બેંકો, સોસાયટીઓને ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, તા. ૧ જૂન સુધીમાં ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ યોજના અંતર્ગત ફોર્મનું વિતરણ કરાશે. આ સમગ્ર બાબતથી લાભાર્થીઓ અજાણ હોવાથી તેઓને ધરમધકકો ખાઇને પરત જવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે આત્મનિર્ભર ગુજરાત સહાય અંતર્ગત આજથી ફોર્મ વિતરણ કરાશેનું જાહેર કરાયું હતું. જેમાં સહકારી બેંકો, સોસાયટી દ્વાા ૮ ટકાથી લોન અપાશે. જેમાં ૬ ટકા સરકાર સબસીડી આપશે અને લોનધારકે ર ટકા ભરવાના રહેશે. નાના ધંધા, રોજગાર ચલાવતા લોકોને આ લોન આપવામાં આવનાર હોવાથી મોટી સંખ્યામાં લોનવાંચ્છુકો ઉમટયા હતા.

સરકાર દ્વારા રજૂ કરાયેલા નિયમો

- આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકા વ્યાજે ૩ વર્ષ માટે સહકારી બેંકો, અર્બન કો.ઓ. બેંકો તથા ક્રેડિટ સોસાયટીઓ આપશે. - નાના અને મધ્યમ વર્ગના વેપારી, સ્વરોજગાર કરતા દુકાનદાર, ફેરિયા, રિક્ષાચાલક, પ્લમ્બર વગેરેને યોજનાનો લાભ મળશે. - લોન લેનાર કેન્દ્ર, રાજય સરકાર કે સ્થાનિક સત્તામંડળના કર્મચારી હોવા ન જોઇએ - લોન લેનાર કોઇપણ બેંકના કર્મચારી, સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓમાં કરાર આધારિત નોકરી ન હોવી જોઇએ - તા. ૧ જાન્યુ.ર૦ર૦ના રોજ ચાલુ હોય એવા જ વ્યવસાય કરતા લોકો લોન માટે અરજી કરી શકે છે. - લોન શરુ થવાના ૬ માસ સુધી કોઇ હપ્તાની ચૂકવણી કરવાની રહેશે નહી. છ મહિના બાદ ૩૦ સરખા હપ્તામાં ચૂકવણી કરવાની રહેશે.


રાજય ફેડરેશન દ્વારા ૧ જૂનથી યોજનાના ફોર્મનું : વિતરણનો આદેશ કરાયો છે : બેંક મેનેજર

આણંદની સહકારી બેંકના મેનેજરે આજે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ ઉપલબ્ધ ન હોવા અંગે મીડિયાને જણાવ્યું હતું કે, સવારથી જ લાભાર્થીઓ ફોર્મ મેળવવા આવ્યા હતા. પરંતુ બેંકના પ્રવેશદ્વારે અમે બે કર્મચારીઓને બેસાડીને તમામ લાભાર્થીઓને હકીકતથી વાકેફ કરાયા હતા. વધુમાં જણાવ્યું હતું કે, રાજય સહકારી ફેડરેશન દ્વારા રાજયની તમામ સહકારી બેંકોને ઇમેઇલ દ્વારા જાણ કરાઇ છે કે સ્ટેશનરીમાંથી યોજનાના ફોર્મ છપાઇને આવ્યા નથી. આથી હવે આ ફોર્મ ૧ જૂન સુધીમાં રાજયની તમામ સહકારી બેંકો, સોસાયટીઓને પહોંચાડી દેવામાં આવશે. ત્યારબાદ ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કાર્યવાહી આરંભાશે.


એક જ અરજદાર બે સ્થળેથી લોન ન મેળવે તે માટે પોર્ટલ તૈયાર કરાશે

બેંક સૂત્રોએ જણાવ્યું હતું કે, બેંકની ઓનલાઇન વેબસાઇટ પરથી પણ ફોર્મ મેળવી શકાશે. ફોર્મ ભરાયા બાદ બેંક ચકાસણી કરી આપશે. એક સહકારી બેંકમાં યોજના અંતર્ગત લાભાર્થી અન્ય બેંકમાં પણ આ જ યોજના માટેનું ફોર્મ ભરી શકશે નહી. જો ભરશે તો પોર્ટલ દ્વારા આપોઆપ તે લાભાર્થીનું નામ ડિલીટ થઇ જશે. આથી એક વ્યકિત એક જ જગ્યાએથી લોન મેળવી શકશે. બીજી કોઇ જગ્યાએથી લોન ન મેળવી શકે તે માટે એક પોર્ટલ તૈયાર કરવામંા આવશે. જેમાં અરજદારોની યાદી અપલોડ કરાશે. લોન લેવા ઇચ્છતા લોકોએ ર યોગ્ય જામીનદાર આપવા પડશે. અગાઉ અન્ય કોઇ બે¶કમાં લોન લઇને ભરપાઇ ન કરી હોય તેવા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...